બ્રેડનો ઉપમા – બનાવવામાં સરળ ખાવામાં ટેસ્ટી, તો આજે જ સાંજના નાસ્તામાં ટ્રાય કરો…

કોઈ વસ્તુ લેવા દુકાને જવું હોય તો કંટાળો આવે છે નહિં? પણ બ્રેડ-બટર તો મોટાભાગે ઘરમાં હોય જ છે. તો ચાલો, બનાવીએ બ્રેડનો ઉપમા!!!

બ્રેડ ઉપમા રેસિપી એ યુનિક અને કંઈક અલગ રેસિપી છે જે બ્રેડ માંથી બનાવવામાં આવે છે. આ રેસીપી ફટાફટ અને સરળતા થી બની જાય છે.સ્નેક્સ માટે અને મહેમાન આવે ત્યારે નાસ્તો આપવા માટે બેસ્ટ છે. તો જાણી લો બ્રેડ ઉપમા રેસિપી કેવી રીતે બને છે.

સામગ્રી :

  • – 4-5 બ્રેડ સ્લાઈસ 1 ઈંચ ચોરસ ટુકડામાં કટ કરેલી
  • – 1 નાનો કાંદો જીણુ સુધારેલો
  • – 2 ટે.સ્પૂન તેલ
  • – 1/2 ટી.સ્પૂન રાઈ
  • – ચપટી હીંગ
  • – 2 લીલાં મરચાં સમારેલાં
  • – 1 ઈંચ આદુનો ટુકડો
  • – મીઠું સ્વાદાનુસાર
  • – 1 ચમચી અડદ ની દાળ
  • – 1/4 ટી.સ્પૂન લાલ મરચાં પાવડર
  • – અડધો કપ ઝીણી સમારેલી કોથમીર ગાર્નિશ માટે
  • – 4-5 કળીપત્તાંના પાન
  • – 1/2 ચમચી લીંબુ નો રસ
  • – 1 ગ્લાસ પાણી

રીતઃ

સ્ટેપ :1


કાંદો, આદુ તેમજ મરચાં અલગ-અલગ ઝીણાં સમારી લો.

સ્ટેપ :2


એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરો. રાઈ ઉમેરી દો. રાય થાય એટલે હીંગ તેમજ કળીપત્તાંના પાન નાખીને સમારેલાં આદુ-મરચાં વઘારમાં નાખો. 2-3 મિનિટ સાંતળી લીધાં બાદ કાંદો નાખીને સાંતડો. હલકો ગુલાબી સાંતળીને પાણી ઉમેરી દો.

સ્ટેપ :3


હવે પાણી ઉકળે એટલે બધાં સૂકા મસાલા ઉમેરી દો. અને થોડીવાર પાણી ને ઢાંકીને 2-3 મિનિટ માટે ગેસની આંચ ધીમી રાખીને મૂકો. આ પાણી ઉકળે એટલે હવે એમાં બ્રેડના ટુકડા ઉમેરી દો અને ધીમીથી મધ્યમ આંચે ફેરવતાં રહો. 5 મિનિટ બાદ લીંબુ નો રસ અને કોથમીર ભભરાવીને ગેસ બંધ કરી દો. અને કઢાઈ નીચે ઉતારી લો.અને સર્વ કરો ….

નોંધ :


– આ ઉપમાને વધુ હેલ્ધી બનાવવા તમે બાફેલી કોર્ન અથવા ફણગાવેલા કઠોળ બાફીને ઉમેરી શકો છો.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *