હેલ્થી અને ટેસ્ટી બ્રોકોલી આલૂની સબ્જી બનાવવાની એકદમ સરળ રેસિપી…

આજે આપણે બ્રોકોલી આલુની સબ્જી બનાવવાની એકદમ સરળ રેસીપી જોઈશું. બ્રોકોલી એક સુપરફૂડ કહી શકો. તે પ્રોટીન થી ભરપૂર છે. કેમકે તેના ફાયબર છે. આયન છે. કેલ્શિયમ છે. અને તેમાં વિટામિન્સ પણ છે. વિટામિન એ, વિટામિન બી આ બધા વિટામિન છે.અને ફોલિકએસિડ છે.

સામગ્રી

  • બ્રોકોલી
  • બટાકા (બાફેલા)
  • ડુંગળી
  • જીરું
  • ટામેટા
  • હળદર
  • લાલ મરચું પાવડર
  • ગરમ મસાલો
  • ધાણાજીરું પાવડર
  • આમચૂર પાવડર
  • ફ્રેશ ક્રીમ
  • હિંગ

રીત

1- સૌથી પહેલા એક પેનમાં તેલ લઈશું.હવે તેલ ગરમ થઇ ગયું છે.તેમાં એક નાની ચમચી જીરું નાખીશું.ત્યારબાદ ચપટી હિંગ નાંખીશું.આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી સમારી લઈશું.અને તેમાં આને આપણે ઉમેરી શું.અને સાંતળી લઈશું.

2- હવે ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે.હવે તેમાં એક ટમેટા લઈ લઈશું.હવે તેને સમારી લઈશું.અને તે એડ કરીશું.હવે આપણા ટામેટા સોફ્ટ થઈ ગયા છે.હવે તેને ચમચા થી પ્રેસ કરતા જવાનું એકરસ થાય તેવું કરવાનું છે.

3- હવે આપણે તેમાં બધા મસાલા એડ કરીશું.હવે તેમાં ૧/૪ ચમચી હળદર નાખીશું.અને એક ચમચી ધાણજીરૂ એડ કરીશું.ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું.મસાલા ને બે મિનિટ કુક કરી લઈશું.

4- હવે તેલ છુટુ પડે એટલે તેમાં બાફેલું એક બટેકુ નાખીશું.હવે તેમાં એડ કરીશું.હવે અઢીસો ગ્રામ બ્રોકોલી લઈશું. અને તેને ધોઈ લઈશું.અને તેના નાના ટુકડા કરી લઈશું.હવે તેને એડ કરીશું.હવે તેને મિક્સ કરી લઈશું.

5- બ્રોકોલી એક એવું ફૂડ છે કે તેમાં પ્રોટીન,વિટામિન, કેલ્શિયમથી ભરપૂર છે. હવે તેમાં એક કપ પાણી ઉમેરી શું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શું. હવે બધું હલાવી લઈશું. હવે ઢાંકણ ઢાંકીને કુક કરી લઈશું.વચ્ચે આપણે એક વાર મિક્સ કરી લઈશું.અને બહુ કુક નથી કરવાની.

6- હવે ફરી થી ચેક કરી લઈશું.હવે કલર બદલાઈ ગયો છે.બ્રોકોલી કુક થઈ ગઈ હસે.આપણે એક નાઈફ નાખી ને ચેક કરી લઈશું.હવે આપણી બ્રોકોલી સરસ કુક થઈ ગઈ છે.હવે વધારે કુક નથી કરવાની.આખા પીસ રહેવા જોઈએ.તેમાં અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું. ત્યારબાદ અડધી ચમચી આમચૂર પાવડર એડ કરીશું.

7- હવે બધું મિક્સ કરી લઈશું.આપણી બ્રોકોલી આલુ સબ્જી તૈયાર છે. હવે આપણે એક ચમચી ફ્રેશ ક્રીમ નાખીશું. હવે સર્વે કરીશું. તો તમે જરૂરથી બનાવજો ખાજો અને ખવડાવજો.


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *