બ્રોકોલી એન્ડ આલમંડ સુપ – આપણા લોકલ માર્કેટમાં પણ બ્રોકોલી મળે છે, તો રાહ ના જુઓ આજે જ લાવો અને બનાવો…

બ્રોકોલી એન્ડ આલમંડ સુપ.

કેટલાક સુપથી બહુ ઓછા લોકો પરિચીત હોય છે.

આજે એક અનોખો સુપ લઈ ને આવ્યા છે શોભના શાહ…..બ્રોકોલી એન્ડ આલમંડ સુપ…

ચાલો શીખીએ….

સામગ્રી….

  • બ્રોકલી….100 ગ્રામ
  • લષણ ….ચાર કળી
  • મેંદો….એક ચમચી
  • ડુંગળી….એક નંગ
  • વેજીટેબલ સ્ટોક…એક કપ
  • બટર….બે ચમચી
  • બદામ…..આઠથી દસ
  • મરી પાવડર…ચપટી
  • તમાલપત્ર…એક નંગ
  • દુઘ….એક કપ…
  • મીઠું

બનાવવાની રીત….

સૌ પ્રથમ ઉકળતાં પાણીમાં બદામ બોળી રાખો. પછી એની છાલ ઉતારી બાજુ માં રાખો.

હવે બ્રોકોલીને બરાબર ધોઈસાફ કરીને ઉકળતા પાણીમાં બાફી લો.ધ્યાન રહે એને બહુ ઉકાળવાની નથી.જેવી બફાઈ જાય કે તરત જ એને ઠંડા પાણી માં નાંખી દો જેથી એનો રંગ એવો ને એવો જ રહે.

હવે એક પેનમાં બટર ગરમ કરો.

એમાં ઝીણી સમારેલી ડુંગળી નાંખો.

હવે એમાં તમાલપત્ર,મેંદો અને લષણ નાંખી સાંતળો.

આછો ગુલાબી રંગ થાય એટલે એમાં દુઘ નાંખો.

હવે એમાં મરી પાવડર ઉમેરી હલાવો.

હવે બધું જ બરાબર મિકસ થઈ જાય એટલે એને ગાળી લો.

હવે બ્રોકોલીને ક્રશ કરી દો.

બદામને ઝીણી સમારીને તૈયાર રાખો.

હવે ફરીથી એજ પેનમા તૈયાર કરેલું મિકક્ષર રેડો.

હલાવતાં રહો…હવે એમાં વાટેલી બ્રોકલી નાંખી દો.

બદામ પણ નાંખો.

સ્વાદ મુજબ મીઠું ઉમેરો.

બસ બે કે ત્રણ મિનિટ હલાવીને ગેસ બંધ કરી દો.

યાદ રહે કે આ સુપ જ્યારે પીરસવાનો હોય એના પહેલાં જ બ્રોકલીને નાંવી જેથી એનો રંગ એવોને એવો જ રહે છે.

બસ તૈયાર છે ગરમાગરમ સુપ….એક બ્રોકલી સજાવટ માટે રાખવી એને સુપના બાઉલમાં ઉપર મૂકીને સર્વ કરી શકાય છે.

જો આપને આ રેસીપી ગમી હોય તો અવશ્ય જણાવશો.

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *