બુંદી-પોમેગ્રેનટ ડીપ – ફ્રેશ દાડમના જ્યુસમાંથી બનાવો આ નવીન ડીપ બાળકોને ખુબ પસંદ આવશે..

બુંદી-પોમેગ્રેનટ ડીપ :

અત્યારે ઘણા જ્યુસી ફ્રેશ ફ્રૂટ માર્કેટમાં મળે છે. જેવાકે કાળી અને લીલી દ્રાક્ષ, સંતરા, મોસંબી, તરબુચ, દાડમ-પોમેગ્રેનટ…. વગેરે.. તેમાંથી આજે હું દાડમના જ્યુસના ડીપની રેસિપિ આપી રહી છું. કેમકે દાડમ ખૂબજ ન્યુટ્રિયંટથી ભરપૂર છે.ટુંકમાં કહીએ તો તેમાં વિટામિન સી ખૂબજ છે. દાડમ કેન્સર મટાડવામાં મદદ રુપ થાય છે. અલ્ઝાઇમર રોગ સામે રક્ષણ આપે છે. ખોરાકનું ઝડપથી પાચન કરે છે. શરીરમાં થતી બળતરા મટાડે છે. સંધીવા અને હ્રદય રોગ મટાડે છે. આમ દાડમ કે દાડમના જ્યુસમાં શારિરીક સમસ્યાઓ દૂર કરવા માટેના આ ઉપરાંત પણ અનેક ગુણો રહેલા છે. આપણે પણ દાડમ કે દાડમના જ્યુસની વાનગીઓ આપણા આહાર સાથે લેવી જોઇએ. અહિં હું બુંદી પોમેગ્રેનટ ડીપની રેસિપિ આપી રહી છું. જે બધાને ચોક્કસથી પસંદ પડશે.

બુંદી-પોમેગ્રેનટ ડીપ માટેની સામગ્રી :

  • 1 કપ દાડમના દાણા અથવા
  • 3 ટેબલ સ્પુન દાડમનું જ્યુસ
  • 1 કપ દહીં
  • ½ ટી સ્પુન બ્લેક મરી પાવડર
  • ½ ટી સ્પુન આખુ જીરું-અધક્ચરું ખાંડેલું
  • ¼ ટી સ્પુન સંચળ પાવડર
  • પિંચ મીઠું
  • 1 ટી સ્પુન લીલા મરચા બારીક કાપેલા
  • ½ ટી સ્પુન આદુની પેસ્ટ અથવા ખમણેલું આદુ
  • ½ ટેબલ સ્પુન બારીક કાપેલી કોથમરી

બુંદી-પોમેગ્રેનટ ડીપ બનાવવાની રીત :

સૌ પ્રથમ દાડમ – પોમેગ્રેનટમાંથી તેના દાણા કાઢી લ્યો.

દાડમના દાણાને વાયરની ચાળણી માંથી(પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે) હાથથી કે સ્પુનથી પ્રેસ કરીને 3 ટેબલ સ્પુન જેટલો જ્યુસ કાઢી લ્યો.

ત્યારબાદ એક બાઉલમાં દહીં લ્યો. તેને હેંડ વ્હિપરથી થોડું વ્હિપ કરી લ્યો.

ત્યારબાદ તેમાં પિંચ મીઠું, ½ ટી સ્પુન આખુ જીરું-અધક્ચરું ખાંડેલું, ½ ટી સ્પુન બ્લેક મરી પાવડર અને ¼ ટી સ્પુન સંચળ પાવડર ઉમેરી મિક્ષ કરો.

હવે તેમાં 1 ટી સ્પુન લીલા મરચા બારીક કાપેલા, ½ ટી સ્પુન આદુની પેસ્ટ અથવા ખમણેલું આદુ અને ½ ટેબલ સ્પુન બારીક કાપેલી કોથમરી ઉમેરી બરાબર હલાવીને મિક્ષ કરો.

ત્યારબાદ તેમાં દાડમમાંથી કાઢેલું 3 ટેબલ સ્પુન જ્યુસ ઉમેરી દ્યો. સરસથી મિક્ષ કરો. તેનાથી ડીપમાં સરસ કલર તો આવશે જ, સાથે સાથે તે હેલ્થ માટે પણ ખૂબજ પૌષ્ટિક બની જાય છે. તેમાં ડીપ કરીને ખાવામાં આવતા ફ્રાય કરેલા સમોસા, કચોરી વગેરેનું સરળતાથી પાચન થઇ જાય છે.

હવે ડીપ ને થોડું ટેસ્ટી બનાવવા માટે તેમાં બેસનની તીખી કે મોળી બુંદી ઉમેરી મિક્ષ કરો. મોળી બુંદી ઉમેરી હોય તો તેમાં થોડો લાલ મરચુ પાવડર ઉમેરી શકાય.

ત્યારબાદ સર્વિંગ બાઉલમાં બુંદી પોમેગ્રેનટ ડીપ પોર કરી ભરો.

હવે તેના પર ઉપરથી થોડી બુંદી, બારીક સમારેલી કોથમરી મરચા અને દાડમના દાણાથી ગાર્નિશ કરો.

નાના મોટા બધાને આ હેલ્ધી ડીપ ખાવું ખૂબજ પસંદ પડશે. તો જરુરથી મારી આ રેસિપિ ફોલો કરી બુંદી પોમેગ્રેનટ ડીપ ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *