બુંદીના લાડુ – મીઠાઇવાળાની દુકાન જેવા બૂંદીના લાડુ બનાવાની પરફેક્ટ રેસિપી

આજે આપણે બનાવીશું મીઠાઈ વાળા ની દુકાન જેવા બુંદીના લાડુ. કોઈપણ ચાસણી ની કડાકૂટ વગર અને બુંદીના ઝારા વગર. ઘરમાં જ રહેલી વસ્તુમાંથી બુંદીના લાડુ સરળ રીતે બનાવીશું. જેથી બધા આસાનીથી બનાવી શકે. બુંદીના લાડુ એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે.જેને તમે એક અઠવાડિયા પછી પણ ખાસો તો સોફ્ટ જ રહેશે. તે ડ્રાય નહી લાગે. અને મીઠાઈ વાળા ની દુકાન કરતા પણ સરસ બને છે. તમે આ રેસિપી બુંદીના લાડુ બનાવશો તો એકવાર બનાવશો તો વારંવાર બનાવશો.મીઠાઈ વાળા દુકાન ને પણ ભૂલી જશો. તો ચાલો આપણે બનાવીએ બધાના મનપસંદ બુંદીના લાડુ. પહેલા આપણે તેની સામગ્રી જોઈએ.

સામગ્રી

  • બેસન
  • ખાંડ
  • દેસી ઘી
  • તેલ
  • ફૂડ કલર
  • બેંકિંગ સોડા
  • કેસર
  • ઈલાયચી પાવડર
  • કાજુ,બદામ,પિસ્તા
  • તડબૂચના બીયા

રીત-

1- હવે આપણે બનાવવાનું શરૂ કરીએ.

2- આપણે બુંદી ઘરે કાણાંવાળો ઝારો હોય તેનાથી પણ બનાવી શકાય. અને બજારમાં તેનો સ્પેશિયલ ઝારો પણ મળે છે તે પણ તમે યુઝ કરી શકો છો. અને કાણાવાળા વાડકા થી પણ બુંદી બનાવી શકાય છે.

3- હવે આપણે દોઢ કપ બેસન લઈશું. આટલા બેસન માંથી આપણા 1 કિલો જેટલા બુંદીના લાડુ બની જાય છે.

4- હવે આપણે બેસનને ચારણીમાં ચારી લઈશું. આપણે ધ્યાન રાખવાનું કે જ્યારે પણ બેસનની કોઈપણ વસ્તુ બનાવતા હોય તો પહેલા આપણે બેસન ચારી ને જ યુઝ કરીશું.

5-હવે આપણે ખીરું બનાવી દઈશું. હવે આપણે એક કપ પાણી લઈશું. થોડું થોડું પાણી નાખતા જઈશું અને બેસનમાં ગઠ્ઠા ના પડે તે રીતે હલાવતા જઈશું.

6- હવે આપણે એક કપ પાણી નાખી દીધું છે પણ હજુ થોડી જરૂર છે તો થોડું પાણી લઈશું. તેમાંથી આપણે થોડું પાણી નાખીશું.તેને સરસ ફેટી ને મિક્સ કરી લઈશું.

7- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. ખીરામાં સવા કપ જેટલું પાણી ગયું છે. તો પાણી તમારા બેસન મુજબ વધ ઘટ થઈ શકે છે.

8- તમારા ખીરા માંથી ડ્રોપ પડે તે રીત નું ખીરું તૈયાર કરવું.ડ્રોપ પડવા લાગે એટલે સમજવાનું કે તમારું ખીરૂ તૈયાર થઈ ગયું છે.

9- આપણે ખીરાને એકથી બે મિનિટ સતત ફેટી લેવાનું છે.એકદમ હલકું કરી લેવાનું છે. ફેટિયા પછી તેના પર બબલ્સ આવી જવા જોઈએ.

10- હવે ખીરામાં આપણે ફૂડ કલર નાખીશું. લગભગ બેથી ત્રણ ડ્રોપ નાખીશું. તમને પસંદ હોય તો તમે નાખી શકો છો. એમ નમ પણ બનાવી શકો છો. અને હળદર પણ નાખી શકો છો.

11- હવે ફૂડ કલર નાખીને બરાબર હલાવી લેવાનું છે. ફૂડ કલર નાખવાથી એકદમ મીઠાઈ વાળા ની દુકાન જેવા બુંદીના લાડુ બને છે.

12- હવે આપણે તેમાં ચપટી બેકિંગ સોડા નાખીશું. અને તેને બરાબર ફેટી લેવાનું છે.

13- જો તમારે બેકિંગ સોડા ના નાંખવો હોય તો બેથી ત્રણ મિનિટ સુધી ફેટી લેવાનું.

14- હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું.અને કાણાવાડા વાડકો લેવાનો છે.અને કઢાઈ પર પકડીને ઉપરથી ખીરું રેડવાનું છે.

15- આપણે વાડકા ને થોડો ઉંચો રાખવાનો છે. નીચો નથી રાખવાનો. અને હલાવવાનો પણ નહીં.

16-હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી બુંદી સરસ નાની નાની પડી છે. બુંદી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લઈશું.

17- આપણે વાડકા ને ઊંચો રાખવાથી જે બુંદી પડે છે તે તેલ મા સેટ થઈ જાય છે અને બીજી પડે તે પણ સેટ થઈ જાય છે.આથી વાડકા ને ઉપર ઊંચો રાખવો.

18- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી બુંદી ફ્રાય થઈ ગઈ છે.અને એકદમ નાની નાની પડી છે.અને જો તમારે મોટી બુંદી જોઈએ તો તમે મોટા કાણા વારો વાડકો લઈ શકો છો.

19- જ્યારે આપણે બીજી વાર બુંદી પાડી એ ત્યારે વાડકા ને સરસ ધોઈને કોરો કરી લેવાનો છે. પછી તેને યુઝ કરવાનો છે.

20- હવે તેમાં ચારથી પાંચ ચમચી જેટલું ખીરુ નાખીશું. વાડકા ને ઉપર જ રાખીશું.તેને સેજ પણ હલાવશુ નહીં.તેની જાતે જ બુંદી પડવા દઈશું.

21- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી બુંદી સરસ નાની નાની પડી ગય છે.હવે થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું.

22- આજ રીતે તમે તીખી બુંદી પણ બનાવી શકો છો. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી બુંદી તૈયાર થઈ ગઈ છે.એકદમ નાની નાની અને સરસ બુંદી બની છે.

23- બુંદી આપણે એક બાઉલમાં કાઢી લઈશું. બાકીના ખીરાને આજ રીતે બનાવી લઈશું.

24- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી બધી બુંદી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે સરસ બની છે.

25- હવે આપણે બુંદી માં નાખવા માટે ચાસણી બનાવી લઈશું.

26- ચાસણી બનાવવા માટે આપણે નોન સ્ટીક ની એક પેન લઈશું. તેમાં આપણે દોઢ કપ ખાંડ લઈશું.

27- આપણે જેટલું બેસન લીધું હતું. તેટલી જ ખાંડ લેવાની છે. તેની મીઠાશ સરસ બને છે અને પરફેક્ટ બને છે. હવે તેમાં તેટલું જ પાણી નાખીશું. દોઢ કપ ખાંડ દોઢ કપ પાણી નાખીશું.

28- હવે આપણે ખાંડમાં પાણી નાખ્યા પછી તેને સતત હલાવતા રહેવું. જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી હલાવતા રહીશું.

29- હવે આપણી ખાંડ ઓગળી ગઈ છે.અને તેને ત્રણથી ચાર મિનિટ સુધી ઉકળવા દઈશું. આપણી ચાસણીમાં આપણે કોઈપણ તાર નથી લેવાના.

30- ફક્ત મધ જેવી ચીકણી થાય ત્યાં સુધી ઉકળવા દઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને ચાસણી ને ચેક કરીશું. મધ જેવી ચીકણી થઇ ગઇ છે તો આપણી ચાસણી તૈયાર છે.

31- હવે તેમાં આપણે એક નાની ચમચી ઈલાયચી પાવડર નાખીશું.અને પા ચમચી કેસર નાખીશું. હવે તેને સરસ મિક્સ કરીને અડધી મિનિટ માટે ઉકાળી લઈશું.

32- હવે આપણે તેમાં બુંદી નાખીશું. અને સરસ મિક્સ કરી લઈશું.

33- હવે બુંદી નાખ્યા પછી એવું લાગશે કે આપણી ચાસણી વધારે છે. આપણે તેને ઢાંકીને ધીમા ગેસ પર કુક કરવાનું છે.

34- આપણી બુંદી ચાસણી પી જશે. અને એ બુંદી ફૂલી ને ડબલ થઇ જશે. ઢાંકીને બે મિનિટ માટે કુક કરી લઈશું.

35- આપણી વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બધી ચાસણી સોસાય ગઈ છે. બુંદી પણ છુટ્ટી પડવા લાગી છે.

36- હવે જો તમને વીડિયોમાં દેખાય છે ને એકદમ સરસ મિક્સર લાડુ નું થઈ ગયું છે.

37- હવે આપણે ફરીથી ઢાંકીને ગેસ બંધ કરી ને ત્રણથી ચાર મિનિટ રહેવા દઈશું.

38- જેથી આપણી બુંદી સરસ સિજાયજાય.હવે ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણું બુંદીના લાડુ નું મિક્સર છે તે એક બાઉલમાં કાઢી લઈશું.

39- આપણું મિક્સર બહુ ઠંડુ નહીં અને બહુ ગરમ નહી એવું હોવું જોઈએ. તમે હાથ થી વારી શકો તેવું હોવું જોઈએ.

40- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી બુંદી એકદમ સરસ છૂટી છૂટી લાગે છે.હવે આપણે તેમાં બે મોટી ચમચી કાજુ બદામ પિસ્તા ને જીણા સમારી લીધા છે.

41- હવે તેમાં આપણે તડબુચના થોડા બીયા નાખીશું.હવે આપણે તેમાં એક નાની ચમચી જેટલું દેશી ઘી નાખીશું.

42- આપણે દેશી ઘી નાખવાથી લાડુમા એકદમ સાયનીગ આવી જશે. આપણું બેટર પણ સરસ મિક્સ થઈ જશે.

43- હવે આપણે લાડુ વારી લઈશું અને હાથ માં થોડું પાણી લગાવી લઈશું.અને ત્યાર બાદ લાડુ વાળી લેવાના. પાણીવાળા હાથ કરવાથી લાડુનો મિક્સર હાથમાં ચોટતું નથી.

44- હવે તમને જે સાઈઝના લાડુ પસંદ હોય તે રીતે તમે વાળી શકો છો. તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ ઈઝીલી લાડુ વળી જાય છે.

45- હવે આપણા લાડુ બની ગયા છે. તે તમે વીડિયોમાં જોઈ શકો છો. બન્યા છે ને એકદમ મીઠાઈ વાળા ની દુકાન જેવા. આપણે એ જ રીતે બાકીના બધા લાડુ વાળી લઈશું.

46- હવે આપણા લાડુ તૈયાર થઈ ગયા છે એકદમ મીઠાઈ વાળા ની દુકાન જેવા તેને આપણે ઉપરથી પિસ્તા થી ગાર્નીશિંગ કરીશું.

47- આ લાડુ આપણે ભગવાનને ભોગ મા પણ ધરાવાય છે.અને કોઈપણ તહેવારમાં પણ બનાવી શકો છો.આપણા લાડુ ડ્રાય નથી બન્યા. એકદમ સોફ્ટ છે અંદર થી તો તમે આ રેસીપી થી ચોક્ક્સ થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *