જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં વેપારી લોકો સંભાળીને ચાલે

*તારીખ ૨૯-૦૫-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- ચૌદશ‌ ૧૪:૫૬ સુધી.
*નક્ષત્ર* :- કૃત્તિકા અહોરાત્ર.
*વાર* :- રવિવાર
*યોગ* :- અતિગંડ ૨૨:૫૩ સુધી.
*કરણ* :- શકુની,ચતુષ્પદ.
*સૂર્યોદય* :-૦૫:૫૮
*સૂર્યાસ્ત* :-૧૯:૧૩
*ચંદ્ર રાશિ* :- મેષ ૧૧:૧૬ સુધી. વૃષભ
*સૂર્ય રાશિ* :- વૃષભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.*

*વિશેષ* સાવિત્રી વ્રત (અમાવસ્યાપક્ષ).

*મેષ રાશિ*

રવિવાર રજાનો દિવસ જુના-નવા સંબંધો તાજા થાય હરવા ફરવામાં દિવસ પસાર થાય અકસ્માતથી સંભાળવું.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

આજનો દિવસ ખર્ચ વ્યય વાળો રહે.અંગત મિત્રનું સાનિધ્ય માણી શકો. વાહન સંપત્તિના પ્રશ્ને ચર્ચા વિચારણા શક્ય રહે.વાહન ચલાવતા સંભાળવું.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

આજ રવિવારનો દિવસ થોડો આળસ ભર્યો નીવડે.ગૃહજીવનના કાર્યો અંને સંતાનના પ્રશ્નો હલ કરવામાં પસાર થાય.એકંદરે સાનુકૂળ દિવસ.
*શુભરંગ*:-ગ્રે
*શુભ અંક*:-૪

*કર્ક રાશિ*

રજાનો દિવસ પરિવારના કાર્યોમાં સાનુકૂળતા રહે.સંબંધી મિત્રો સાથે મુલાકાત થાય.સંતાનના કાર્ય અંગે સાનુકૂળતા બને.
*શુભ રંગ*:-નારંગી
*શુભ અંક*:- ૮

*સિંહ રાશી*

રવિવારનો દિવસ સખત પરિશ્રમ ભર્યો બની રહે.મહેમાનનું આગમન આનંદમાં ઉમેરો કરે. સામાજિક કામ અંગે વ્યસ્તતા વધે.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૫

*કન્યા રાશિ*

આજે રવિવારનો દિવસ કેટલીક ખરીદીમાં ખર્ચાળ નીવડે.મનમુટાવ ટાળવા.આરોગ્ય અંગે કાળજી લેવી.
*શુભ રંગ*:-લીલો
*શુભ અંક*:- ૩

*તુલા રાશિ*

આજનો દિવસ પોતાની ઇચ્છા મુજબ ન વીતે.અંતઃકરણમાં ઉદ્વેગ અશાંતિ રહે.સંતાન અંગે ચિંતા રહે.સામાજિક જવાબદારી વધે.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક*:- ૨

*વૃશ્ચિક રાશિ*

આજે રવિવારનો દિવસ બહારના કાર્યોમાં પસાર થાય. સંપત્તિ વાહનના પ્રશ્ને ચિંતા ઉદભવે.મૂંઝવતા પ્રશ્નો હલ થઇ શકે.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

આજનો દિવસ આવાગમનમાં પસાર થાય.સંતાનના સંબંધો અંગે ચર્ચા સાનુકૂળ બને.પ્રવાસ મુસાફરી નું આયોજન ગોઠવાતું જણાય.
*શુભરંગ*:-પીળો
*શુભઅંક*:- ૮

*મકર રાશિ*

આજનો દિવસ આયોજનમાં વીતે.પારિવારિક મિલન-મુલાકાત થાય.આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
*શુભ રંગ* :- જાંબલી
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

રજાનો દિવસ વિશેષ કામકાજમાં વીતે.જરૂરતના નાણા મળી રહે. પારિવારિક સમસ્યાઓ હલ થતી જણાય.
*શુભરંગ*:-વાદળી
*શુભઅંક*:- ૭

*મીન રાશિ*

આજે રવિવારનો દિવસ પરિવાર સાથે મિલન-મુલાકાત થાય. વાણી-વર્તનમાં સંભાળવું.પ્રવાસ મુસાફરી મજાની રહે.
*શુભ રંગ* પોપટી
*શુભ અંક*:-૧

Leave a comment

Your email address will not be published. Required fields are marked *