બટર નાન રોટી – ડીનરમાં ઘઉંની રોટલીના બદલે કંઈક અલગ ખાવું હોય તો તેના માટે બટર નાન રોટી બેસ્ટ ઓપ્શન છે.

બટર નાન રોટી :

રોટીઓ અનેક પ્રકારની બનતી હોય છે જેવી કે સાદી ઘઉંની રોટલી, રુમાલી રોટી, શીરમલ રોટી, બટર નાન રોટી, બટર નાન રોટી-તંદુરી…. દરેક ભારતીયને પોતાના રોજિંદા ભોજનમાં રોટલીઓ પસંદ છે. બટર નાન રોટી એ ખાસ કરીને પંજાબી રોટી છે. નાન કરતા થોડી પાતળી હોય છે.

ઘઉંના લોટમાંથી બનાવવામાં આવતી રેગ્યુલર રોટલી કરતા મેંદાના લોટમાંથી બનવવામાં આવતી આ બટર નાન રોટી થોડી થીક હોય છે તેમજ તંદુરમાં બનાવવામાં આવતી હોય છે.

મેંદાના લોટમાં યીસ્ટ અથવા બેકીંગ સોડા અને બેકીંગ પાવડર ઉમેરવામાં આવતા હોય છે તેમજ લોટ બાંધવામાં મિલ્કનો ઉપયોગ કરવામાં આવે છે અને બટરનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી વધારે સોફ્ટ બને છે. તેના પર કાળાતલ કે કલૌંજી અને કોથમરી લગાવીને શેકવામાં આવે છે. ગાર્લીક નાન બનાવવા માટે થીક નાન બની ગયા પછી ક્રશ કરેલા લસણને બટરમાં મિક્ષ કરીને ઉપરથી લગાવવામાં આવે છે. તે પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. બટર રોટી છોલે, દાલ મખની, શાહી પનીર વગેરે પેજાબી સબ્જી સાથે અથવા તો પનીર અને ગ્રેવીવાળી કોઈ પણ સબ્જી સાથે સર્વ કરવામાં આવતી હોય છે.

કોઈ પણ ફંક્શન, હોટેલ કે રેસ્ટોરંટમાં સર્વ કરવામાં આવતી આ બટર નાન રોટી બહુ લોકપ્રિય છે.

પરંપરાગત રીતે દરેક પ્રકારની નાન તંદૂરમાં શેકીને બનાવવામાં આવતી હોય છે.

ડીનરમાં ઘઉંની રોટલીના બદલે કંઈક અલગ ખાવું હોય તો તેના માટે બટર નાન રોટી બેસ્ટ ઓપ્શન છે.

અહીં હું આપ સૌ માટે યીસ્ટ વગરની તવામાં શેકેલી સોફ્ટ બટર નાન રોટીની રેસિપિ આપી રહી છું, જે ઠર્યા પછી પણ કયારેય ચવ્વડ ના થતા સોફ્ટ જ રહે છે. અહીં મેં સોડા બાય કાર્બ કે યીસ્ટનો ઉપયોગ કર્યો નથી.

બટર નાન રોટી બનાવવા માટેની સામગ્રી :

 • 2 કપ મેંદો
 • ½ કપ ટી સ્પુન મીઠું
 • ½ ટી સ્પુન બેકીંગ પાવડર
 • 2 ટેબલ સ્પુન સુગર
 • 2 ટેબલ સ્પૂન ઓઇલ
 • 1 ½ ટેબલ સ્પુન દહીં
 • કાળા તલ અથવા કલૌંજી – જરુર મુજબ
 • બારીક કાપેલી કોથમરી – જરુર મુજબ
 • ¾ કપ હુંફાળું મિલ્ક
 • બટર જરુર મુજબ-ઉપર લગાવવા માટે
 • ½ ટી સ્પુન ઓઇલ – કણેકને કોટીંગ કરવા માટે

બટર નાન રોટી બનાવવા માટેની સામગ્રી :

એક મિક્સિંગ બાઉલમાં સૌ પ્રથમ 2 કપ મેંદો ચાળી લ્યો. હવે તેમાં વચ્ચે જગ્યા કરો. તેમાં ½ ટી સ્પુન મીઠું, ½ ટી સ્પુન બેકીંગ પાવડર, 2 ટેબલ સ્પુન સુગર અને 2 ટેબલ સ્પૂન ઓઇલ ઉમેરો.

બધું મિક્ષ કરી લ્યો.

હવે તેમાં 1 ½ ટેબલ સ્પુન હુંફાળું દૂધ ઉમેરો. જરુર મુજબ હુફાળું દૂધ ઉમેરતા જઇ સોફ્ટ કણેક તૈયાર કરો. કણેક સોફ્ટ થાય ત્યાં સુધી સારી રીતે મસળી લ્યો.

ત્યારબાદ તેના પર ઓઇલથી કોટીંગ કરીને તેને ઢાંકીને 30 મિનિટ થી 1 કલાક સુધી રેસ્ટ આપો.

ત્યારબાદ તેને ફરી હલકા હાથે મસળી લ્યો.

હવે તેમાંથી 5-6 લુવા બનાવો. લુવાને ઢાંકીને મિનિટ રેસ્ટ આપો.

ત્યારબાદ એક લુવુ લઇ જરા પ્રેસ કરી તેની લંબગોળ રોટી નાન વણી લ્યો. અટામણ માટે મેંદો લેવો નહી, જરુર પડે તો ઓઇલ લગાવી વણવું.

ઉપરની બાજુએ રોટી નાન પર કાળા તલ અથવા કલૌંજી અને બારીક કાપેલી કોથમરી લગાવી દ્યો. તેનાં પર હલકા હાથે વેલણથી વણી લ્યો. એટલે તે બરાબર સ્ટીક થઈ જાય.

હવે નાનને ફ્લેટ બોર્ડ પર પલટાવીને અથવા ફાવે તો હાથમાં લઈને પલ્ટાવીને તેના પર ઓલ ઓવર સારી રીતે પાણી લગાવી દ્યો. જેથી લોખંડના તવામાં બરાબર સ્ટીક થઈ જાય. લોખંડના તવામાં બટર રોટી નાન તંદુર જેવીજ સરસ શેકાય છે.

રોટી નાન બનાવવા માટે હેંડલ વાળો લોખંડનો તવો વાપરવાથી પર્ફેક્ટ રીઝલ્ટ આવશે.

તવાને મિડિયમ ફ્લૈમ પર બરાબર ગરમ કરી તેના પર પાણી લગાવેલી સાઇડ આવે તે રીતે રોટી નાન શેકવા માટે મૂકો.

નીચેથી બરાબર શેકાઇને 1 થી 1 ½ મિનિટ થતા તેમાં ઉપર બબલ ફુલતા દેખાશે. બબલ બરાબર ફુલી જાય એટલે તવાને ફ્લૈમ પર ઉંધો રાખો. નાન રોટીને અડકે નહીં એ રીતે થોડો ઉંચો રાખો.

તાપ લાગવાથી તેમાં બબલ પર ગોલ્ડન બ્રાઉન કલર ઇમ્પ્રેસ થતો દેખાય અને સરસ કૂક થઇ જાય એટલે તવાને સીધો કરીને તવેથા વડે તવામાંથી નાન રોટી અલગ કરી લ્યો. પ્લેટમાં ટ્રાંસફર કરો.આ રીતે બધી બટર નાન રોટી બનાવી લ્યો.

હવે નાન રોટી પર બ્રશ વડે સારા એવા પ્રમાણમાં બટર લગાવી ગરમા ગરમ સર્વ કરો.

(બટર બ્રશથી જ લગાવવું, સ્પુનથી લગાવવાથી બટર નાન રોટી પરથી કલૌંજી વગેરે અલગ થઈ જશે).

દરેક પંજાબી વેજીટેબલ કે પનીર અને ગ્રેવી વાળા વેજીટેબલ સાથે સર્વ કરો. બધાને ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *