કેપ્સ્પિકમ સ્પાયરલ – બાળકો જોઈને જ ખાવા માટે લલચાઈ જશે, આજે જ ટ્રાય કરો…

કેપ્સ્પિકમ સ્પાયરલ :

માર્કેટ માં ત્રણ કલરનાં કેપ્સિકમ આવતા હોય છે… રેડ, ગ્રીન અને યલો.. સામાન્ય રીતે બીજા શાકભાજીઓ જેટલી કેપ્સિકમની વાનગીઓ આપણે બનાવતા નથી. બાળકો અને મોટાઓ પણ ઘણી વખત કેપસિકમ ખાવાનું એવોઇડ કરતા હોય છે. તો આજે હું ગ્રીન કેપસિકમના સ્પાયરલ બનાવવાની રેસિપિ આપી રહી છું. જે નાના બાળકો થી માંડીને વડીલો સુધીના બધા લોકો ચોક્કસ થી ભાવશે.

કેપ્સ્પિકમ સ્પાયરલ બનાવવા માટેની સામગ્રી:

  • 2 કપ ચોખાનો જીણો લોટ
  • 1 ક્પ ચણાનો જીણો લોટ
  • 2 સ્પુન અડદનો જીણો લોટ
  • 2 સ્પુન ચોખાના પૌંઆનો પાવડર
  • 2-3 ગ્રીન કેપ્સિકમ – સ્પાયરલ કટ કરેલા- પાતળી લામ્બી સ્ટ્રીંગ માં કાપેલા
  • સોર બટર મિલ્ક – જરુર મુજબ
  • ¾ ટી સ્પુન સોડા બાય કાર્બ
  • 1 ટી સ્પુન ઇનો ફ્રુટસોલ્ટ
  • 2 ટી સ્પુન લેમન જ્યુસ
  • 1 ટી સ્પુન ક્રશ કરેલ લીલુ કે ફ્રેશ લાલ મરચુ
  • 1 ટી સ્પુન કોથમરી બારીક કાપેલી
  • 1ટી સ્પુન આદુ ની પેસ્ટ
  • પિંચ ગરમ મસાલો
  • પિંચ હિંગ
  • 1 ટેબલ સ્પુન બારીક કાપેલું લીલુ લસણ
  • ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • 1 ટી સ્પુન ધણાજીરું પાવડર
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • 1 ટી સ્પુન સુગર
  • સોલ્ટ જરુર મુજબ
  • ઓઇલ – કૂક કરવા માટે

ગાર્નિશિંગ માટે:

  • કોથમરી બારીક કાપેલી જરુર મુજબ
  • 2 ટેબલ સ્પુન બારીક કાપેલું લીલું લસણ
  • લાલ મરચુ પાવડર – જરુર મુજબ

કેપ્સીકમ સ્પાયરલ માટેનું બેટર બનાવવાની રીત :

એક મોટા મિક્સિંગ બાઉલ માં 2 કપ ચોખાનો જીણો લોટ, 1 ક્પ ચણાનો જીણો લોટ, 2 સ્પુન અડદનો જીણો લોટ અને 2 સ્પુન ચોખાના ગ્ર્રાઇંડ કરેલા ડ્રાય પૌંઆ મિક્સ કરી લો.

હવે તેમાં હુંફાળી સોર બટર મિલ્ક ઉમેરી લચકા પડતું બેટર બનાવો. 1 ટી સ્પુન ખાંડ અને જરુર મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી લ્યો. અને ઢાંકી ને ગરમ જગ્યામાં 5-6 કલાક મૂકી રાખો.

5-6 કલાક પછી તેમાં 1 ટી સ્પુન ક્રશ કરેલ લીલુ કે ફ્રેશ લાલ મરચુ, 1 ટી સ્પુન કોથમરી બારીક કાપેલી, 1 ટી સ્પુન આદુની પેસ્ટ, પિંચ ગરમ મસાલો, પિંચ હિંગ, 1 ટેબલ સ્પુન બારીક કાપેલુ લીલુ લસણ, ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર, 1 ટી સ્પુન ધણાજીરું પાવડર અને ½ ટી સ્પુન હળદર પાવડર ઉમેરી મિક્સ કરો.

ખમણ કરતા પણ થીક બેટર રાખો.

*જરુર પડે તો બેટરમાં બટર મિલ્ક ઉમેરો. *જરુર પડે તો ટાઇટ બેટર કરવા માટે ચોખાનો લોટ ઉમેરો. અથવાતો 5-6 કલાક પછી જ્યારે બેટરનું બાઉલ ખોલો, ત્યારે તેમાં ઉપર પાણી દેખાય તો તેને બહાર નિતારી લ્યો. જેથી બેટર થીક રહે. લોટ મિક્સ કરવો નહી પડે.

હવે તેમાં ½ ટી સ્પુન સોડા બાય કાર્બ અને 1 ટી સ્પુન ઇનો ફ્રુટસોલ્ટ અને તેના પર લેમન જ્યુસ ઉમેરી, હલાવી ને બરાબર મિક્સ કરો.

બેટર સરસ ફ્લ્ફી અને આથો આવેલું દેખાશે.

પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે કેપ્સિકમ માંથી સ્પાયરલ કાપી લ્યો.

હવે નોન સ્ટીક તવિ માં 4-5 ડ્રોપ્સ ઓઇલ મૂકી બરાબર ગરમ થાય એટલે તેમાં 2 મોટા ચમચા તૈયાર કરેલું બેટર મૂકી થોડું સ્પ્રેડ કરો ( પિક્ચર માં બતાવ્યા પ્રમાણે) તેના પર સ્પાયરલ શેઇપમાં કેપસિકમ ની કાપેલી સ્ટ્રીંગ મૂકી દ્યો.

* જરાક જ પ્રેસ કરો. જેથી નીચે સુધી ના પહોંચે. નીચે થી બેટર પર જ રહે.

તેના પર લાલ મરચું પાવડર, કોથમરી અને લીલું લસણ સ્પ્રિંકલ કરો. તવેથા થી જરા પ્રેસ કરો. ઉપર 6-7 ડ્રોપ્સ ઓઇલ મૂકો.

હવે બીજુ ઓઇલ મૂકી નીચેની સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરી લ્યો.

હવે પલટાવીને બીજી સાઈડ (ઉપરની સાઈડ કે જેના પર બધું સ્પ્રિંકલ કર્યુ છે જે પલટાવવાથી નીચે બાજુ આવી જાશે) પણ એજ રીતે ઓઇલ મૂકી ને કૂક કરી લ્યો.

બાકીના બેટરમાંથી આ જ પ્રમાણે બાકીના કેપ્સિકમ સ્પાયરલ બનાવી લ્યો.

હવે સર્વિંગ પ્લેટમાં મૂકો. સેંટરમાં સોસનું મોટું ડ્રોપ મૂકી ગ્રીન ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

બધાને ખુબજ ભાવશે. કોથમરી અને લીલું લસણથી પ્લેટ પણ ગાર્નિશ કરો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *