વેજ. કેપ્સીકમ વીથ કર્ડ – રોજ એકનું એક શાક ખાઈને કંટાળી ગયા હશો તો બનાવો શાક.

વેજ. કેપ્સીકમ વીથ કર્ડ :

રેગ્યુલર લેવાતા ભોજનમાં શાક, રોટલી, દાળ, ભાત, સંભારા કે રાયતા કે અથાણા વગેરે ખવાતું હોય છે. ત્યારે સાદા ભોજનમાં જ કાંઈક નવું બનાવીને ખાવાનું મન થાય તો કેપ્સીકમનું આ વેજ. ચોક્કસથી બનાવજો.

આ માટે હું અહીં વેજ. કેપ્સીકમ વીથ કર્ડ્ની રેસિપિ આપી રહી છું, તો આ સરળ રેસિપિને ફોલો કરીને ચોક્કસથી અલગ ટેસ્ટ લેવા માટે બનાવજો. આ રેસિપિમાં કેપ્સીકમ, કર્ડ અને ચણાના લોટ સાથે થોડા સ્પાયસીસ અને કસુરી મેથી તેમજ ગરમ મસાલાની લાઈટ ફ્લેવર આપી છે. જે રેગ્યુલર ભોજન માટે ખૂબજ સ્યુટેબલ ટેસ્ટ છે.

વેજ. કેપ્સીકમ વીથ કર્ડ બનાવવા માટેની સામગ્રી :

  • 1 મોટું કેપ્સીકમ
  • 1 મોટી ઓનિયન – બારીક સમારેલી
  • ½ કપ કર્ડ + પિંચ હળદર
  • ¼ કપ ચણાનો શેકેલો લોટ
  • 1 ½ ટેબલ સ્પુન ઓઇલ
  • ¼ ટી સ્પુન હળદર પાવડર
  • 1 ટેબલ સ્પુન ધાણાજીરુ
  • 1 ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ
  • 1 લીલુ મરચુ બારીક કાપેલુ
  • 1 ટેબલ સ્પુન મરચા લસણની પેસ્ટ
  • 1 ટેબલ સ્પુન આદુની પેસ્ટ
  • 1 ¼ કપ પાણી
  • ½ ટી સ્પુન કસુરી મેથી
  • ¼ ટી સ્પુન ગરમ મસાલો
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • કોથમરી – જરુર મુજબ

ગાર્નિશિંગ માટે :

  • કેપ્સીકમની નાની પાતળી સ્લાઈઝ
  • ઓનિયનની પાતળી સ્લાઈઝ
  • કોથમરી
  • લાલ મરચુ પાવડર
  • કર્ડ
  • બધુ જરુર મુજબ લેવું

વેજ. કેપ્સીકમ વીથ કર્ડ બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ કેપ્સીકમ ધોઈને કોરા કરી લ્યો. ત્યારબાદ તેને સ્ક્વેર કટ કરી લ્યો.

હવે 1 મોટી ઓનિયન લઇ તેના ફોતરા કાઢી, તેના ચાર ભાગ કરી, તેના ફ્લેક્ષ અલગ કરી લ્યો.

ચણાનો કે રેડી બેસન લોટ શેકી લ્યો. એક બાઉલ માં ½ કપ કર્ડ + પિંચ હળદર લઇ તેમાં ¼ કપ ચણાનો શેકેલો લોટ ઉમેરી લમ્સ ના રહે એ રીતે મિક્ષ કરી એક બાજુ રાખો.

હવે એક પેન લઈ તેમાં 1 ½ ટેબલ સ્પુન ઓઇલ ઉમેરી મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો.

ત્યારબાદ ઓઇલ વઘાર થાય તેવું ગરમ થાય એટલે તેમાં 1 ટેબલ સ્પુન આખુ જીરું અને ½ તજ પત્તુ ઉમેરો.

તતડે એટલે તેમાં 1 ટેબલસ્પુન મરચા લસણની પેસ્ટ, 1 ટેબલ સ્પુન આદુની પેસ્ટ અને 1 લીલુ મરચુ બારીક કાપેલુ ઉમેરી મિક્ષ કરી સાંતળો.

હવે તેમાં 1 ઓનિયનના કાપેલા સ્ક્વેર ઉમેરી પિંક થાય ( અધકચરા કૂક થાય ) એટલે તેમાં કેપ્સીકમના કાપેલા સ્ક્વેર ઉમેરી મિક્ષ ઉમેરી દ્યો.

ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ સોલ્ટ અને ¼ ટી સ્પુન હળદર પાવડર, 1 ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ, 1 ટેબલ ધાણા જીરુ પાવડર અને ¼ ટી સ્પુન ગરમ મસાલો ઉમેરી બધું સરસથી મિક્ષ કરી લ્યો.

હવે તેને ઢાંકીને 1-2 મિનિટ કૂક કરો, એટલે ઓનિયન અને કેપીકમના સ્ક્વેરમાં બરાબર મસાલો કવર થઈ ચડવા લાગે.

ત્યારબાદ તેમાં હળદર અને શેકેલો ચણાનો લોટ ઉમેરેલું ચણાના લોટનું મિશ્રણ ઉમેરી મિક્ષ કરી લ્યો. હવે તેમાં 1 ¼ કપ ( સવા કપ ) પાણી ઉમેરી, બધું વેજ. લમ્સ ના રહે એ રીતે બરાબર મિક્સ કરી લ્યો.

તેમાં ½ ટી સ્પુન કસુરી મેથી ઉમેરી મિક્ષ કરી લ્યો. કસુરી મેથીની ફ્લેવર ખૂબજ સરસ આવશે.

5-6 મિનિટ સ્લો ફ્લૈમ પર ઢાંકીને કુક કરો. થોડી–થોડીવારે, 2-3 વખત હલાવી ઉપર નીચે કરી લ્યો તેથી વેજ કેપ્સીકમ વીથ કર્ડ બરાબર કુક થઈ જશે.

હવે પાણી મસાલામાં એબસોર્બ થઈ ઘટ્ટ થઈ જાય અને ઓઇલ છુટુ પડવા લાગે એટલે તેમાં 1 ટેબલ સ્પુન કોથમરી ઉમેરી ફ્લૈમ ઓફ કરી દ્યો. હવે આ વેજ. કેપ્સીકમ વીથ કર્ડ સર્વ કરવા માટે રેડી છે.

ખૂબજ સ્વાદિષ્ટ એવું આ વેજ. કેપ્સીકમ વીથ કર્ડ બટર રોટી નાન, પરોઠા તેમજ નાન સાથે કે રેગ્યુલર બનતી ગુજરાતી રોટલી સાથે લંચ કે ડીનરમાં સર્વ કરી શકાય. તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો. નાના-મોટા બધાને વેજ. કેપ્સીકમ વીથ કર્ડ નાના મોટા બધાને ખૂબજ ટેસ્ટી લાગશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *