કેરટ ‌- કેબેજ સ્ટફ્ડ પરાઠા – હવે બાળકોને સ્કૂલ જવા બનાવી આપો આ પરાઠા હેલ્થી તો છે જ ટેસ્ટી પણ છે…

કેરટ ‌- કેબેજ સ્ટફ્ડ પરાઠા:

ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેરેટ – કેબેજ સ્ટુફ્ડ પરાઠામાં રહેલા કેરટ વિશે જોઇએ તો કેરટ એક મૂળ.શાક્ભાજી છે. તેને એક સમ્પૂર્ણ હેલ્ધી ખોરાક માનવામાં આવે છે.

* તેમાં કેરોટિનોઇડ્સ અને વિટમિન એ હોવાથી આંખનું સ્વાસ્થ્ય જાળવી રાખેછે. રાત્રે અંધત્વ અને વય સંબંધિત સ્નાયુઓની નબળાઇ અટકાવાવામાં મદદ રુપ થાય છે.

* વજન ઘટાડવા માટે ગાજરનો રસ શ્રેષ્ઠ છે. તેનાથી કેલેરી ઓછી થાય છે.

* ગાજર માં રહેલું ફાલ્કારિનોલ નામનુ પોલી-એસીટીલીન એંટીઓક્સીડેંટ રહેલું હોય છે. જે કેંસરગ્રસ્ત કોષોને નાશ કરવામાં મદદ કરે છે. તેમાં એંટી-કાર્સિનોજેનિક નામનો ગુણધર્મ ર્હેલો છે જેનાથી કેંસરગ્રસ્ત કોષોના વિકાસ ને રોકવા માં મદદ કરે છે. તે કોલોન, પ્રોસ્ટેટ, સ્તન વગેરેના કેંસરનું જોખમ ઘટાડે છે.તો સાથે રહેલું કેબેજ …..

*કેબેજ ઓછી કેલેરીવાળુ શાક ભાજી છે. તે વિટમિન, ખનિજ અને એંટીઓક્સિડેંટસથી ભરપૂર છે. જે બળતરા ઘટડવામાં મદદરુપ થાય છે.

* કેબેજ ફાઇબર થી ભરપૂર છે. તે ડાયજેસ્ટીવ સિસ્ટમ રેગ્યુલર રાખે છે. બ્લડપ્રેશર કેંટ્રોલ કરે છે, કોલેસ્ટ્રોલ લેવલમાં રાખે છે.

*તેમાં વિટમિન કે સારા પ્રમાણમાં છે. જેનાથી બ્લડ ગંઠાઇ જતું અટકે છે. આ સિવાય પણ ઘણા ફાયદાઓ છે. તો એ બધા ફાયદાઓ મેળવવા માટે અને હેલ્થ સારી રાખવા માટે હું અહિં એક રેસિપિઆપુ છું તો ચોક્કસ ટ્રાય કરજો.

સ્ટફિંગ માટે :

  • 1 કપ કેરટ – ગાજર ખમણેલું – કાપેલું નહિ.
  • 1 ½ કપ કેબેજ – ખમણેલું – કાપેલું નહિ
  • 2 મિડિયમ ઓનિયન – ખમણેલી – કાપેલી નહિ
  • 1 કપ બટેટા –ખમણેલા
  • 2-3 લીલા મરચા – બારીક સમારેલા
  • ¾ કપ કોથમરી – બારીક સમારેલી
  • 1 ટી સ્પુન આદુ – ખમણેલું
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ટી સ્પુન મરી પાવડર
  • 1 ટેબલ સ્પુન આખુ જીરું

પરાઠાનો લોટ બાંધવા માટેની સામગ્રી :

  • 1 ½ કપ ઘઉં નો જીણો – રોટલી માટેનો લોટ
  • 2 ટેબલ સ્પુન ઓઇલ – લોટ બાંધવામાં ઉમેરવા માટે (મોણ)
  • મીઠું – સ્વાદ મુજબ
  • ½ ટી સ્પુન મરી પાવડર
  • પિંચ અજમા
  • 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • ½ ટી સ્પુન હળદર પાવડર (ઓપ્શનલ)
  • પિંચ હિંગ
  • ઓઇલ – પરાઠા કૂક કરવા માટે

કેરટ કેબેજ સ્ટફ્ડ પરાઠા બનાવવા માટે ની રીત:

એક મોટું મિક્ષિંગ બાઉલ લ્યો. તેમાં 1 કપ કેરટ – ખમણેલું ગાજર, 1 ½ કપ ખમણેલું કેબેજ, 2 મિડિયમ સાઇઝ ની ખમણેલી ઓનિયન અને 1 કપ બટેટા – ખમણેલા મિક્સ કરી લ્યો.

હવે તેમાં 2-3 બારીક સમારેલા લીલા મરચા, ¾ કપ – બારીક સમારેલી કોથમરી, 1 ટી સ્પુન ખમણેલું આદુ, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી મિક્સ કરો. જરા દબાવીને 5 મિનિટ રેસ્ટ આપો.

ત્યારબાદ કેરટ- કેબેજ વાળા મિશ્રણને બે હથેળી વચ્ચે થોડું દબાવીને તેમાં થી છૂટેલું પાણી એક બાઉલમાં નિતારી લ્યો.

ટિપ્સ: એ નિતારેલું પાણી ઉમેરીને પરાઠાનો લોટ બાંધવાનો છે. વેજીટેબલ માંથી નિતારેલું હોવાથી એ પાણી ખૂબજ પૌષ્ટિક હોય છે. પરાઠાનો લોટ બાંધવા માં ઉપયોગ કરવાથી પરાઠા પણ ખૂબજ પૌષ્ટિક બનશે.

*જો તમે ખમણેલા બટેટા કેબેજ-કેરટ ના પાણી નિતારેલા મિશ્રણ માં ના ઉમેર્યા હોય તો આ સ્ટેપ પર બાફેલા બટેટા મેશ કરીને ઉમેરી શકો છો. તેનાથી પણ બાઇડિંગ સારુ આવશે.

હવે કેરટ-કેબેજના મિશ્રણ માં 1 ટી સ્પુન મરી પાવડર, 1 ટેબલ સ્પુન આખુ જીરું અને જરુર પડે તો મીઠું ઉમેરો. કેમકે પાણી નિતારવામાં થોડી ખારાશ ઓછી થઇ જશે. થોડીવાર મિશ્રણ એમ જ રહેવા દ્યો, જેથી બરાબર સેટ થઇ જાય.(એ દરમ્યાનપરાઠાનો લોટ બાંધી લેવો).

કેરટ – કેબેજ પરાઠા માટે લોટ બાંધવા માટેની રીત :

એક મોટા મિક્સિંગ બાઉલ માં 1 ½ કપ ઘઉં નો જીણો – રોટલી માટેનો લોટ લ્યો. તેમાં 2 ટેબલ સ્પુન ઓઇલ મોણ માટે ઉમેરો. તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો, સાથે ½ ટી સ્પુન મરી પાવડર, પિંચ અજમા, 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર, ½ ટી સ્પુન હળદર પાવડર (ઓપ્શનલ), પિંચ હિંગ ઉમેરી મિક્સકરો.

હવે મિશ્રણ માંથી નિતારેલા પાણીથી પરાઠાનો લોટ બાંધો. રોટલી ના બાંધેલા લોટ કરતાં થોડો ટાઇટ લોટ બાંધવાનો હોવાથી જરુર પૂરતું સાદું પાણી પણ ઉમેરો સરસ મસળી ને લોટ બાંધો. જેથી પરોઠા સરસ બનશે.

બાંધેલા લોટ ને 10 મિનિટ રેસ્ટ આપો. ત્યારબાદ લોટને ફરી થોડો મસળી લ્યો.

હવે લોટ માંથી 12 એકસરખા ભાગ પાડીને તેના લુવા બનાવો.

તેમાંથી એક લુવુ લઇ રોલિંગ બોર્ડ પર એક રાઉંડ પરોઠું બનાવો.

તેના પર બનાવેલુ મિશ્રણ ઓલ ઓવર સ્પ્રેડ કરી દ્યો. પિક્ચરમાં આપ્યુ છે એ પ્રમાણે.

બીજું એક એજ સાઇઝ નું રાઉંડ પરોઠું બનાવી લો.

મિશ્રણ સ્પ્રેડ કરેલાપરોઠા પર બીજુ બનાવેલું પરોઠું મૂકી હલ્કા હાથે પ્રેસ કરી જરા રોલિંગ પિનથી વણી લ્યો.

ફરતી બાજુએથી બોર્ડર પર પ્રેસ કરી, તેના પર ફોર્ક (કાંટા ચમચી) વડે ફરી થી પ્રેસ કરી લો. અને ઉપર ની બાજુએ થી પણ ફોર્કથી પ્રીક કરી લ્યો.

• તેમ કરવા થી કેરટ – કેબેજ સ્ટફ્ડ પરાઠા પર સરસ ડિઝાઇન પણ પડશે અને કૂક કરતી વખતે પરાઠા ખૂલી પણ નહિ જાય એટલે કૂક કરવામાં સરળતા રહેશે.

આ પ્રમાણે બાકીના પરાઠા બનાવો.

હવે ગેસ પર નોન સ્ટીક પ્લેટ મૂકી ઓઇલ થી ગ્રીસ કરી મિડિયમ ફ્લેઇમ પર ગરમ કરો.

તેમાં પરોઠુ મૂકી એક બાજુ ઓઇલ મૂકી બ્રાઉન કલર ના સ્પોટ થાય ત્યાં સુધી કૂક કરો. એજ રીતે બીજી સાઇડ પણ કૂક કરી લ્યો.

અંદરના વેજીટેબલ્સ પણ સરસ ક્રંચી કૂક થશે. કેરટ-કેબેજ સ્ટફ પરાઠા કૂક થતી વખતે ઓનિયનની સરસ અરોમા આવશે. કેમેકે મિશ્રણ નિતારેલા પાણી થી પરાઠા નો લોટ બાંધેલો છે.

હવે ગરમાગરમ કેરટ-કેબેજ સ્ટફ પરાઠા સર્વિંગ પ્લેટ માં કર્ડ, સ્પાયસી અને સ્વીટ આચાર સાથે સર્વ કરો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *