ચાઇ મસાલા પાવડર – શિયાળુ સ્પેશિયલ ચાનો મસાલો હવે બનાવો ઘરે જ હાઈજેનીક અને સરળ રીતે…

ચાઇ મસાલા પાવડર :

ચાઇ મસાલા પાવડર એક એવો મસાલો છે કે જેનો ખુશ્બૂદાર ચાઇ બનાવવામાં ઉપયોગ થાય છે. આ મસાલો સાદી દુધમાંથી બનાવેલી ચાઇમાં ઉમેરવાથી એ ચાઇ સરસ ખુશ્બુદાર અને સ્વાદિષ્ટ બની જાય છે. મસાલાવાળી ચા પીવાથી પાચન શક્તિ વધી જાય છે. વધારે સ્ફુર્તી આવી જાય છે અને તબિયત પણ સારી રહે છે. શરદીમાં પણ ખૂબજ ફાયદાકારક છે. મસાલાવાળી ચા નાસ્તા સાથે લેવાથી વધારે ટેસ્ટી લાગે છે. ચાઇ મસાલો ડ્રાય ફોર્મમાં હોવાથી તેને લાંબા સમય સુધી સ્ટોર કરી તેનો જરુર મુજબ રોજે ઉપયોગ કરી શકાય છે.

ચાઇ મસાલા પાવડર બનાવવા માટેની સામગ્રી :

  • 50 ગ્રામ સૂંઠ પવડર
  • 20 નંગ એલચી
  • 2 નંગ કાળી એલચી – (એલચા)
  • 15 ગ્રામ લવિંગ
  • 10 ગ્રામ નટમેગ – જાયફળ
  • 15 નંગ કાળા મરી
  • 20 ગ્રામ તજનો પાવડર અથવા સ્ટીક

(જો તમને તુલસી અને ફુદિનાનો ટેસ્ટ ભાવતો હોય તો એ પણ તમારા ટેસ્ટ મુજબ આ મસાલામાં ડ્રાય તુલસીના પાન અને ડ્રાય ફુદિનાના પાન ઉમેરી પાવડર બનાવી શકાય.)

તમારી પાસે જો રેડી લવિંગ પાવડર, તજ પાવડર, મરી પાવડર, સૂંઠ પાવડર અને નટમેગ પાવડર હોય તો ઇનસ્ટન્ટલી ચાઇ મસાલા પાવડર બનાવી શકાય છે.

જો આ બધાના પાવડર ના હોય તો આખા લઈ તેને સુર્યના તાપમાં પહેલા બરાબર તપાવી લેવા ખૂબ જરુરી છે ત્યારબાદ તેને ડ્રાય રોસ્ટ કરી, ગ્રાઇંડ કરવાથી જલદીથી સરસ ફાઇન પવડર બનશે અને તેની સેલ્ફ લાઇફ વધી જશે, સ્ટોર કરવાથી લાંબો ટાઇમ ફ્રેશ રહેશે.

અહીં હું ચાઈ મસાલા પાવડરની રેસિપિ આપી રહી છું, તમે મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી એકવાર ટ્રાય કરજો.

ચાઇ મસાલા બનાવવાની રીત :

મેં અહીં રેડી તજ પાવડર, જાયફળ પાવડર અને સુંઠ પાવડરનો ઉપયોગ કર્યો છે.

*રેડીમેઇડ તજનો સુગરવાળો પાવડર પણ માર્કેટમાં મળતો હોય છે.

જો તમે આખા મસાલાનો ઉપયોગ કરતા હોવ તો એક પેનમાં 50 ગ્રામ આખી સૂંઠના નાના પીસ, 20 નંગ ગ્રીન એલચી, 2 નંગ કાળી એલચી – (એલચા), 15 ગ્રામ લવિંગ, 15 નંગ કાળા મરી અને 20 ગ્રામ તજની સ્ટીક લ્યો.

હવે એ પેનને સ્લો ફ્લૈમ પર ગરમ કરી બધા ખડા મસાલા ડ્રાય રોસ્ટ લ્યો. જાયફળ રોસ્ટ કરવાનું નથી.

બધા મસાલા રોસ્ટ થૈ જાય પછી તેને એક પ્લેટમાં ટ્રાંસ્ફર કરી લ્યો જેથી જ્લદી થી ઠંડા પડી જાય.

મસાલા બરાબર ઠંડા પડી જાય પછીથી જ ગ્રાઇંડર જારમાં ઉમેરી તેનો પાવડર બનાવી લ્યો. મેં અહીં એલચી, એલચા, મરી અને લવિંગરોસ્ટ કરીને ગ્રાઇંડ કરી 50 ગ્રામ સુંઠ પાવડરમાં ઉમેર્યા છે. ત્યારબાદ તેમાં 10 ગ્રામ નટમેગ – જાયફળ પાવડર અને 20 ગ્રામ તજનો પાવડર ઉમેરી મિક્ષ કર્યો છે.

હવે ફ્લેવરફુલ ચાઇ મસાલા પાવડર રેડી છે. ચાઇ બની ગયા પછી, 1 કપ ચાઇમાં ¼ ટી સ્પુન ચાઇ મસાલા પાવડર ઉમરી મિક્ષ કરી તેને 1-2 મિનિટ ઉકાળી ગાળી લ્યો. ખૂબજ હેલ્ધી, ટેસ્ટી ચાઇ બનશે. બધાને ખૂબજ ભાવશે.

તમે પણ આ શિયાળાની ઠંડીમાં એકવાર આવો ચાઈ મસાલા પાવડર બનાવી સ્ટોર કરી લ્યો. લાંબો ટાઇમ મજેદાર ચાઇની મજા માણો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *