આજે બનાવો ચણાની દાળના સ્વાદિષ્ટ ને પૌષ્ટિક સમોસા…

આજકાલ નાના હોય કે મોટા સૌને નમકીન ને ચટપટી વસ્તુ જ ભાવે છે.

રોજ એક ને એક નાસ્તામાં કે જમવામાં ડિશ નથી ભાવતી. માટે, દરેક ઘરે રોજ કોઈને કોઈ નમકીન ડીશ તો અવારનવાર બનતી જ હોય છે.

તો આજે બનાવો ચણાની દાળના સ્વાદિષ્ટ ને પૌષ્ટિક સમોસા.

સામગ્રી

200 ગ્રામ મેંદાનો લોટ,

300 ગ્રામ ચણાની દાળ,

ઝીણ્ણી સમારેલ ડુંગળી,

આદું મરચાની પેસ્ટ,

સ્વાદ અનુસાર હળદર, મરચું, ધાણાજીરું અને નમક,

1 ચમચી ગરમ મસાલો,

1 ચમચી દળેલી સાકર,

1 લીંબુનો રસ,

તળવા માટે તેલ

રીત

જ્યારે પણ સમોસા બનવવાના હોય ત્યારે આગલી રાત્રે દાળને પલાળી રાખવી.

પછી જ્યારે સમોસાં બનાવો ત્યારે દાળને બાફી લેવાની છે.

પછી એક કઢાઈમાં ચણાની દાળ અને એમાં નાખવાના સામગ્રીમાં આપેલ દરેક મસાલા ને વારાફરતી વારાફરતી એડ કરી મિક્સ કરો.

એમાં સમારેલી ડુંગળી, આદું મરચાની પેસ્ટ, લીંબુ અને દળેલી સાકર એડ કરી સારી રીતે હલાવવું.

પછી મેંદાને એક વાસણમાં લઈને એમાં નમક ને એક ચમચી તેલ નાખો ને કણક બાંધો.

પછી પાટલી વેલણથી રોટલી વણો ને એના બે ભાગ કરો ને એમાં ચણાની દાળનો માવો ભરો ને સમોસાના આકારમાં બીડીંગ કરો.થોડીવાર સુકાવા દો ને પછી એક કઢાઈમાં તેલ મૂકી તળી લો.પછી ગરમા ગરમ ચટણી સાથે સર્વ કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *