ચપાટી સેન્ડવીચ – બાળકો સેન્ડવીચ ખાવા જીદ કરે ત્યારે બ્રેડ નહિ પણ રોટલી કરીને આવીરીતે બાનવી આપો સેન્ડવીચ..

ચપાટી સેન્ડવીચ

આજે મારા ઘરમાં બધાને સેન્ડવીચ ખાવાની મન થયુ,પણ બ્રેડ તો હતી નહિ. અને હા અત્યારે લોકડાઉન માં તો બહાર મળતી પણ નથી.

તો મને થયું ચાલો આજે કંઇક નવું ટ્રાય કરીએ. તો મે આપણે ઘરે જે ચપાટી બનાવીએ છે એનો ઉપયોગ કરી ને ચપાટી સેન્ડવીચ બનાવી. તમે સવારની વધેલી ચપાટી નો પણ ઉપયોગ કરી શકો છો. ખરેખર મસ્ત બને છે, તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.

સામગ્રી

  • ૧ બાઉલ પનીર
  • ૧ બાફેલું બટાકા
  • ૧ કેપ્સીકમ
  • ૨ ડુંગળી
  • ૧ ટામેટું
  • ૧ ચમચી ચીલી ફ્લેક્સ
  • ૧ ચમચી ઓરેગાનો
  • ૫ ચમચી બટર
  • ૩ ચમચી માયોનિઝ
  • ૧ ચમચી તંદુરી વેજ માયોનીઝ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૨ ચમચી તેલ
  • ૧ બાઉલ ઘઉંનો લોટ
  • પાણી જરૂર મુજબ
  • ૧ ચમચી આદુ-લસણની પેસ્ટ
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧ બાઉલ ધાણા મરચાની ચટણી

રીત

સૌપ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ લો. તેમાં જરૂર મુજબ મીઠુ અને તેલ નાખી રોટલી નો લોટ બાંધી લો.તેને ૧૫ મિનિટ રેસ્ટ આપો.

હવે એક કડાઈમાં તેલ લઈ તેને ગેસ પર મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખો.

તે પછી ડુંગળી નાખો.ડુંગળી ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળી લો. ત્યાર પછી તેમાં કેપ્સિકમ બાફેલું બટાકું, નાખો. તેને ૨ મિનિટ સાંતળી લો.

હવે તેમાં ટામેટું , પનીર ,સ્વાદ અનુસાર મીઠું, ચીલી ફ્લેક્સ , ઓરેગાનો અને ગરમ મસાલો નાખો.હવે એને મિક્ષ કરી લો.

ત્યારબાદ સ્ટફિંગ ને પાંચ મિનિટ ઠંડુ થવા દો તે પછી સ્ટફિંગ માં મયોનિઝ અને તંદુરી માયોનીઝ એડ કરો અને બધું મિક્સ કરી લો.

હવે રોટલીના લોટ માંથી રોટલી વણી લો મને તવી પર રોટલી ને બને બાજુ કાચી પાકી શેકી લો.

ત્યારબાદ તેની ઉપર લીલી ચટણી લગાવી લો.

તે પછી તૈયાર કરેલું સ્ટફિંગ મૂકો.

તે પછી તેની ઉપર બીજી રોટલી મૂકો. હવે તૈયાર થયેલ સેન્ડવીચ ને તવી પર બટર થી શેકી લો.

ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવી.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *