ચટાકેદાર મસાલા બટેટા – બધાના મનપસંદ બટેટા હવે બનાવો બટેટાની એક નવીન વાનગી…

દરેક ના ઘર માં બનતા બટેટા ના શાક નો સ્વાદ અલગ અલગ હોય છે. અને જુદી જુદી રીતે બનાવામાં આવતું બટેટા નું શાક લગભગ બધાનું ફેવરિટ જ હોય છે. રસાવાળું હોય કે સૂકી ભાજી હોય કે પછી ભરેલું બટેટા નું શાક હોય ગુજરાતી થાળી બટેટા ના શાક વિના અધૂરી જ ગણાય. ઘરે પણ કોઈ મહેમાન આવે તો મેનુ માં પણ એક બટેટા નું શાક તો નક્કી જ હોય..

જેને એક પણ શાક ના ભાવતું હોય એને બટેટા તો ભાવે જ.. આજે હું એક ચટાકેદાર મસાલા બટેટા ના શાક ની રેસિપી લઈ ને આવી છું. એકવાર ટ્રાય કરશો તો ચોક્કસ થી વારંવાર બનાવશો.

ચટાકેદાર મસાલા બટેટા

સામગ્રી:-

પોણો કિલો નાના બટેટા

2 ચમચા તેલ

2 ચમચી લસણ ની પેસ્ટ

1 ચમચી આદુ મરચાં અને લીમડા ની પેસ્ટ

2 ચમચી ઝીણી સમારેલી કોથમીર

1 ચમચી કસૂરી મેથી ક્રશ કરેલી ( સુકવેલી મેથી)

1 ચમચી તેલ

1 ચમચી જીરું

1 ચમચો તલ

1/2 ચમચી હળદર

ચપટી હિંગ

1 ચમચી ધાણાજીરું

11/2 ચમચી લાલ મરચું

1 લીંબુ નો રસ

કોથમીર ગાર્નીશ કરવા માટે

મીઠું સ્વાદ અનુસાર

રીત:-

સૌ પ્રથમ બટેટા ને પાણી માં 10-15 મિનીટ માટે પલાળી દો. ત્યારબાદ બટેટા ને બરાબર ધોઈ ને વચ્ચે થી કાપી ને 2 ભાગ કરી લો. જો તમારા બટેટા બહુ નાના હોય તો કાંટા થી કાણા કરી ને રાખો. હવે બટેટા ને બાફી લો અને પછી તેની છાલ નિકાળી લો.

વઘાર માટે:


એક જાડી ગરમ કડાઈમાં તેલ લો. તેમાં જીરું, લસણ ની પેસ્ટ , હિંગ અને હળદર ઉમેરી ને સાંતળો. પછી તેમાં આદુ-મરચાં અને લીમડા ની પેસ્ટ, કોથમીર અને કસૂરી મેથી, તલ, ધાણા જીરું , મરચું ,તલ ઉમેરી ને મધ્ય આંચ પર 1 મિનીટ માટે સાંતળો. પછી આ મસાલા માં બાફી ને છાલ નીકાળેલા બટેટા ઉમેરો . હવે ઉપર થી મીઠું છાંટી ને બધું હળવા હાથે મિક્સ કરો. 1-2 મિનીટ માટે પકાવો. લીંબુ નો રસ ઉમેરી ને બરાબર મિક્સ કરો.તૈયાર છે ચટાકેદાર મસાલા બટેટા..

કોથમીર થી ગાર્નિશ કરી ને રોટલી , પરાઠા, થેપલા કે ભાખરી જોડે સર્વ કરો. અથવા તો મીઠી ચટણી અને ભૂંગળા જોડે પણ એટલા જ ટેસ્ટી લાગશે.

નોંધ:-

બટેટા ની છાલ ચોખ્ખી હોય તો છાલ સહિત પણ આ શાક બહુ ટેસ્ટી લાગે છે.

તમને ગમે તો ગરમ મસલો પણ ઉમેરી શકો છો.

બટેટા વધુ પડતા ના બાફી લેવા એટલે બનાવામાં તૂટી ના જાય.

મસાલો બરાબર શેકવો જેથી સ્વાદ વધુ સારો આવશે.

આ શાક માં મસાલો આગળ પડતો જ સારો લાગશે.

બટેટા ના કટકા મોટા જ રાખવા ..

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *