ચાટની પાપડી અને પાપડી ચાટ – હવે પાપડી ચાટ બનાવવા માટે પાપડી ઘરે જ બનાવજો આ સરળ રીતે…

ચાટની પાપડી અને પાપડી ચાટ :

પાપડી ચાટ એક પોપ્યુલર નોર્થ ઇંડીયન સ્ટ્રીટ ફુડ છે. પાપડી ચાટએ એક ખુબજ સ્વાદિષ્ટ નાસ્તો છે, સાથે એટલી જ ક્રીસ્પી ટેસ્ટવાળી છે. પાપડી ચાટ માટેની તેની મુખ્ય સામગ્રી ચાટ માટેની ક્રીસ્પી પાપડી છે. તેના પર ચાટ માટેની લિપસ્મેકિંગ ચટણીઓ, દહીં અને અન્ય સામગ્રીઓ એસેમ્બલ કરીને પ્લેટમાં સર્વ કરવામાં આવે છે. આ પાપડી ચાટ ટેસ્ટમાં ખૂબજ ચટપટી – ખાટ્ટી-મીઠી હોવાથી બધાની ખૂબજ ફેવરીટ છે. મોટાભાગે દરેક જગ્યાએ સ્ટ્રીટ ફુડ તરીકે મળતી હોય છે. ગામ, સીટી, સ્ટેટ પ્રમાણે તેમના પર એસેમ્બલ કરવામાં આવતી સામગ્રી અલગ અલગ જોવા મળતી હોય છે.

ચાટ માટેની પાપડી અને તેમાંથી બનાવવામાં આવતી ચાટ માટેની સરળ રેસિપિ હું અહીં આપી રહી છું , તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને તમારા રસોડે ચોક્કસથી બનાવજો.

ચાટ માટેની પાપડી બનાવવા માટેની સામગ્રી :

  • ½ કપ ઘઉંનો લોટ
  • ½ કપ મેંદો
  • ¼ કપ સોજી
  • 1 ટી સ્પુન સોલ્ટ – તમારા સ્વાદ મુજબ
  • ½ ટી સ્પુન ચાટ મસાલો
  • 3 ટી સ્પુન ઓઇલ અથવા ઘી
  • 1 ટી સ્પુન ઓઇલ – લોટ મસળવા માટે

પાપડી પર સ્પ્રીંકલ કરવા માટેનો મસાલો:

  • 1 ટેબલસ્પુન આખું જીરુ
  • 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ
  • 1 ટી સ્પુન ચાટ મસાલો.
  • ½ ટી સ્પુન મરી પાવડર

ચાટ પુરી પર લગાડવા માટેનો મસાલો બનાવવાની રીત:

સૌ પ્રથમ સ્લો ફ્લૈમ પર 1 ટેબલ સ્પુન આખું જીરુ લઈ તેને એકદમ સ્લો ફલૈમ પર રોસ્ટ કરી લ્યો. ત્યારબાદ એક બાઉલમાં ટ્રાંફસર કરો. ઠરે એટલે તેને ખાંડીને કે ગ્રાઇંડ કરી પાવડર બનાવી લ્યો. આ પાવડર એક બાઉલમાં કાઢી અલગ રાખો.

ત્યારબાદ અલગથી એક બાઉલમાં 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર અને 1 ટી સ્પુન ચાટ મસાલો અને ½ ટી સ્પુન મરી પાવડર મિક્ષ કરો. ચાટની પુરી પર લગાડવા માટે આ મસાલો રેડી છે.

પાપડી બનાવવા માટેની રીત :

એક બાઉલ લઈ સૌ પ્રથમ તેમાં ½ કપ ઘઉંનો લોટ, ½ કપ મેંદો અને ¼ કપ સોજી ઉમેરો.

હવે તેમાં 1 ટી સ્પુન સોલ્ટ – તમારા સ્વાદ મુજબ, ½ ટી સ્પુન ચાટ મસાલો, 3 ટી સ્પુન ઓઇલ અથવા ઘી ઉમેરો. હવે બધું મિક્ષ કરી લ્યો.

ત્યારા બાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ થોડો ટાઇટ લોટ બાંધો. તેમાં ½ કપ પાણીથી સરસ લોટ બંધાઈ જશે, છતાં પણ વધારે ટાઇટ લાગે તો 1 ટી સ્પુન જેટલું પાણી ઉમેરી લોટ મસળીને ટાઇટ ડો રેડી કરો.

બાંધેલા આ ડોને ઢાંકીને 10-15 મિનિટ રેસ્ટ આપો એટલે બરાબર સેટ થઈ જાય.

15 મિનિટ બાદ ખોલીને તેના પર 1 ટી સ્પુન જેટલું ઓઇલ મૂકી મસળી લ્યો.

હવે તેમાંથી મોટા 3 લુવા બનાવો. તેમાંથી મોટી રોટલી બનાવી લ્યો.

(આ સ્ટેપ પર પણ તમે રોટલી પર ફોર્ક વડે પ્રીક કરી શકો છો).

ત્યારબાદ રિંગ કટર કે કટોરી વડે નાની સાઈઝ( પિકચરમાં બતાવ્યા પ્રમાણે)ની ચાટ માટેની પાપડી કટ કરી લ્યો.

હવે તેને ફોર્ક વડે પ્રીક કરી લ્યો જેથી પુરી ક્રંચી થાય. બધી પાપડી પ્લેટમાં મૂકો. આ પ્રમાણે બાકીના લુવામાંથી પણ આ પ્રમાણે પાપડીઓ કટ કરી લ્યો. પાપડી કટ કરી કાઢી લીધા પછી વધેલા સાઇડસના લોટને ભેગો કરી, મસળી, લુવો બનાવી તેની પણ પાપડી બનાવી લ્યો.

ત્યારબાદ ફ્રાઈંગ પેનમાં ઓઇલ ગરમ મૂકી, ગરમ થાય એટલે સ્લો ફ્લૈમ રાખી પાપડી ડીપ ફ્રાય કરો. તમે લીધેલા લોયુની સાઈઝ અને તેમાં મૂકેલા ઓઇલ પ્રમાણે તેમાં ફ્રાય કરવા માટે પાપડી ઉમેરો. વધારે પાપડી ઉમેરવાથી પાપડી ક્રીસ્પી નહી થાય.

ઓઇલમાં ઉમેર્યા પછી પાપડી એકબાજુ બરાબર ફ્રાય થાય પછી પલટાવી બીજી બાજુ ફ્રાય કરો. સ્લો ફ્લૈમ પરા જ આ રીતે 3-4 વાર પલટાવતા રહી પાપડી ક્રીસ્પી થઈ, ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે તેને ઓઇલમાંથી નિતારીને કાઢી લ્યો. ત્યારબાદ પ્લેટમાં ટ્રાંસફર કરો.

આ પ્રમાણે બાકીની બધી ચાટ માટેની પાપડીઓ ફ્રાય કરી લ્યો.

હવે આ બધી ચાટની પાપડીઓ પર બનાવેલો મસાલો સ્પ્રિંકલ કરી લગાવી દ્યો. જેથી પાપડી ચાટમાં સરસ ટેસ્ટ આવશે.

તૈયાર થયેલી આ ચાટ માટેની ચટપટી પાપડીને એર ટાઇટ કંટૈનરમાં 15-20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.

પાપડી ચાટ બનાવવા માટે તેનો જરુર મુજબ ઉપયોગ કરો.

પાપડી ચાટ એસેમ્બલ કરવા(બનાવવા માટેની) માટેની સામગ્રી :

  • 1 બારીક સમારેલી ઓનિયન
  • 1 બારીક સમારેલું ટમેટું
  • 1 મોટું બાઊલ સ્વીટ કર્ડ( ½ ટી સ્પુન સોલ્ટ અને 1 ½ ટી સ્પુન સુગર મિક્ષ કરેલું કર્ડ)
  • દાડમના દાણા જરુર મુજબ
  • રેડી કરેલો પાપડીમાં લગાડતા બાકી વધેલો ચાટ મસાલો
  • શેકેલા જીરાનો પાવડર
  • લસણ મરચાની પેસ્ટ – ચટણી ( અથવા તીખી ફુદિનાની ગ્રીન ચટણી )
  • આંબલીની સ્વીટ ચટણી
  • 1 બાઊલ બેસનની નાયલોન સેવ
  • 2 ટેબલ સ્પુન કોથમરી
  • રેડી કરેલી ચાટ પાપડી – જરુર મુજબ

પાપડી ચાટ એસેમ્બલ કરવાની (બનાવવા માટેની) રીત :

સૌ પ્રથમ એક પ્લેટમાં ચાટ્મસાલા વાળી રેડી કરેલી ચાટ પાપડી મૂકો. હવે તેના પર ઓનિયન અને ટમેટાના નાના પીસ મૂકો.

ત્યારબાદ તેના પર કોથમરી, દાડમના દાણા મૂકો.

હવે સ્વીટ કર્ડ અને લસણ મરચાની પેસ્ટ – ચટણી મૂકો. તેના પર શેકેલા જીરાનો પાવડર અને બનાવેલો ચાટ મસાલો સ્પ્રિંકલ કરો. અને સ્વીટ ચટણી પોર કરો.

તેના પર નાયલોન સેવ, ફરી લસણ મરચાની પેસ્ટ – ચટણી અને ઓનિયનના નાના પીસ મૂકો. તેના પર ફરી સ્વીટ કર્ડ પોર કરી આંબલીની સ્વીટ ચટણી પોર કરો.

ત્યારબાદ તેના પર શેકેલા આખુ જીરુનો પાવડર અને બનાવેલો ચાટ મસાલો સ્પ્રિંકલ કરો.

તો હવે રેડી છે ખૂબજ સ્વાદીષ્ટ અને ચટપટી અને બજાર કરતા પણ ખૂબજ યમ્મી ચાટ પાપડી અને પાપડી ચાટ. આ રેસિપિ ફોલો કરી આ ચાટ પાપડી અને પાપડી ચાટ એકવાર ઘરે બનાવ્યા પછી તમે બજારની પાપડી ચાટ ક્યારેય નહી ટેસ્ટ કરો. બધાને આ પાપડી ચાટ ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *