ચટપટા હેલ્ધિ સ્ક્વેર : બટાકા અને ચણાના લોટની મદદથી બનતી આ વાનગી ઘરમાં બધાને ખુશ દેશે…

હેલો ફ્રેંડ્સ, આજે હું તમને ખૂબ જ પૌષ્ટિક એવી રેસિપિ આપી રહી છું. મારી આ રેસિપિ માં મુખ્યત્વે ચણા નો લોટ અને બાફેલા બટેટા નો ઉપયોગ કર્યો છે. બાકીના રુટિન મસાલાઓ તો ખરા જ, તેમજ એકદમ ઓછા ઓઇલનો ઉપયોગ છતાં એ સ્વદિષ્ટ તે ખરેખર હેલ્થ માટે ફાયદાકારક છે. કેમકે …

ચણા માં ખૂબજ સારા એવા પ્રમાણમાં અસરકારક પોષકતત્વો રહેલા છે. તેમાં વિવિધ વિટામિન, ખનિજો તેમજ પ્રોટિન અને ફાઇબર તેમજ બહુ ઓછી માત્રામાંચરબી રહેલી છે. ચણા માં રહેલું પ્રોટિન અને ફાઇબર ભૂખ ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પ્રોટિન શરીરમાં ભૂખ ઘટાડતા હોર્મોંસ નુ લેવલ વધારી શકે છે.

તે બ્લડ સુગર અને વજન ને પણ કંટ્રોલ કરે છે હાડકાને મજબૂત બનાવે છે.

ચણા માં સારાએવા એવા પ્રમાણમાં રહેલું ફાઇબર આંતરડામાં સ્વસ્થ બેક્ટેરિયાની સંખ્યા માં વધારો કરી ને પાચક માર્ગ દ્વારા કચરાના પ્રવાહ ને અસરકારક રીતે વહેંચવામાં મદદ કરી ને પાચન માં ફાયદો કરે છે.

તેમાંરહેલા મેગ્નેશિયમ અને પોટેશિયમ હ્રદય ના આરોગ્યને વધારે છે અને ઘણા પ્રકાર ના કેંસર થી દૂર રાખે છે.

બટાટા પણ ઘણા વિટમિન અને ખનિજો નો સ્ત્રોત છે જેમાં પોટેશિયમ, ફોલેટ અને વિટામિન સી અને બીં 6 નો સમાવેશ થાય છે. અને આ સિવાય પણ અનેક….

આમ ચટપટા હેલ્ધિ સ્ક્વેર ખરેખર હેલ્ધિ જ છે … તો જરુર થી બનાવો અને ખાવા અને ખવડાવવાનો આનંદ મેળવો.

ચટપટા હેલ્ધિ સ્ક્વેર : લંચ બોક્સ સ્પેશિયલ

1 કપ ચણા નો લોટ – બેસન, ( 100 ગ્રામ )

2 બટેટા – ( મિડિયમ સાઈઝ ના )

1 ¾ કપ પાણી – આ માપ પ્રમાણે જ પાણી લેવું

3 ટેબલ સ્પુન કોથમરી – બારીક સમારેલી

2 લીલા મરચા બારીક કાપેલા

2 ટી સ્પુન ઓઇલ – વઘાર કરવા માટે

½ ટી સ્પુન ચાટ માસાલો

¼ ટી સ્પુન સંચળ પાવડર

½ ટી સ્પુન અજમા

½ ટી સ્પુન આખુ જીરું

½ ટી સ્પુન હળદર + ¼ ટી સ્પુન હળદર

1 ટી સ્પુન લાલ મરચું પાવડર

1ટી સ્પુન ધાણા જીરું પાવડર

½ ટી સ્પુન ગરમ મસાલો (ઓપ્શનલ)

મીઠું – સ્વાદ મુજબ

ઓઇલ – શેલો ફ્રાય કરવા કે ડીપ ફ્રાય કરવા માટે – જરુર પ્રમાણે

ગાર્નિશિંગ માટે :

½ ટી સ્પુન ચાટ મસાલો

½ ટી સ્પુન લાલ મરચું પાવડર

ચટપટા હેલ્ધિ સ્ક્વેર બનાવવા માટે ની રીત:

સૌ પ્રથમ મિડિયમ સાઇઝ ના 2 બટેટા ને કૂકર માં 3 વ્હિસલ થાય ત્યાં સુધી બાફી લ્યો.

ટિપ્સ: બટેટા સ્મુધ થાય ત્યાં સુધી બાફવા નહિ કારણ કે તેમ થવા થી, સ્ક્વેર ફ્રાય કરતી વખતે છુટા પડી શકે છે, અને બટેટા ખમણી ને મિક્સ કરવાના હોવાથી સ્મુધ બટેટા ખમણાશે પણ નહિ. તો બાફતી વખતે ખૂબ ધ્યાન રાખવું.

બટેટા બાફીને ઠરે એટલે ખમણી માં ખમણી લેવા.

ટિપ્સ : બટેટા ખમણી માં સ્ટીક થયા વગર જ ખમણાય તેના માટે ખમણી ઓઇલ થી ગ્રીસ કરવી.

હવે ચણા ના લોટ (બેસન) નું મિક્સર બનાવવા માટે એક મોટા બાઉલ માં ચણા નો લોટ ચાળી લ્યો.

તેમાં દોઢ ગણું પાણી ઉમેરો. આ માપ – 1 કપ ચણા ના લોટ સાથે 1 ½ કપ પાણી ફિક્સ છે. કેમકે પાણી માં જ ચણા ના લોટ ને પકાવવાનો છે. ઓછા પાણીથી લોટ કૂક થશે નહિ અને કાચો ટેસ્ટ આવશે.

પાણી ધીરે ધીરે થોડું થોડું ઉમેરતા જવું અને લોટ ને પાણી માં મિક્સ કરતા જવું.

તેમ કરવાથી લમ્સ રહેશે નહી. એક્દમ પાતળું સ્મુધ લિક્વીડ જેવું મિક્સર બનશે.

તેમાં જરુર પુરતું મીઠું અને ¼ ટી સ્પુન હળદર ઉમેરી ફરી બધું મિક્સ કરી એકરસ કરો. હવે તેને થીક બોટામવાળા પેન માં ટ્રાંસફર કરો. ધીમી ફ્લૈમ પર સતત હલવતા રહી થોડું કૂક થાય એટલે તેમાં અલગ થી વઘાર કરો. થોડુ કૂક થાય પછી વઘાર કરવાથી કાચો ટેસ્ટ નહિ આવે.

વઘાર કરવા ની રીત:

એક નાના થીક બાઉલ માં ધીમી ફ્લૈમ પર 2 ટી સ્પુન ઓઇલ ગરમ મૂકો. તેલ વઘાર કરવા જેવું થાય એટલે તેમાં આખુ જીરું અને અજમા ઉમેરો.

જીરું અને અજમા થોડાં તતડે એટલે ફ્લૈમ બંધ કરી ને તેમાં ½ ટી સ્પુન હળદર, 1 ટી સ્પુન લાલ મરચું પાવડર, 1 ટી સ્પુન ધાણા જીરું પાવડર, ½ ટી સ્પુન ગરમ મસાલો (ઓપ્શનલ), ઉમેરી મિક્સ કરો.

એ વઘાર ના મિશ્રણ ને ચણા ના મિશ્રણ માં ઉમેરી દ્યો. બરાબર મિક્સ કરો. સતત હલાવતા રહો કેમકે ચણા ના લોટ ને ઘટ્ટ થતા વાર લાગતી નથી, ઝડપ થી એકદમ ઘટ્ટ થઇ જાય છે અને લમ્સ બનવા લાગે છે તો સતત હલાવવું ખૂબ જરુરી છે.

આ સ્ટેપ પર બટેટાના પ્રમાણ નું વધારાનું મીઠું તમારા ટેસ્ટ મુજબ ઉમેરી દ્યો. બરબર હલાવી ને મિક્સ કરી લ્યો કેમકે મિશ્રણ થોડું ઘટ્ટ છે.

હવે ફ્લૈમ ને મિડિયમ રાખી મિશ્રણ ને કૂક કરો. એકદમ ઘટ્ટ, લમ્સ વગર નું સ્મુધ મિશ્રણ તૈયાર કરો. ફ્લૈમ પર થી ઉતારી એક બાજુ થોડીવાર ઢાંકી ને રાખો.

ટિપ્સ: એકદમ ઠંડું ના થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખો. ઠંડું થઇ જવાથી તેમાં ખમણેલા બટેટા બરાબર મિક્સ નહિ થાય.

હવે તેમાં બાફેલા બટેટા નું ખમણ ઉમેરી મિક્સ કરો. તેમાં ¼ ટી સ્પુન સંચળ પાવડર, 3 ટેબલ સ્પુન કોથમરી – બારીક સમારેલી અને 2 લીલા મરચા બારીક કાપેલા ઉમેરી મિક્સ કરો.

ટિપ્સ : બાળકો ના લંચ બોક્સ માટે જો આ રેસિપિ બનાવતા હોવ તો લાલ મરચું અને લીલું મરચું ઉમેરવું નહિ. મોટા લોકો ને રેસિપિ મુજબ નો સ્વાદ તીખો ચટપટો લાગશે.

હવે એક મોટી પ્લેટમાં ઓઇલ લગાવીને ગ્રીસ કરો. તેના પર બનાવેલા ચણા ના લોટ નું ઘટ્ટ મિશ્રણ મૂકી સ્પ્રેડ કરો. ઉપર થી થોડું વધારે પ્રેસ કરો એટલે જો ડીપ ફ્રાય કરવું હોય તો સ્ક્વેર તેલ માં છૂટા પડી ના જાય. તેથી તેલ પણ ખરાબ થાય છે.

હવે મિશ્રણ સ્પ્રેડ કરેલી પ્લેટ ને 10-15 મિનિટ ફ્રિઝર (ફ્રીઝમાં નહિ ) માં મૂકો, એટલે જલ્દી થી ઠંડું પડી જઇ ને સેટ થઇ જાય. ત્યાર બાદ ફ્રીઝર માંથી બહાર કાઢી ને ચપ્પુ વડે સ્ક્વેર કટ કરો. ઠંડું કરવાથી જરા પણ ચપ્પુ પર મિશ્રણ લાગશે નહિ અને સરસ સ્ક્વેર કટ થાશે.

ત્યારબાદ પેન માં શેલો ફ્રાય થાય એટલું ઓઇલ મૂકી સ્ક્વેરને બન્ને બાજુથી લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાંસુધી શેલો ફ્રાય કરો. ત્યારબાદ સ્ક્વેરને કિચન પેપર નેપ્કીન પર મૂકો જેથી તેમાં વધારા નું ઓઇલ એબ્સોર્બ થઇ જશે.

તો હવે ચટપટા હેલ્ધિ સ્ક્વેર પીરસવા માટે તૈયાર છે.

હવે સર્વિંગ પ્લેટ માં ચટપટા હેલ્ધિ સ્ક્વેર મૂકી તેને વધારે ચટાપટા અને સ્વાદિષ્ટ બનાવવા માટે તેના પર લાલ મરચું પાવડર તથા સંચળ પાવડર સ્પ્રિંકલ કરો.

ઓફિસ કે સ્કૂલના લંચ બોક્સ સિવાય સવારના કે સાંજનાં નાસ્તા માં પણ ચટપટા હેલ્ધિ સ્ક્વેર જરુરથી બનાવી શકો છો. કેમકે ઘણા બધાં પોષક તત્વો ધરાવતી આ રેસિપિ ખરેખર હેલ્ધી છે.

તો મારી આ રેસિપિ દોસ્તો, જરુર થી ટ્રાય કરજો. રેસિપિ કેવી લાગી એ મને જરુરથી જણાવજો.

ટિપ્સ: તમે આમાં થી બર્ગર બન માટે ટિક્કી નો રાઉંડ શેઇપ પણ કટ કરી શકો છો. જુદજુદા શેઇપ ના કટર થી મનગમતાં શેઇપ કટ કરી ડીપ ફ્રાય કે શેલો ફ્રાય કરી શકાય છે. નાના શક્કર પારા જેવડાં પીસ કટ કરીને તે પીસ ને ઓનિયન – ટોમેટો ગ્રેવી માં ઉમેરી સ્પાયસી વેજીટેબલ પણ બનાવી શકાય છે.

મેં આ રેસિપિ માં સ્ક્વેર શેલો ફ્રાય કર્યા છે. કેમકે મિશ્રણ અને બટેટા બન્ને કૂક થયેલા છે તેથી ડીપ ફ્રાય ના કરવા છતાં પણ સ્ક્વેર માં કચાશ રહેશે નહિ. પણ તમે ડીપ ફ્રાય કરી સ્ક્વેરને થોડાં વધારે સ્વાદિષ્ટ બનાવી શકો છો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *