મમરાંનો ચટપટો નાસ્તો – વઘારેલા મમરા તમે ખાતા જ હશો તો હવે એકવાર આ નવીન રીતે બનાવી આપો મમરા…

હેલો ફ્રેંડસ ……

સુ તમે બટાકા પૌવા ખાઈને કંટાળી ગયા છો ?…..તો આજે એકદમ ઇઝી સહેલું ફટાફ્ટ બની જય તેવો મમરા માથી નાસ્તો બનાવીશુ…ઘરે બધા હોય ને તો ભુક ભી બઉ લાગતી હોય છે…તો સાંજ ના ટાઇમ એ આવો હલકો ફુલકો નાસ્તો કરવાની મજા આવશે.

અને હા ઇનગ્રીડિયન્સ ભી બધા ઘરમાં થી જ મળી રહે એવા છે તો ચાલો મસ્ત ફટાફટ બની જય એવો મમરા માંથી નાસ્તો બનાવી દઈએ….

“મમરાંનો ચટપટો નાસ્તો”

સામગ્રી :-

  • ૧ બાઉલ – મમરા
  • ૩ ચમચી – સીંગદાણા
  • ૧ ડુંગળી – કટ કરેલી ( લિલી ડુંગળી હોય તો લયી સકો છો )
  • ૧ ટામેટું – કટ કરેલું
  • ૫-૬ – લીમડાના પાન
  • ૨ – લીલા મરચા કટ કરેલા
  • ૪ ચમચી – તોતાપુરી કેરી કટ કરેલી
  • ૧ ચમચી – ખાંડ
  • ૧ ચમચી – લીંબુ નો રસ
  • ૨ ચમચી – તેલ વઘાર માટે
  • અર્ધી ચમચી – જીરું
  • ચપટી હિંગ
  • કોથમરી

રીત :-

સૌ પ્રથમ મમરા ને ધોઈ તરતજ કોરા કરવા રાખવા.

એક કઢાઈમાં તેલ ગરમ મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ નાખવું.જીરું તતળે એટલે લીમડો અને હિંગ નાખવું.

પછી સીંગદાણા નાખવા અને ડુંગળી , ટામેટા નાખવા પછી જરાક હળદર નાખવી.

હવે લીલા મરચા નાખવા અને મમરા નાખી મીઠું અને ખાંડ, લીંબુ, કેરી નાખી સરખું મિક્સ કરવું.

ઉપરથી કોથમરી નાખી ગરમાગરમ ચટપટો નાસ્તો સર્વ કરવો… ઉપરથી તમે સેવ , દાડમ દાણા પણ નાખી શકો છો…

સામઢીને જ મોમાં પાણી આવિ જાય તો વિચારો ખાવાની કેટલી મજા આવશે….

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *