ચટપટા પનીર પોકેટ્સ – પનીરની સબ્જી અને રોટલી તો ખાતા જ હશો હવે બનાવો આ ટેસ્ટી અને મસાલેદાર પોકેટ્સ…

આજે હું આપની માટે ચટપટા પનીર પોકેટ્સ ની રેસીપી લાવી છું.તમે પણ બનાવજો.પનીર નુ શાક અને પરાઠાં તો આપણે ખાતાં જ હોય છીએ.અહીં ચટપટા પનીર ને બ્રેડ માં ભરી પોકેટમાં રજૂ કરી છે .

સામગ્રી :

– 150 ગ્રામ જીણા સમારેલાં પનીર

– 1 નંગ કાંદા જીણા સમારેલાં

– 1 નંગ ટામેટું જીણા સમારેલાં

– 1 નંગ મરચું સમારેલું

– 1/2 ચમચી મરચું પાવડર

– 1/2 ચમચી હળદર પાવડર

– સ્વાદ મુજબ મીઠું

– 1/2 ચમચી પંજાબી ગરમ મસાલો

– 1/2 ચમચી જીરું

– 1/2 ચમચી ઘણાં જીરું

રીત :

સ્ટેપ :1


સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરું હિંગ નાખી ઝીણાં સમારેલાં લીલાં મરચાં, ટામેટા, ડુંગળી, લસણ ની પેસ્ટ, આદું ની પેસ્ટ નાખી સાંતળો.. થોડી વાર સાંતળો પછી પનીર ઉમેરી તેમાં પંજાબી મસાલો, હળદર, લાલ મરચું પાવડર, મીઠું ,ધાણા જીરું પાવડર ,સ્વાદાનુસાર મીઠું નાખી બરાબર મિક્સ કરો.. તો તૈયાર છે બ્રેડ માં ભરવાનો મસાલો .

સ્ટેપ :2


હવે ૧ બ્રેડ લઈ તેની કીનારી ઓ કાપી વેલણથી બ્રેડ ને વણી લો..તેની ચારે બાજુ કીનારી એ પાણી લગાવો. વચ્ચે થોડુ ચટાપટા પનીર મુકી બ્રેડ ને વાળી અને પેક કરી પોકેટ નો આકાર આપો.આ રીતે બધા જ પોકેટસ તૈયાર કરી તેલમાં ધીમા તાપે આછા બદામી રંગના તળી લો.ગરમાગરમ પોકેટસ ટોમેટો સોસ સાથે સર્વ કરો.તો તૈયાર છે સ્વાદિષ્ટ પનીર પોકેટ્સ

નોંધ :


બ્રેડ ની સીઇઝ મોટી લેવી જેથી પુરણ બરાબર ભરી અને પોકેટ બનાવી તળી શકાય .

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *