ચટપટ્ટી પાલક ચાટ – રોજ અલગ અલગ જમવામાં શું બનાવવું વિચારો છો? આ વાનગી છે બેસ્ટ ઓપશન.

મિત્રો, આમ તો આપણે જાત જાતની ચાટ ખાતા હોઈએ છીએ, ચાટ લગભગ બધાને પસંદ હોય છે કારણકે તેમાં ભરપૂર પ્રમાણમાં તીખી મીઠી ચટણીઓ યુઝ થાય છે જે આ ચાટને એવી તે ચટપટી બનાવે છે કે વાત ના પૂછો, એકવાર ટેસ્ટ કરી લીધી તો તમારી જાતને ખાવા માટે રોકી નથી શકાતો. તો આજે હું એક નવીન જાતની ચાટ બનાવવાની રેસિપી શેર કરવાની છું, જે કદાચ તમે ક્યારેય નહિ ચાખી હોય.એવી તો ચટપટી બને છે કે જેટલી પણ હશે ખાવામાં ઓછી જ લાગશે તો ચાલો બતાવી દઉં આ ચટપટી પાલક ચાટ બનાવવાની રેસિપી.

સામગ્રી :

 • Ø 2 કપ પાલક
 • Ø 1 કપ બેસન
 • Ø 1/2 નાની ચમચી મીઠું
 • Ø 1 મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ
 • Ø 1/2 મોટી ચમચી લીંબુ નો રસ
 • Ø ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી
 • Ø લીલી ચટણી
 • Ø બારીક સમારેલ કાંદા
 • Ø બારીક સમારેલ ટમેટા
 • Ø બેસન સેવ
 • Ø તાજા કોથમીર
 • Ø દાડમ દાણા
 • Ø ચાટ મસાલા

રીત :

1) સૌપ્રથમ પાલકને ધોઈ તેને પાતળી સ્ટ્રીપ(પટ્ટી)માં કાપી લો.

2) હવે બાઉલમાં અડધો કપ જેટલો બેસન લો, તેમાં મીઠું તેમજ આદુ મરચાની પેસ્ટ તેમજ લીંબુ નો રસ ઉમેરો.

3) તેમાં પાલકની થોડી થોડી સ્ટ્રીપ ઉમેરી મિક્સ કરો. અહીં આપણે પાણી બિલકુલ એડ કરવાનું નથી કારણ કે પાલકમાં પાણીનો ભાગ હોય છે અને અહીં આપણે પાલક પર થોડો થોડો લોટ ચઢાવવાનો છે.

4) પાલકની બધી જ સ્ટ્રીપ એડ કરી ઉપરથી થોડો થોડો બેસન એડ કરી મિક્સ કરતા જાઓ. પાલક પર સહેજ પાતળું લેયર ચડે તેટલો લોટ એડ કરવાનો છે.

5) મરચાની પટ્ટીના કડક કુંભાણીયા ભજિયાંમાં જેટલો બેસન ચડાવીએ એટલો બેસન ચડાવવાનો છે.

6) ત્યારબાદ મીડીયમ તેલ ગરમ કરી આ પાલક પટ્ટીને તળી લો. પટ્ટી તેલમાં બને તેટલી છૂટી છૂટી નાખવી, મરચાની પટ્ટીની જેમ હાથથી છૂટી છૂટી પાડવી.

7) પટ્ટી સહેજ બ્રાઉનિશ થાય એટલે તેલમાંથી બહાર કાઢી લો, બેસન ઓછો ચડવાથી પટ્ટી એકદમ ક્રિસ્પી થશે.

8) પાલક પટ્ટી તળી લીધા બાદ તેને સેર્વિંગ પ્લેટમાં લઈ તેના પર ખાટી મીઠી ચટણી, તીખી ચટણી, કાંદા, ટમેટા, દાડમ દાણા, બેસન સેવ, ચાટ મસાલા તેમજ ફ્રેશ કોથમીર નાખી એન્જોય કરો.

ખરેખર, મને તો એટલી સ્વાદિષ્ટ અને ચટપટી લાગી કે મજા પડી ગઈ. મોટા તો શું બાળકોને પણ એટલી પસંદ પડશે કે તમારા માટે પણ નહિ બચે. તો એકવાર જરૂરથી બનાવજો, એકવાર આ ચાટ ચાખશો તો બાકી બધી જ ચાટ તેની સામે ફિક્કી લાગશે. બનાવતા પહેલા એકવાર નીચે આપેલ વિડીયો જરૂરથી જોઈ લેજો જેથી પાલક પટ્ટી કેવી બનાવવી તેમજ તેના પર કેટલો લોટ ચડાવવો તેનો પરફેક્ટ ખ્યાલ આવે.

વિડીયો લિંક :


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *