ચટપટી ચાટ પૂરી – હવે આ ચાટ બહારથી તૈયાર લાવવાની જરૂરત નથી…

આજે આપણે ચટપટી ચાટ પૂરી બનાવીશું. આ પૂરી આપણે ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને બનાવીશું આ પૂરી.તેને તમે મસાલા પૂરી પણ કહી શકો છો. અને આ પૂરી ને બે અલગ અલગ રીતે સર્વે કરી શકાય છે. તો ચાલો રેસિપી જોઈ લઈએ.

સામગ્રી

  • ઝીણો ઘઉંનો લોટ
  • સોજી
  • દહી
  • કોથમીર
  • લાલ મરચું પાવડર
  • સંચળ
  • મીઠું
  • હળદર
  • તેલ
  • ડુંગળી
  • બાફેલા બટાકા
  • આંબલી ની ચટણી
  • તીખી સેવ

રીત

1- સૌથી પહેલાં બે કપ ઝીણો ઘઉંનો લોટ લઈશું.હવે તેમાં ત્રણ ચમચી સોજી નાખીશું.ત્યારબાદ અડધી ચમચી સંચળ પાવડર નાખીશું. ત્યારબાદ અડધી ચમચી મીઠું નાખીશું.અને અડધી ચમચી હળદર નાખીશું. ત્યારબાદ બે ચમચી તેલ મોવાણ માટે.

2- હવે બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લઈશું. અહીંયા આપણે એક કપ પાણી લઈશું.અને જોઈએ તેમ પાણી નાખતું જવાનું છે. પરોઠા નો લોટ હોય તેવો લોટ બાંધવાનો છે.

3- હવે લોટ ને પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે પંદર મિનિટ થઈ ગઈ છે. હવે એક ચમચી જેટલું તેલ નાખી અને એક મિનિટ જેવું લોટ ને સારી રીતે મસળી લઈશું. હવે લોટ માંથી ચાર સરખા ભાગ કરી લઈશું.અને એક ભાગ લઈ તેને વણી લઈશું. એકદમ ગોળ ના બને તો ચાલશે.કારણકે તેમાં થી પૂરી ને કટ કરવાની છે.

4- હવે કોઈ પણ બોટલ નું ઢાકણ લઈ એક સરખી પૂરી બનાવી લઈશું. હવે તે પૂરી વચ્ચે નાના નાના હોલ પાડી દઈશું. હવે તેલ ને ગરમ કરી લઈશું. હવે તેલ પૂરી તળવા માટે તૈયાર છે. ગેસ ધીમો જ રાખવાનો છે. બહુ વધારે કે ધીમા ગેસ પર આ પૂરી નથી તળવા ની અને તેને ધીમે ધીમે હલાવતા જઈ પૂરી ને તળી લેવાની છે.હવે પૂરી નો કલર બદલાઈ ગયો છે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

5- પૂરી ગોલ્ડન કલર ની થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું. હવે તેને કાઢી લઈશું.તો આ રીતે બાકી ની પૂરી ને ફ્રાય કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને ક્રિસ્પી થઈ છે. તેવી ચાટ પૂરી બની છે.તો ચાલો હવે ચાટ પૂરી સર્વે કરી લઈએ.

6- હવે એક પ્લેટ માં તમારે જેટલી સર્વે કરવી હોય તેટલી પૂરી લઈ લો. હવે આ રીતે ફેટેલુ દહી લેવાનું. હવે પૂરી ઉપર દહી લઈ લઈશું.જેટલા પ્રમાણ માં પસંદ હોઈ એટલા પ્રમાણ માં લઈશું.ત્યારબાદ થોડી ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. અહીંયા તમે બાફેલા બટાકા કઈ પણ લઈ શકો છો. ત્યારબાદ આંબલી ની ચટણી લઈ લો.

7- હવે ડ્રાય મસાલો ભભરાવી લઈશું. લાલ મરચું પાવડર અને સંચળ પાવડર મિક્સ કરી આ મસાલો બનાવ્યો છે. ત્યારબાદ થોડી સેવ ભભરાવી શું. અહીંયા આપણે તીખી સેવ લીધી છે.તમે નાયલોન સેવ પણ લઈ શકો છો.ફરી થી થોડી ઝીણી સમારેલી ડુંગળી નાખીશું.થોડું દહીં નાખીશું. ફરી થી આંબલી ની ચટણી નાખીશું.આ મારા ટેસ્ટ મુજબ લઈ લવ છું.તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો.

8- હવે થોડી ઝીણી સમારેલી કોથમીર નાખીશું. ફરી થી થોડી સેવ અને ડ્રાય મસાલો ભભરાવી લઈશું.તો બિલકુલ તૈયાર છે દહી ચાટ પૂરી.જો આ પૂરી ને એમ નમ સર્વે કરવી હોય તો પણ કરી શકો છો.તેની પર ડ્રાય મસાલો ભભરાવી લો. અને હાથ થી મિક્સ કરી લો.અને ચા સાથે પણ ખાય શકાય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે.આ પૂરી.આ ચાટ પૂરી ને પંદર થી વીસ દિવસ સુધી ડબ્બા માં સ્ટોર કરી શકો છો.તો ચોક્કસ થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *