ચવાણાનું શાક – ગાંઠિયા અને સેવનું શાક તો તમે બહુ ખાધું જ હશે હવે બનાવો આ ચવાણાનું શાક…

આજે આપણે ચવાના નું શાક બનાવીશું તો ચાલો કેવી રીતે બને.

સામગ્રી

  • તીખું અને મીઠું ચવાનું
  • એક મોટી ડુંગરી તેની પેસ્ટ
  • બે મોટા ટામેટા તેની પેસ્ટ
  • મીઠું,ગરમ મસાલો
  • કોથમીર, થોડો નેનો ટુકડો આદુ અને બે મરચા,લશન ની પેસ્ટ
  • રેગ્યુલર મસાલા

રીત

1.ચવાના નું શાક બનાવવા માટે પેહલાં આપણે એક કડાઈમાં 3મોટી ચમચી જેટલું તેલ લઈશું.

2. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં જીરું અને હિંગ ઉમેરીસુ.

3.એક મોટી ચમચી આદુ મરચા અને લસણ ની પેસ્ટ છે તે ઉમેરીશું.

4.હવે તેને સારી રીતે સાતડીશું.

5.જ્યાં સુધી તેની કાચી સમેલ જતી નારે ત્યાં સુધી સાતડીસુ.

6.સાતળાઈ જાય ત્યાં પછી ડુંગળી ની પેસ્ટ ઉમેરીશુ અને પણ સારી રીતે સાતડવાનુ છે.

7. હવે તમે જોઈ શકો છો કે તેલ સાઈડ માં તેલ છૂટું પડી ગયુ છે. એટલે ડુંગળી સાતળાઈ ગઈ છે.

8.હવે એમાં ટામેટાની પેસ્ટ નાખવાની છે અને પણ સરસ રીતે સોતે કરીશુ.

9.હવે આ ગ્રેવી ઘટ થઈ જાય.

10.તમે હવે જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યુ છે પણ હજુ સરખું સાતળાઈ નથી તો સરખું સાંતળવા દેવું પડશે .

11.હવે તેલ છૂટું પડવા લાગ્યુ છે.

12.હવે આ પેસ્ટ પર મસાલા નાખીશું.

13.નાની ચમચી હળદળ,એક મોટી ચમચી ધાણાજીરુ પાઉડર, એક મોટી ચમચી લાલ મરચું પાઉડર હવે આ મસાલા ને સોતે કરીશુ.

14.તેને બરાબર મિક્ષ કરો તેમાં અડધી ચમચી ગરમ મસાલો એડ કરો અને તેને બરાબર મિક્ષ કરી લઈશું.

15.તમે જોઈ શકો છો કે મારી ગ્રેવી એક દમ સ્મૂથ થઈ ગઈ છે અને બાજુ માં તેલ પણ છુટું પડી ગઇ છે.

16.હવે તમે જોઈ શકો છો કે ગ્રેવી સરસ રિતે પકી ગઈ છે

17.હવે આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું મીઠું પણ ઉમેરીશું તમારા સ્વાદ પ્રમાણે તેમાં બોઇલ આવે ત્યાં સુધી થવા દઈશું.

18.સરસ રીતે બોઇલ આવી ગઈ છે.

19.હવે આપણે એક વાડકી ખાટું મીઠું ચવાનું આપણે ઉમેરીશું અને બરાબર મિક્ષ કરો.

20.હવે જો વધારે ઘટ થઈ જાય તો તમને લાગે કે પાણી ની જરૂર છે તો આ સ્ટેજે થોડું પાણી એડ કરી શકો અને ઢાંકીને કુક થવા દઇશુ ત્યાં શુધી ચવાનું સોફ્ટ થઈ જાય.

21.હવે આપણે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી તે ચોંટે નઈ આ વધુ અંદર સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કુક થવા દેવાનું છે.

22.હવે લગભગ 5 મિનિટ કુક થવા દીધું અને થઈ ગયુ.

23.હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સર્વે કરીશુ ગરમા ગરમ અને કોથમીર થી ગાર્નિસિંગ કરીશુ.

રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *