Cheese brust pizza dosa n ….ચીઝી brust પીઝા ઢોસા – બધાને જરૂર પસંદ નવીન ચીઝી ઢોંસા..

Cheese brust pizza dosa n ….ચીઝી brust પીઝા ઢોસા

નમસ્કાર મિત્રો આપનુ સ્વાગત છે.નવી પોસ્ટમાં, મિત્રો આપ સૌને ઢોસા તો બહુજ પસંદ હસે, આમતો ઢોસા નું જન્મસ્થાન તામિલનાડુ છે.પણ આ તમિલનાડું ના ઢોસા ભારત માં જ નહીં પણ આખા વિશ્વ માં ખવાય છે.

ઢોસા આજે સમગ્ર ભારત માં મળે છે.અને દરેક જગ્યાએ ઢોસા ના અલગ ને ઓળખાય છે.આવી રીતે ઢોસા ના સ્વાદ પણ અલગ હોય છે.આજે ઢોસા માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે.જેમકે સાદા ઢોસા,પેપર ઢોસા,પનીર ઢોસા,માહિસુર ઢોસા.ઢોસા ના નામ પ્રમાણે તેમના સ્વાદ પણ અલગ-અલગ અને અદભુત હોય છે.ઢોસા ભલે અલગ – અલગ બનતા હોય છે.પરંતુ તેનું ખીરું એક જ રીતે બનાવમાં આવે છે.શરૂઆત માં તો ઢોસા નું પડ જાડુ – અને નરમ બનાવવામાં આવતું પણ સમય જતા ઢોસા પણ એકદમ પાતળા અને પાપડ જેવા ક્રિષ્પી બનાવ લાગ્યા.પરંતુ આપણે ઘરે ઢોસા બનાવીએ તયારે આપણા થી તેવા પડ બની નથી શકતા

આજે આ પોસ્ટ માં આપણે ઢોસા નું ખીરું સાચી રીતે બનાવતા શીખીએ, જેથી તમે પણ બજાર જેવા કડક અને ટેસ્ટી ઢોસા બનાવી શકો.

ઘણા લોકો ઘરે ઢોસા બનાવાની ઘણી ટ્રાય કરતા હોય છે.પરંતુ તેમની એકાદી ભૂલ ને કારણે ઢોસા નું પડ બની નથી શકતું,કેટલીક વાર પડ ફાટી જાય છે..

સામગ્રી

  • – 3 કપ સાદા ચોખા
  • – દોઢ કપ અડદની દાળ
  • – અડધી ચમચી મેથીના દાણા
  • – એક વાડકી સાદા પૌવા
  • – મીઠું સ્વાદ મુજબ
  • – પાણી જરૂર મુજબ
  • – બે મોટી ચમચી બટર
  • – એક વાટકી ચીઝ પ્રોસેસ અને મોઝરેલા

બનાવવાની રીત

(1) સૌપ્રથમ દાળ ચોખા મેથીના દાણા અલગ અલગ વાસણમાં ધોઈને પલાળી દો છથી સાત કલાક માટે પલાળી રાખો હવે દાળચોખા ખીરુ બનાવવાના અડધો કલાક પહેલા સાદા પૌવા પલાળી દો

(2) હવે અડદની દાળને પીસી લો ત્યારબાદ ચોખા પીસી લો છેલ્લે મેથી દાણાને પૌવા પીસી લો હા બધું ખીરું મિક્સ કરી મીઠું ઉમેરી હલાવી લો બે કલાક માટે તેને રહેવા દો

(3) હવે એક મોટો લોખંડ નો તવો લો તેને બરાબર ગરમ કરી લો હવે તેના ઉપર તેલ લગાવી કપડો ફેરવી દો ત્યારબાદ પાણી છાંટીને કપડું ફેરવી દો હવે તવા ઉપર એક ચમચાથી ખીરું પાથરી ગોળ ગોળ ફેરવીને ઢોસો બનાવી લો ત્યારબાદ તેના ઉપર બટર લગાવી દો ..અને ઉપરથી ચીઝ પ્રોસેસ અને મોઝરેલા ભભરાવી મેલ્ટ થઈ જાય એટલે દાળ સાથે સર્વ કરવું ….


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *