આજે બનાવો ચીઝ ચીલી ગાર્લિક પરાઠા! શીખો વિડિઓ રેસિપી દ્વારા અને હા બાળકો વારંવાર ડીમાન્ડ કરેશે…

આપણે અવારનવાર નાશ્તા કે પછી સાંજના હળવા ભોજનમાં વિવિધ જાતના સ્ટફ્ડ પરાઠા બનાવતા હોય છે જેમાં મુખ્ય ત્વે બટાટાના પરોઠાનો સમાવેશ થાય છે. ઘણીવાર બાળકો બટાટાના પરાઠાથી કંટાળી જતા હોય છે અને નામ સાંભળતા જ મોડું બગાડતા હોય છે તો આજે બાળકોને ભાવે તેવા ચિઝથી ભરપૂર ચીઝ ચીલી ગાર્લિક પરાઠા બનાવો.

 

 

ચીઝ ચીલી ગાર્લિક પરાઠા બનાવવા માટે સામગ્રી

2 કપ ઘઉંનો લોટ

લોટ બાંધવા માટે જરૂરી મીઠું તેમજ મોણ માટે તેલ

100 પ્રોસેસ્ટ ચીઝ

50 મોઝરેલા ચીઝ

2 ચમચી જીણા સમારેલા તીખા મરચા

4 ટેબલ સ્પૂન જીણા સમારેલા કેપ્સિકમ

½ કપ જીણી સમારેલી ડુંગળી

2 ટેબલ સ્પૂન મેયોનીઝ

1 નાની ચમચી મરી પાઉડર, ¼ ચમચી ચાટ મસાલો

1 નાની ચમચી ઓરેગાનો પાઉડર

1 નાની ચમચી લસણની પેસ્ટ

સ્વાદ પ્રમાણે મીઠુ

પરાઠા શેકવા માટે બટર

ચીઝ ચીલી ગાર્લિક પરાઠા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ બે કપ ઘઉંનો રોટલીનો લોટ લેવો. તેમાં બે ટેબલ સ્પૂન તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું. હવે બધી જ સામગ્રી હાથેથી મસળીને મિક્સ કરી લેવી.

હવે તેનો સામાન્ય પરોઠા બનાવીયે તેનાથી થોડો પોચો લોટ પાણી ઉમેરીને બાંધી લેવો. તેને વધારે વાર મસળવો. તેમ કરવાથી તેમાં ગ્લુટન છૂટશે જે આપણા પરોઠાને બાંધી રાખવામાં મદદ કરશે. અને તેનાથી પરોઠા વધારે સારા પણ બનશે. હવે લોટ બંધાઈ ગયા બાદ તેના પર તેલનું લેયર ચોપડીને તેને પંદર મિનિટ માટે ઢાંકીને બાજુ પર મુકી દેવો.

હવે પરોઠાનું પુરણ બનાવવા માટે એક ઉંડી પ્લેટ અથવા પહોળો બોલ લેવો. હવે તેમાં 100 ગ્રામ છીણેલું પ્રોસેસ્ડ ચીઝ અને 50 ગ્રામ છીણેલું મોઝરેલા ચીઝ ઉમેરવું.

ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમણે મીઠુ, પા ચમચી ચાટ મસાલો, જીણા સમારેલા મરચા, જીણા સમારેલા કેપ્સિકમ, જીણી સમારેલી કોથમીર અને અરધો કપ જીણી સમારેલી ડુંગળી ઉમેરવી.

ડુંગળી બાદ બે મોટી ચમચી મેયોનીઝ ઉમેરવી, તેના પર પા ચમચી મરી પાઉડર, ઓરેગાનો પાઉડર અથવા તો ઇટાલિયન સિઝલિંગ પણ તમને જોઈતા પ્રમાણમાં ઉમેરી શકો છો. હવે આ બધી જ સામગ્રીને વ્યવસ્થિત મિક્સ કરી લેવી.

હવે તેમાં એક નાની ચમચી જીણું ક્રશ કરેલું લસણ ઉમેરવું અને તેને પુરણ સાથે બરાબર મિક્સ કરી લેવું.

તો તૈયાર છે પરોઠાનું સ્ટફીંગ. આ સ્ટફિંગમાં ચીઝ તેમજ અન્ય મસાલા નાખવામાં જરા પણ કંજૂસાઈ ન કરવી. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ વધારી ઘટાડી શકો છો બાકી બધા જ મસાલા પુરતા પ્રમણમાં ઉમેરવા.

હવે પંદર મિનિટ બાદ લોટને ફરી એક વાર હાથ પર તેલ લગાવીને મસળી લેવો. અને તેમાંથી પરોઠા વણવા માટે સમાન લોયા તૈયાર કરી લેવા.

હવે તૈયાર કરેલા લોયાને અહીં બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે અટામણમાં રગદોળીને હાથની મદદથી કટોરી જેવો આકાર આપવો.

હવે લોટની તૈયાર કરેલી આ કટોરીમાં પુરતા પ્રમાણમાં તૈયાર કરેલુ સ્ટફિંગ ઉમેરી દેવું. અને તેને બધી જ બાજુએથી સીલ કરી લેવું.

હવે આ સ્ટફિંગ ભરેલા લોયાને હળવા હાથે અટામણમાં રગદોળીને વણી લેવું.

હવે તૈયાર કરેલા ચીઝ ચીલી ગાર્લિક પરોઠાને તવા પર શેકવા માટે મુકી દેવો. હવે તેની એક બાજુ શેકાય એટલે તેને પલટી લેવો અને તેના પર બટર લગાવી લેવું. બને તો આ પરોઠા બટરમાં શેકો તેનાથી સ્વાદ વધારે સારો આવે છે બાકી તમે ઘી તેમજ તેલમાં પણ પરોઠાને શેકી શકો છો.

પરોઠાને મિડિયમ ટુ લો ફ્લેમ પર જ શેકાવા દેવો જેથી કરીને તેનું બહારનું પડ એકદમ ક્રિસ્પિ થાય.

તો તૈયાર છે. ચીઝ ચીલી ગાર્લિક પરાઠા. આ પરાઠા બાળકોને ખુબ જ ભાવશે કારણ કે તેમાં ચીઝ છે ઉપરાંત તેમાં મેયોનીઝ અને ઓરેગાનો મસાલો પણ છે જે બાળકોને પરોઠા તરફ લલચાવવા માટે પુરતા છે.

રસોઈની રાણીઃ ચેતના પટેલ

ચીઝ ચીલી ગાર્લિક પરાઠા બનાવવા માટેની વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *