ચીઝ કોનૅ બનાના બોલ – આ રેસિપીનો આનંદ જૈન મિત્રો પણ લઈ શકશે…

ચીઝ કોનૅ બનાના બોલ (Cheese Corn Banana Ball)

ચીઝ કોનૅ બોલ એવી વાનગી છે જે બધા ને ભાવતી હોય છે અને આ સ્ટાર્ટર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે અને ઝડપી રેસીપી છે અને બનાવવામાં પણ આસાન છે અને બાળકોને ખુબ ભાવતી હોય છે અને આ મેં જૈન બનાવી છે. અને અને જ્યારે અંદરથી મેલ્ટેડ ચીઝ નીકળે તો ખાવાની ઘણી મજા આવે છે.

સમય : ૩૦ મિનિટ

સામગ્રી :

  • ૩ નંગ કાચા કેળા
  • ૧/૨ કપ મકાઈ ના દાણા
  • ૧/૪ કપ છીણેલું ચીઝ
  • ૨ ચમચી ઓરેગાનો
  • ૨ ચમચી રેડ ચીલી ફલેકસ
  • ૨ નંગ ઝીણી સમારેલાં લીલા મરચાં
  • ૧/૨ ચમચી મીઠું
  • ૧ ચમચી મરી પાઉડર
  • ૨૫૦ ગ્રામ ચીઝ ના કયુબ

⏩કોર્નફ્લોર નું મિશ્રણ

  • ૨ ચમચી મેંદો
  • ૧ ચમચી કોર્નફ્લોર
  • મીઠું સ્વાદમુજબ
  • જરૂર મુજબ બ્રેડ ક્રમસ્ અથવા ટોસ્ટ નો ભૂકો

રીત :

⏭ સૌથી પેલા ઉપરના લેયર માટે કેળા ને બાફીને છીની લેવા. સૌપ્રથમ બાફેલા કેળા ના માવા મા બાફેલી મકાઈ ના દાણા નાખી બધો મસાલો ઓરેગાનો, મીઠું,રેડ ચીલી ફેલેકસ,મરી પાઉડર, લીલા મરચાં ના ટુકડા, અને ૧/૪ કપ છીણેલું ચીઝ નાખી મિક્ષ કરી લો

⏭ હવે હાથેથી થેપી વચ્ચે ચીઝ નો ટુકડો મૂકી બરાબર પેક કરી ગોળ વાડી લો બોલ શેપમાં

⏭ કોર્નફ્લોર મી સ્લરી માટે મેંદો અને કોર્નફ્લોર લો એમાં મીઠું નાખી પાણી મિક્ષ કરી મીડીયમ ખીરૂ તૈયાર કરવું

પછી બોલ્સ ને કોર્ન ફ્લોર ની સ્લરી માં ડીપ કરી બ્રેડ ક્રમ માં રગદોળી ને ગોળા વાળી લેવા.

⏭ તેલ ગરમ કરવા મૂકો. હવે ગરમ તેલ માં તળી લેવાં. બ્રાઉન કલર ના કડક પડ થાય ત્યાં સુધી તડવા.

⏭ હવે કેચઅપ અને મૅયોનીઝ સાથે સર્વ કરવું. રેડી છે ચીઝ કોનૅ બનાના બોલ.

રસોઈની રાણી : ખુશ્બુ વોરા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *