ચિઝ પાલક અને ટોમેટો સૂપ – વિડિઓ રેસિપી દ્વારા શીખો સ્ટેપ બાય સ્ટેપ પરફેક્ટ સૂપ બનાવવાની રીત…

પાલક એ પોષક તત્વો થી ભરપૂર છે , બહુ જ ઉપયોગી છે બોડી માટે , તો આજે આપણે ફટાફટ બની જાય તેવું ચીઝ પાલક અને ટોમેટો સૂપ બનાવની રેસિપી જોઇશુ . ખાસ કરી ને બાળકો પાલક નથી ખાતા હોતા તો તેમને આ રીતે સૂપ બનાવી ને પીવડાવો.

સામગ્રી

  • ૨ કપ પાલક
  • ૨ ટામેટા
  • બરફ વાળું ઠંડુ પાણી
  • ૪-૫ કળી લસણ
  • ૧ નાનો ટુકડો આદુ નો
  • ચીઝ
  • મીઠું

સૌ થી પેલા પાલક અને ટામેટા લીધા છે , તેને ૨ મિનિટ માટે બોઈલ કરવાના છે ,

બહુ વધારે વાર બોઈલ નથી કરવાના , ૨ મિનિટ જ કરવાના છે જેથી પાલક ની કાચી સ્મેલ જતી રહેશે . ૨ મિનિટ થાય એટલે તરત જ બરફ ના ઠંડા પાણી માં પાલક અને ટામેટા ને નાખી દો.

૧ મિનિટ ઠંડા પાણી માં રહેવા દઈ અને પાલક ટામેટા ને મિક્સર જાર માં લઇ લો.

તેમાં ૪-૫ કળી લસણ ની અને એક નાનો ટુકડો આદુ નો નાખી દો અને પાણી નાખ્યા વગર જ પેસ્ટ બનાવી લેવાની છે.

પેસ્ટ બની જાય એટલે તેને ગાળી લેવાની છે .

એક વાસણ માં ૨ ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકી , પાલક ટામેટા ની પ્યુરી નાખી દો , સ્વાદ મુજબ મીઠું નાખી દો , ખાંડ અડધી ચમચી નાખી દો ટામેટા ની ખટાસ ને બેલેન્સ કરવા માટે બધું બરાબર મિક્સ કરી ૨ મિનિટ જેવું ઉકાળી લેવાનું છે ,

હવે ચિઝ ખમણી લઇ સૂપ ને ઉકાળવા દો ૨-૩ મિનિટ સુધી , હલાવતા રેહવું જેથી નીચે બેસી ના જાય. ઉકલી જાય એટલે ગરમ ગરમ સર્વ કરો.

ખુબજ હેલ્થી છે આ સૂપ , તમે રેગ્યુલર પણ બનાવી ને પીવો આ સૂપ , જો રેગ્યુલર આ સૂપ પીવું હોય તો ચીઝ રોજ ના નાખવું. ચિઝ નાખ્યા વગર જ પાલક ટામેટા ની પ્યુરી ને ઉકાળી લેવું. ૧૦ મિનિટ જેટલો જ સમય લાગશે આ હેલ્થી સૂપ બનાવવા માં તો એક વાર જરૂર થી ટ્રાય કરજો.



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *