ચીઝ કોર્ન સમોસા – તમારા હાથે બનાવેલ ચીઝ કોર્ન સમોસા ખવડાવો, બાળકો પણ ખુશ અને તમારા પતિ પણ ખુશ…

સમોસા એટલે દરેક ની પસંદ , સાંજ ની ચા સાથે ખાવા માટે જે સૌ કોઈ પસંદ કરે છે . આજે આપણે બાળકો ને પણ પસંદ પડે તેવા ચીઝ કોર્ન સમોસા ની રેસીપી જોઇશુ .

ખુબ જ સરળ છે આ સમોસા બનાવવા , ખુબ જ ઓછી સામગ્રી થી બનતા આ ટેસ્ટી એવા સમોસા એક વાર જરૂર થી બનાવો . આજે મેં બાળકો ખાઈ શકે તેવા ચીઝ કોર્ન સમોસા બનાવીશુ , તો ચાલો રેસીપી જોઈ લઈએ

સામગ્રી

  • ૧ કપ ઘઉં નો લોટ
  • ૨ ચમચી સોજી
  • ૨ ચમચી ઘી
  • અડધી ચમચી મીઠું
  • અડધી ચમચી અજમો
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ માટે

  • ૧ કપ બાફેલી મકાઈ ના દાણા
  • ૧ કપ ચીઝ
  • થોડો ઓરેગાનો
  • તેલ તળવા માટે

સૌ થી પેહલા એક મિક્સિંગ બાઉલ માં ઘઉં નો લોટ લઇ લો , સાથે તેમાં સોજી નાખી દો, તેમાં ઘી , મીઠું , અજમો નાખી બરાબર મિક્સ કરી લો.

અને પછી જરૂર મુજબ નું પાણી નાખી અને લોટ બાંધી લેવાનો છે. લોટ ઢીલો નથી બાંધવાનો , લોટ પરોઠા જેવો કઠણ હોવો જોઈએ અને સાથે સોફ્ટ પણ જોઈશે . લોટ ને સોફ્ટ બનાવવા માટે લોટ સરખો ભેગો થઇ જાય એટલે થોડું તેલ લગાવી લઇ અને બરાબર મસળી લેવું. બરાબર મસળી લો પછી ઢાંકી અને ૧૦ મિનિટ સુધી રેસ્ટ આપી દેવો.

હવે સ્ટફિન્ગ રેડી કરી લઈએ , તેના માટે એક મિક્સિંગ બાઉલ માં મકાઈ , ચીઝ અને ઓરેગાનો મિક્સ કરી લો , મકાઈ બાફતી વખતે મીઠું નાખ્યું હતું અને ચીઝ સોલ્ટી હોય છે તેથી મીઠું નથી નાખ્યું અને . સ્પેશ્યલ બાળકો માટે બનવું છું એટલે તીખાશ પણ નથી નાખવી. તમારે તીખાશ નાખવી હોય તો તીખા લીલા મરચા સમારી અને નાખી દેવા. સ્ટફિંગ બરાબર મિક્સ કરી લો.

હવે લોટ બાંધ્યો હતો તેમાં થી તમારે જે સાઈઝ ના સમોસા બનાવવા હોય તેવા લુઆ કરી લેવા અને તેમાં થી ફોટો અને વિડિઓ માં બતાવ્યું છે તે પ્રમાણે સમોસા બનાવી લેવાના છે.

સમોસા બનાવતા જાઓ તેમ કપડાં થી ઢાંકી ને રાખવા જેથી સુકાય ન જાય.

બધા સમોસા બની જાય એટલે મીડીયમ ગેસ પર ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળી લેવાના છે.

બસ રેડી છે એકદમ ટેસ્ટી ચીઝી એવા ચીઝ કોર્ન સમોસા. કોઈ પણ સમયે ઘરે નાસ્તા માં , ગેસ્ટ આવે ત્યારે કે પાર્ટી માં સર્વ કરી શકાય તેવા આ સમોસા તમે પણ ચોક્કસ થી બનાવો.

રેસિપી વિડિઓ :



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *