થોડી જ વારમાં તૈયાર થઈ જાય તેવા ચીઝી ક્રીસ્પી મીક્સ વેજી રવા ટોસ્ટ…

ચીઝી ક્રીસ્પી મીક્સ વેજી રવા ટોસ્ટ

બાળકોમાં ચીઝમાંથી બનતી અથવા કહો કે જે વાનગીઓમાં ચીઝનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવી વાનગી ખાવનાનો ક્રેઝ વધ્યો છે. તે પછી પીઝા હોય, ચીઝ ઢોંસા હોય, ચીઝ સેન્ડવીચ હોય કે પછી ચીઝ દાબેદલી હોય. ચીઝ હોય તો બાળકોની હા હોય. વારંવાર પીઝા બહાર ખાવના એ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.

તેમ છતાં બાળકોને તો વારંવાર તે જ ફ્લેવેરનું કંઈને કંઈ ખાવાની ઇચ્છા થતી હોય છે. તો આજની અમારી આ પોસ્ટમાં અમે પીઝા ફ્લેવરના ચીઝી ક્રીસ્પી મીક્સ વેજી રવા ટોસ્ટની રેસીપી તમારી માટે લાવ્યા છીએ.

ક્રીસ્પી રવા ટોસ્ટ બનાવવા માટેની સામગ્રી

1 વાટકી મેંદો

2 વાટકી રવો

1 ચમચી દહીં

સેન્ડવીચ બ્રેડનું મીડીયમ પેકેટ

¼ કપ જીણા સમારેલા કેપ્સીકમ

¼ કપ જીણા સમારેલા ગાજર

1 ટી સ્પૂન જીણા સમારેલા મરચા

¼ કપ જીણી સમારેલી ફણસી

1 ચમચી કોથમીર જીણી સમારેલી

½ ચમચી મીઠો લીંમડો જીણો સમારેલો

4 ક્યૂબ ચીઝ

1 ટી સ્પૂન ચીલી ફ્લેક્સ

1 ટી સ્પૂન ઓરેગાનો

મીઠું સ્નાદ અનુસાર

ક્રીસ્પી રવા ટોસ્ટ બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક બોલમાં 2 વાટકી રવો અને 1 વાટકી મેંદો એડ કરી લેવો હવે તેમાં 1 મોટી ચમચી દહીં એડ કરી લેવું.

હવે તેમાં બધા જ શાકભાજી જીણા સમારેલા એડ કરી લેવા.

ત્યાર બાદ તેમાં કોથમીર અને મીઠો લીંમડો જીણા સમારેલા એડ કરી લેવા. લીંમડાથી ટોસ્ટમાં ખુબ જ સરસ ફ્લેવર આવશે.

હવે આ બધી જ સામગ્રીને વ્યવસ્થીત મીક્ષ કરી લેવી.

ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી એડ કરવું. પાણી ધીમે ધીમે જ એડ કરવું. ખીરુ વધારે પડતું લીકેવીડ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠુ એડ કરવું. ખીરાની કન્સીસ્ટન્સી થીક રાખવાની છે.

હવે તેમાં ચીલી ફ્લેક્સ એડ કરવા

ત્યાર બાદ તેમાં ઓરેગાનો એડ કરવું

ત્યાર બાદ તેમાં છીણેલું ચીઝ એડ કરવું અને બધું જ બરાબર મીક્ષ કરી લેવું.

ખીરાને વધારે લીક્વીડ ન રાખવું તેની કન્સીસ્ટન્સી થીક રાખવી. માટે પાણી ઉમેરતી વખતે ધ્યાન રાખવું.

હવે કીનારી કાપી લીધેલી સેન્ડવીચ બ્રેડ લેવી.

તેના પર આ તૈયાર કરેલું ખીરુ સ્પ્રેડ કરી લેવું. બ્રેડ પર બટર લગાવવાની જરૂર નથી.

ખીરાનું લેયર થોડું જાડુ રાખવું. લગભગ એક મોટી ચમચી જેટલું

હવે નનસ્ટીક તવો ગરમ કરવા મુકી દેવો. તવો ગરમ થયા બાદ તેના પર બટર લગાવી લેવું.

હવે તૈયાર ખીરુ ચોપડેલી બ્રેડ ને બટરથી ગ્રીસ કરેલા ગરમ તવા પર ઉંધી એટલે કે જે તરફ ખીરુ ચોપડવામમાં આવ્યું છે તે બાજુ નીચે તવા પર રહે તે રીતે બ્રેડ શેકાવા માટે મુકી દેવી.

આ દરમિયાન ગેસ ધીમો રાખવો. જેથી કરીને ધીમે ધીમે મેંદા અને રવા વાળુ ખીરુ વ્યવસ્થીત શેકાય અને બળી ન જાય અને કાચુ પણ ન રહે.

હવે તેવી જ રીતે બીજી બ્રેડ પણ તૈયાર કરીને તવા પર શેકાવા મુકી દો.

હવે બ્રેડની જે ઉપરની બાજુ છે તેના પર બટર સ્પ્રેડ કરી દો.

ધીમે ધીમે તાવેથાની મદદથી બ્રેડ દબાવીને શેકી લો.

બ્રેડ પલટીને તે શેકાઈ છે કે નહીં તે જોઈ લેવું. ન શેકાઈ હોય તો તેને ફરી તવા બાજુ ફેરવી શેકો.

ખીરુ ચડી ગયું હોય અને ક્રીસ્પી બ્રાઉન થઈ ગયું હોય એટલે સમજવું કે બ્રેડની તે બાજુ શેકાઈ ગઈ છે. હવે તેને બીજી બાજુથી પણ શેકી લો.

બ્રેડને શેકાવામાં 5-7 મીનીટનો સમય લાગે છે.

હવે બ્રેડને વચ્ચેથી કટ કરી લેવી. અને તેને ટોમેટો સોસ સાથે સર્વ કરવી. અત્યારે તમે તીખાશ કે ફ્લેવર વધારવા માટે તેના પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ સ્પ્રીંકલ કરી શકો છો.

ટીપ્સ – તમારા બાળકોની પસંદ મુજબ તમે ચીલી ફ્લેક્સ ઘટાડી ઉમેરીને તેની તીખાશને બેલેન્સ કરી શકો છો. તેમજ તેમને ગમતા બીજા શાકભાજી પણ એડ કરી શકો છો. અને ચીઝનું પ્રમાણ પણ તે રીતે વધારી ઘટાડી શકો છો.

સૌજન્ય : ફૂડ ગણેશા, નિધિ પટેલ (યુટ્યુબ ચેનલ)

વિગતવાર રેસીપી જોવા માટે નીચે આપેલી વિડિયો પર ક્લીક કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *