ચીઝ ઓનિયન પરાઠા – બનાવવામાં સિમ્પલ ખાવામાં ટેસ્ટી એવા પરાઠા બનાવતા શીખો સ્ટેપ બાય સ્ટેપ..

પરોઠા એ એવી આઈટમ છે જેને તમે બૌ અલગ અલગ રીતે તમારી પસંદ ના મસાલા સાથે બનાવી ને ખાઈ શકો છો. આજે આપણે ખુબ જ સિમ્પલ પણ ખાવામાં એકદમ ટેસ્ટી અને મજા પડે એવા ચીઝ ઓનિયન પરાઠા બનાવીશુ. તો ચાલો રેસીપી જોઈ લઈએ

સામગ્રી લોટ બાંધવા માટે

  • ૧ કપ ઘઉં નો જીણો લોટ
  • અડધી ચમચી મીઠું
  • અડધી ચમચી મરી પાઉડર
  • ૨ ચમચી તેલ
  • જરૂર મુજબ પાણી

સ્ટફિંગ માટે

  • ૩ નંગ જીણી સમારેલી ડુંગળી
  • ૧ લીલું મરચું જીણું સમારેલું
  • ૧ ચમચી આમચૂર પાઉડર
  • ૧ ચમચી ધાણાજીરું પાઉડર
  • ૧ ચમચી મરી પાઉડર
  • અડધી ચમચી મીઠું
  • ૧ કપ જેટલું ચીઝ ખમણેલું
  • ઘી પરોઠા શેકવા માટે
  • થોડું ચીઝ ગાર્નિશ કરવા માટે

સૌ થી પેહલા લોટ લઇ લો એક મિક્સિંગ બાઉલ માં તેમાં મીઠું , મરી પાઉડર અને તેલ નાખી હાથે થી મસળી લો , પછી જોઈએ તેટલું પાણી નાખતા જય સોફ્ટ લોટ બાંધી લો, લોટ બંધાઈ જાય એટલે તેલ લગાવી લઇ , ઢાંકી અને ૧૦ મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે.

ત્યાં સુધી સ્ટફિંગ બનાવી લઈએ. તેના માટે એક બાઉલ માં ડુંગળી , લીલું મરચું , આમચૂર પાઉડર , ધાણાજીરું પાઉડર , મરી પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દો. પછી તેમાં ચીઝ ખમણી લો અહીં મેં ૧ કપ જેટલું ચીઝ ખમણી લો, ચીઝ તમે તમારી પસંદ અનુસાર વધુ કે ઓછું કરી શકો છો. બધું મિક્સ કરી અને સાઈડ પર મૂકી દો.

૧૦ મિનિટ પણ થઇ ગઈ છે લોટ ને ફરી થી થોડી વાર મસળી લઇ તેમાં થી એક સરખા ભાગ કરી લો.

હવે પાટલી પર થોડોક કોરો લોટ લઇ અને નાનું પરોઠું વણી લો. તેમાં ૨ ચમચી જેટલું સ્ટફિંગ ભરી લઇ અને બધી બાજુ થી પરોઠા ને પેક કરી લો. અને ફરી થી થોડો કોરો લોટ લઇ અને પરોઠું વણી લો. એકદમ હળવા હાથે વણવાનું છે નઈ તો પરોઠું તૂટી અને મસાલો બહાર આવશે. મીડીયમ જાડું રાખવાનું છે પરોઠું.

પરોઠું વણાઈ જાય એટલે ગરમ લોઢી પર મૂકી પેલા બંને સાઈડ ઘી કે તેલ લગાવ્યા vagar શેકી લો . સાઈડ ફેરવી અને ઉપર ની બાજુ ઘી લગાવી લો , પછી બીજી બાજુ પણ ઘી લગાવી લો. અને ધીમે ધીમે દબાવી ને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું છે પરોઠું. ગોલ્ડન કલર નું થાય એટલે પ્લેટ માં નીકળી લો. આવી રીતે બધા પરોઠા બનાવી લો.

પરોઠા ને ટ્રાઇંગલ શેપ માં કટ કરી ઉપર ખમણેલ ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કરો. તો સુપર ટેસ્ટી એવા આ પરોઠા એક વાર જરૂર થી બનાવજો.


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *