ચીઝ પોટેટો પોટલી – બાળકો તો જોઇને જ ખાવા માટે લલચાઈ જશે…

ચીઝ અને બટાકા આ બે એવી વસ્તુ છે જેને કોઈ છોડવા તૈયાર ના હોય. આ બન્ને હવે ભોજનમાં એમનું આધિપત્ય જમાવીને બેઠા છે હવે એમને હાંકી શકાય એમ નથી પણ આપણે શું કામ હાંકવા છે નહીં…. આવો આજે આ બન્ને ની જોડીની જમાવટ કરીએ.

ચીઝ પોટેટો પોટલી.

સામગ્રી

બાફેલા બટાકા

આદુ મરચાની પેસ્ટ

ચાટ મસાલો

આમચૂર પાવડર

ગરમ મસાલો

ચીઝ

મીઠુ.

પોટલી માટે જોઈશે….

મેંદો

સોજી

ઘઉંનો લોટ

મીઠુ અને

તેલ.

હવે રીત….

સૌ પ્રથમ બટાકા બાફી લો. હવે ઠંડા પડવા દો. બાફેલા બટાકામાં સ્વાદ મુજબ મીઠુ, આદું મરચાની પેસ્ટ, ચાટ મસાલો, આમચૂર પાવડર, ગરમ મસાલો અને ભારો ભાર કોથમીર નાંખી બધું જ મિક્સ કરો.

પોટલી માટે તૈયાર મેદાની પટ્ટી બજારમાં મળે છે. મેં ઘરે બનાવ્યું છે.


મેંદો, સોજી અને ઘંઉનો લોટમાં સ્વાદ મુજબ મીઠુ અને ઘીનું મોણ નાખી લોટ બાંધવો.


લોટને 1 કલાક ઢાંકી ને રાખવો.


હવે નાની ગોળ રોટલી વણીને એમાં બટાકા નો માવો મૂકી ઊપર છીણેલી ચીઝ રાખીને પોટલી વાળો. બધી વળાઈ જાય પછી ધીમાં તાપે તેલમાં તળી લો.


તૈયાર છે ચીઝ પોટેટો પોટલી….. 👍

ખૂબ ઝડપથી બનતી આ વાનગી બાળકો અને વડિલો સૌને ભાવે એવી છે.


પોટલી ની સાથે વધેલા લોટમાંથી પૂરી વણીને એને ચાર ભાગમાં કટ કરી ને તળી લો. હવે ઠંડી થવા દો


ત્યારબાદ ટોમેટો સોસ ને એક કોન આકારની બેગમાં ભરીને પૂરી ઊપર આ રીતે ડિઝાઇન કરી શકાય. ખૂબ સુંદર દેખાય છે અને સ્વાદ પણ સરસ લાગે છે.

રસોઈની રાણી : શોભના શાહ. 😍

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *