ઉનાળુ સ્પેશિયલ છાસ નો મસાલો – હવે છાસનો મસાલો તૈયાર લાવવાની જરૂરત નથી, બનાવો આ સરળ રીતથી…

આજે આપણે બનાવીશું ઉનાળુ સ્પેશિયલ છાસ નો મસાલો બનાવવાની પરફેક્ટ રેસિપી જોઈશું.જ્યારે આ છાસ નો મસાલો એડ થશે ત્યારે બધા જ છાસ ના ગ્લાસ પૂરા થઈ જશે. હવે ગરમી ની સીઝન ચાલુ થઈ ગઈ છે. અને શરીર ને ઠંડક આપે તેવી છાસ તેમાં નાખવાનો એકદમ ટેસ્ટી એવો મસાલો બનાવી લઈએ. આ મસાલા ને ફકત છાસ માં નહીં.પરંતુ સમારેલા ફ્રૂટ પર અથવા કોઈ પણ સલાડ પર છાંટી ને ખાય શકાય છે. તો ચાલો પરફેક્ટ રીત અને માપ થી બનાવી લઈએ.

સામગ્રી

  • સૂકા આખા ધાણા
  • અજમો
  • સંચળ
  • મીઠું
  • સીંધવ મીઠુ
  • સૂકો ફુદીનો
  • સૂકા ધાણા
  • હીંગ
  • મરી
  • તજ
  • લવિંગ
  • જીરું

રીત

1- સૌથી પહેલા જીરું લઈશું. જીરું નું પ્રમાણ બધા કરતા વધારે લેવાનું છે. જનરલી છાસ માં શેકેલું જીરુ જ નાખતા હોય છે.ત્યારબાદ પા કપ આખા ધાણા લઈશું.ત્યારબાદ પા કપ અજમો લઈશું. તે પાચન કરવામાં અને પેટ માટે ખૂબ ઉપયોગી છે.

2- હવે ૧/૪કપ સંચળ લઈશું.અને ૧/૪કપ સીંધવ મીઠું લીધું છે. આ ખૂબ જ ઉપયોગી છે.અને ૧/૪કપ સાદું મીઠું લઈશું. ત્યારબાદ આપણે સૂકા ફુદીના ના પાન લઈશું. ફુદીના ને ઘર માં જ રૂમ માં ધોઈ ને સુકવી લીધા છે. અને તેને ડ્રાય કરી લેવાના.અને સ્ટોર કરી લેવાના.

3- હવે તે જ રીતે ધાણા ને પણ ધોઈ ને સૂકા કરી તેને પણ ક્રિસ્પી કરી લીધા છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો.તેને પણ તમે કોઈપણ મસાલા માં યુઝ કરી શકો છો.હવે એક નાની ચમચી હીંગ લઈશું.

4- હવે મસાલા ને વધારે ટેસ્ટી બનાવવા માટે એક ચમચી આખા મરી અને બે તજ ના ટુકડા લઈશું. હવે આપણી બધી જ સામગ્રી ભેગી થઈ ગઈ છે. હવે આપણે ફટાફટ મસાલો બનાવી લઈએ.પહેલા જીરું અને ધાણા અને અજમાં ને શેકી લઈશું.

5- હવે એક પેન લઈશું.તેમાં અડધો કપ જીરું નાખીશું. તેને ધીમા ગેસ પર શેકી લઈશું. ધ્યાન રાખવાનું છે કે તેનો કલર સેજ પણ બદલાવો ના જોઈએ. હવે તેને ધીમા તાપે હલાવતા શેકી લઈશું. હવે આપણે પા કપ ધાણા નાખીશું. અને પા કપ અજમો નાખીશું.

6- હવે તજ અને મરી પણ તેમાં નાખી દઈશું. તેની સરસ સુંગધ આવી જાય ત્યાસુધી તેને શેકવા નું છે. ખાસ વાત નું ધ્યાન રાખવાનું છે કે બળી ના જાય. અને કલર પણ બદલાઈ ના જાય. હવે મસાલો સરસ શેકાય જવા આવ્યો છે.

7- હવે ગેસ બંધ કરી દઈશું. હવે આ મસાલા ગરમ છે તો તેમાં આપણે તેમાં ફુદીના ના પાન નાખી દઈશું. અને સાથે સૂકવેલા ધાણા નાખી દઈશું. આ મસાલો ઠંડો થાય એટલે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું.મસાલો બનાવતી વખતે એ ધ્યાન માં રાખવાનું કે એકસાથે મસાલો નથી બનાવવાનો. પરંતુ એક મહિનો ચાલે એટલો જ મસાલો બનાવવાનો.

8- જો વધારે બનાવશો તો અને તેને ફ્રીઝ માં રાખશો તો તેની ફ્લેવર્સ ઉડી જશે. એટલે એક મહિનો ચાલે એવો ફ્રેશ જ મસાલો બનાવવાનો. હવે આપણે મિક્સર જારમાં લઈ લઈશું. હવે તેમાં સીંધવ મીઠું નાખીશું. હવે તેને ક્રશ કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે મસાલા નો કલર એકદમ સરસ આવ્યો છે.હવે તેને એક બાઉલ માં કાઢી લઈશું.

9- હવે તેમાં સંચળ નાખીશું.ત્યારબાદ સાદું મીઠું નાખીશું. અને એક નાની ચમચી હીંગ નાખીશું. હીંગ નાખવાથી મસાલો ટેસ્ટી તો બને છે. પણ સાથે પાચન માં પણ સહેલાઈ રહે છે. બધું બરાબર મિક્સ કરી લઈશું.હવે તૈયાર છે ટેસ્ટી એવો છાસ નો મસાલો.

10- આ મસાલો ચાટ માં પણ નાખી ને ખાય શકો છો. અને ફરસાણ માં પણ ઉપર થી નાખી ને ખાય શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફ્રૂટ પર તો સરસ લાગતો હોય છે. આ છાસ નો મસાલો તમે કોઈપણ બોટલ માં ભરી ને સ્ટોર કરી શકો છો. હવે બોટલ માં ભરી લઈશું. આપણે છાસ પણ બનાવી લઈશું.છાસ બનાવવા માટે એક વાડકો દહી લઈશું.

11- આજે આપણે બે વ્યક્તિ ને થાય તેટલી છાસ બનાવીશું.હવે આપણે બનાવ્યો છે એ મસાલો દોઢ ચમચી મસાલો નાખીશું.મસાલો તમે તમારા ટેસ્ટ મુજબ તમે નાખી શકો છો. હવે તમે દોઢ ગ્લાસ પાણી નાખીશું.તમે વધુ કે ઓછું કરી શકો છો.હવે તેને વીસ્કર થી મિક્સ કરી લઈશું.

12- હવે તૈયાર કરેલી છાસ આપણે ગ્લાસ માં કાઢી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી છાસ નો કલર એકદમ સરસ આવ્યો છે. હવે ઉપર થી થોડો મસાલો ભભરાવી લઈશું. હવે બે કે ત્રણ બરફ ના ક્યૂબ નાખીશું.તો હવે ઠંડી ઠંડી છાસ તૈયાર છે.તો તમે પણ ચોક્ક્સ થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *