છોલે ચણા – જયારે ઘરમાં લીલા શાકભાજી ના હોય તો આ એક બેસ્ટ ઓપશન છે…

છોલે ચણા દરેક ને લગભગ પ્રિય હોય છે, સાજે, અમુક શાક ભાજી બનાવાનો કંટાળો આવતો હોય, તો આવા સમય ચણા હોય તો આપને બનાવી શકીએ, કંઇક અલગ જ લાગે, આપણી હેલ્થ માટે ચણા ખુબજ ઉપયોગી છે, બાફી ને પણ બાળકો ને આપી શકાય છે, સલાડ તરીકે ઉપયોગ કરી શકાય છે. છોલે માંથી આપણે શાક, છોલે પરાઠા, છોલે ટિક્કી, છોલે રાઈસ, છોલે પુલાવ, છોલે માંથી ગણું બધું બનાવી શકીએ છીએ., બાળકો ને ટિફિન બોક્સ માં આપી શકીએ છીએ. ટેસ્ટ માં પણ સરસ લાગે છે.

 • ૧ વાટકી કાબુલી ચણા
 • પાણી જરૂર મુજબ
 • ૪ ડુંગળી પેસ્ટ
 • ૪ ટામેટાં પેસ્ટ
 • ૧૦ કળીઓ સુકુ લસણ પેસ્ટ
 • ૨ ચમચી ગરમ મસાલો
 • ૨ચમચી છોલે મસાલો પાવડર
 • ૧ચમચી ગરમ મસાલો
 • મીઠું સ્વાદ અનુસાર
 • ૨ ચમચીધાણા જીરું
 • ૧ચમચી લાલ મરચું
 • એક ચમચીજીરૂ
 • ૨ સૂકા મરચાં
 • કોથમીર જરૂર મુજબ
 • હળદર જરૂર મુજબ
 • તેલ જરૂર મુજબ

રીત:

સૌ પ્રથમ ચણા ને ૪થી૫ કલાક માટે ગરમ પાણી માં પલાળવા.

પછી કુકર મા નાંખી, મીઠું, હળદર, નાખી, પાણી નાખી અર્ધી ચમચી સાજી ના ફૂલ નાખી, ૩ થી ૪ સીટી મારવી.

જો ચણા કાચા લાગે તો ફરી પણ સીટી મારી સકો છો.

પછી ગેસ બંધ કરી દેવો, એક પેન માં તેલ લેવું., જીરું સૂકા મરચાં નાખવાં

, લસણ પેસ્ટ, ડુંગળી પેસ્ટ, ટામેટાં પેસ્ટ નાખો.

તે ગોલ્ડન બ્રાવુન થવા દેવું. હળદર અર્ધી ચમચી નાખવી.

પછી બાફેલાં ચણા નાખવા, તેમાં મીઠું, લાલ મરચું, છોલે મસાલો, ધાણાજીરું, નાખી એક કપ પાણી નાખી , છોલે ગેસ પર થવા દેવા.

પછી રસો ઘટ્ટ થવા લાગે, એટલે ગેસ બંધ કરી દો.

પછી કોથમીર ઉપર થી ભભરાવી.

મિત્રો તમને રેસીપી કેવી લાગી, જો રેસીપી પસંદ આવે લાઈક , કોમેન્ટ કરશો.

રસોઈની રાણી : ફોરમ ભોજક

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *