છોલે ચાટ – ભેળ, પાણી પૂરી, ચાટ વગેરેમાં હવે વેરિયેશન લાવવાનો સમય થઇ ગયો છે.. આજે જ બનાવો.

છોલે ચાટ :

સ્ટ્રીટ ફુડ તરીકે ખૂબજ જાણીતા એવા ભેળ, પાણી પૂરી, ચાટ વગેરે લોકોના પસંદીદા નાસ્તા છે. નાના બાળકોથી માંડીને મોટાઓ સુધીના બધા લોકોને આ બધુ ખાવામાં ખૂબજ આનંદ આવતો હોય છે. ભેળ, પાણી પૂરી, ચાટ વગેરેમાં વેરિયેશન લાવીને અત્યારે અનેક પ્રકારે અલગ અલગ રીતે બનાવવામાં આવતા હોય છે. ભેળમાં જુદી જુદી સામગ્રીનું કોમ્બિનેશન કરી ફરાળી ભેળ, પાપડી ભેળ, કઠોળની ભેળ, ફ્રુટ ભેળ વગેરે બનાવવામાં આવતા હોય છે. પાણી પૂરીમાં અલગ અલગ પ્રકારના પાણી બનાવીને તેમાં વેરિયેશન લવવામાં આવતું હોય છે.

તે જ પ્રમાણે ચાટ પણ અનેક પ્રકારના ફરસાણોમાંથી પણ બનાવવામાં આવે છે. જેમકે સમોસા ચાટ, પાવ ચાટ, વડા પાવ ચાટ, કચોરી ચાટ, ઘુઘરા ચાટ જેવા ફરસાણોના કોમ્બિનેશનથી બનાવાય છે, તેમજ અમુક કઠોળમાંથી ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી ચાટ પણ બનાવવામાં આવે છે. જે નાસ્તા તરીકે લઈ શકાય છે. તેમાં બટેટા સાથે સેવ, ચવાણું, તીખી – મીઠી ચટણીઓ સાથે ચાટ મસાલા, દાડમ વગેરે મિક્ષ કરીને ખૂબજ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે.

અહીં હું આપ સૌ માટે છોલે ચાટની રેસિપિ આપી રહી છું. જે ઘરમાંથી જ મળી જતી બધી સામગ્રીમાંથી ખૂબજ સરળતાથી બનાવી શકાય છે. અને ખૂબજ સ્વાદિષ્ટ બનશે.

છોલે ચાટ બનાવવા માટેની સામગ્રી :

  • 1 ½ કપ પલાળેલા છોલે ચણા
  • 2 નંગ બટેટા
  • 3 ટેબપ સ્પુન અથવા સ્વાદ મુજબ મરચા – લસણની તીખી ચટણી
  • ½ કપ અથવા સ્વાદ મુજબ મીઠી ચટણી
  • 3 ટેબલ સ્પુન કર્ડ
  • ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ
  • સ્વાદ મુજબ મીઠું
  • 6-7 ચાટ પાપડી
  • 1 મોટી બારીક સમારેલી ઓનિયન
  • ½ નંગ ટમેટું બારીક કાપેલું
  • ½ કપ અથવા સ્વાદ મુજબ ચવાણું
  • ½ કપ સ્વાદ મુજબ સંચળ વાળી બેસન સેવ
  • ½ કપ સ્વાદ મુજબ સોલ્ટી બેસન સેવ (પીળી)
  • ½ કપ દાડમ
  • ½ ટી સ્પુન ચાટ મસાલો
  • થોડા તળેલા શિંગદાણા
  • 1 ટેબલ સ્પુન કોથમરી

ગાર્નિશિંગ માટે :

ટમેટાની સ્લાઈઝ, ચાટ પાપડી, કોથમરી, થોડી ઓનિયન, દાડમના દાણા, સ્વીટ ચટણી,સેવ

**સૌ પ્રથમ 6-7 કલાક અગાઉ ¾ કપ છોલે ચણાને 2-3 વખત પાણીથી ધોઇને હુંફાળા પાણીમાં પલાળી ઢાંકી રાખો. 6-7 કલાક પછી પલળીને અબાઉટ 1 ½ કપ જેટલા થઈ જશે.

ત્યારા બાદ બટેટાને છોલી લ્યો.

હવે પ્રેશર કુકરમાં પાણી મૂકી બરાબર ગરમ થાય એટલે તેમાં પલાળેલા છોલે ચણા અને છાલ કાઢેલા બટેટાને કૂક થવા મૂકો. તેમાં પિંચ સોડા બાય કાર્બ અને સોલ્ટ ઉમેરી મિક્ષ કરી, 5-6 વ્હીસલ કરી કુક કરી લ્યો.

ત્યારબાદ તેમાંથી પાણી નિતારી લ્યો. બટેટા બારીક સમારી લ્યો.

છોલે ચાટ એસેમ્બલ કરવાની રીત:

હવે એક બાઉલ લઇ તેમાં બાફેલા છોલે ચણા અને બારીક સમારેલા બટેટા મૂકો. હવે તેમાં ½ ટેબલ સ્પુન મરચા – લસણની તીખી ચટણી અને 1 ટેબલ સ્પુન મીઠી ચટણી ઉમેરો.

હવે તેમાં 2 ટેબલ સ્પુન ફીણેલું કર્ડ ઉમેરો. તેના પર ¼ ટી સ્પુન જેટલું કાશ્મીરી લાલ મરચું સ્પ્રીંકલ કરી બધું મિક્ષ કરી લ્યો.

હવે તેને એક પહોળા સર્વિંગ બાઉલમાં ટ્રાંસફર કરી લ્યો. ફરી તેમાં 1 ટેબલ સ્પુન તીખી ચટણી, મીઠી ચટણી અને 1 ટેબલ સ્પૂન કર્ડ ઉમેરો.

હવે તેના પર ચવાણું, સંચળ વાળી સેવ અને બેસન સેવ સ્પ્રીંકલ કરો.

તેના પર થોડી બારીક સમારેલી ઓનિયન અને થોડા બારીક સમારેલા ટમેટાના પીસ સ્પ્રીંકલ કરો.

હવે તેના પર ચાટ મસાલો સ્પ્રિંકલ કરી બધું સરસથી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ આ મિશ્રણ પર દાડમના દાણા, 3-4 ચાટ પાપડી અધકચરી કરીને, થોડી કોથમરી, 1/2 ટી સ્પુન તીખી ચટણી, ½ ટેબલસ્પુન મીઠી ચટણી, થોડા તળેલા શિંગદાણા

અને થોડી બેસન સેવ સ્પ્રિંકલ કરો.

વધારે કોન્ટીટીમાં બનાવવી હોય તો આ પ્રમાણે બધા લેયર રીપીટ કરો. ( તમારા સ્વાદ મૂજબ બધું ઉમેરો).

હવે છોલે ચાટ પર ટમેટાની સ્લાઈઝ, ચાટ પાપડી પ્લેટમાં મૂકી, કોથમરી, થોડી ઓનિયન, દાડમના દાણા, સ્વીટ ચટણીથી ગાર્નિશ કરો. ઉપરથી થોડો ચાટ મસાલો અને થોડું લાલ મરચું સ્પ્રીંકલ કરવાથી છોલે ચાટ વધારે સ્વાદીષ્ટ લાગશે.

તો સર્વ કરવા માટે ચટપટી છોલે ચાટ રેડી છે. બધાને આ હેલ્ધી અને સ્વાદિષ્ટ ચાટ ચોક્કસથી ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *