કૂકર માં છોલે ચણા નું શાક – કૂકરમા રેસ્ટોરન્ટ જેવા છોલે – બિલકુલ બહાર જેવા છોલે ધરેલું સ્ટાઈલથી

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “કૂકરમાં ડાઈરેકટ બનતા એવા છોલે ચણાની પરફેક્ટ રેસિપી” નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જઈ અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવા ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધા હોય આવા છોલે ચણા એક વખત બનાવીને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે જ બનાવાનું સામેથી કેહશો.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈ આંગળા ચાટતા જ રહી જશે.એકવાર ઘરે અચૂકથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી??

સામગ્રી :

  • ૨ કપ કાબુલી ચણા
  • ૨ ટામેટા
  • ૩ ડુંગળી
  • ૨ મોટી ઈલાયચી
  • ૩ લવિંગ
  • ૧ ટુકડો તજ નો
  • ૨ તમાલપત્ર
  • ૨ ટેબલ સ્પૂન ચા ની પત્તી
  • ૧/૨ ટી સ્પૂન બેકિંગ સોડા
  • કસૂરી મેથી
  • ઘી
  • ૨ લીલા મરચા
  • આદુ લાબું સમારેલું
  • ૧/૪ ટી સ્પૂન હિંગ
  • તેલ
  • મીઠું સ્વાદ અનુસાર

સુખ મસાલા માટે :

  • ૨ ટી સ્પૂન ધનિયા પાવડર
  • ૧ ટી સ્પૂન શેકેલા જીરા નો પાવડર
  • ૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • ૧/૨ ટી સ્પૂન હળદર
  • ૧ ટી સ્પૂન સૂંઠ નો પાવડર
  • ૧.૫ ટી સ્પૂન આમચૂર પાવડર
  • ૧ ટી સ્પૂન સંચળ પાવડર
  • ૨ ટેબલ સ્પૂન છોલે મસાલા

રીત:

૧. કૂકર માં ૩ ટેબલ સ્પૂન તેલ લેવું. ને એમાં મોટી ઈલાયચી, લવિંગ, તજ અને તમાલપત્ર ઉમેરવા.

૨. ડુંગળી ને મિક્સી માં ક્રશ કરી લેવી.

૩. ડુંગળી ને ધીમા તાપે સાંતળવા ની છે રંગ બદલાય ત્યાં સુધી અને પાણી બળે ત્યાં સુધી.

૪. હવે એમાં ટામેટા ને પણ મિક્સર માં ક્રશ કરી ને ઉમેરવા અને પાણી બળે ત્યાં સુધી.

૫. હવે સુખ મસાલા માં આપેલી બધી વસ્તુ મિક્સ કરી લેવી.

૬. બીજી બાજુ ૨ કપ પાણી માં ચા પત્તી ઉમેરી ને ઉકાળવા મૂકી દેવી.

૭. ટામેટા સંતળાય એટલે મીઠું ઉમેરવું અને સુખ મસાલા જે મિક્સ કર્યા છે એ ઉમેરવા.


૮. ૩ મિનિટ મસાલા શેકાય એટલે એમાં પલાળેલા છોલે ઉમેરવા.

૯. છોલે મિક્સ કરી ને ઉપર થી ચા નું પાણી ઉમેરવું અને બીજું જરૂર મુજબ પાણી ઉમેરી ને ઉકળવા દેવું.

૧૦. પાણી ઉકળે એટલે એમાં સોડા ઉમેરી ને કૂકર બંધ કરી ને ૬ સીટી વગાડી લેવી.

૧૧. કૂકર ઠંડુ થાય એટલે છોલે ને હલાવી ને જરૂર મુજબ પાણી ઉમેરી ને ૫ મિનિટ ઉકાળી લેવા અને મીઠું ચેક કરી લેવું.

૧૨. બને તો આખા મસાલા કાઢી લેવા અને ૧ ટેબલ સ્પૂન કસૂરી મેથી ઉમેરી દેવી.

૧૩. છોલે ને વધુ ટેસ્ટી બનાવવા એક વઘાર્યાં માં ૨ ટેબલ સ્પૂન ઘી લેવું અને એમાં લાંબા સમારેલા લીલા મરચા ઉમેરવા અને લાબું સમારેલું આદુ ઉમેરવું.

૧૪. વઘાર તતડે એટલે એક ચપટી હિંગ ઉમેરી ને છોલે પર રેડી દેવો.

૧૫. ગરમાગરમ છોલે ને ભટુરે સાથે સર્વ કરો.


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *