છોલે ચના મસાલા – મસાલેદાર આ છોલે નાની મોટી પાર્ટી કે પ્રસંગના જમવામાં ચાર ચાંદ લગાવી દેશે…

છોલે ચના મસાલા એ ખૂબજ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ કરી છે. તેને છોલે ચણામાંથી બનાવવામાં આવી છે. તેને થોડા સ્પાઇસ અને ટમેટા – ઓનિયનની ગ્રેવીથી બનાવવામાં આવે છે. બાસમતી રાઇસ, જીરા રાઇસ, ઘી રાઇસ, પુરી, પરાઠા રોટી કે ભતુરા સાથે ખાવાથી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો. ઘરના દરેક લોકોને તેમજ આવેલા ગેસ્ટ્ને જમવામાં સર્વ કરવાથી ખૂબજ ભાવશે.

છોલે ચના મસાલા બનાવવા માટેની સામગ્રી :

  • 2 કપ છોલે ચણા
  • 2 ટી બેગ્સ ( ઓપ્શનલ )
  • ¼ ટી સ્પુન બેકિંગ પાવડર
  • 1 ટી સ્પુન સોલ્ટ અથવા સ્વાદ મુજબ
  • 3 ½ કપ પાણી

પ્રેશર કૂક કરવાની રીત :

સૌ પ્રથમ ચોલે ચણાને 2-3 વાર પણી થી ધોઇને તેમાં હુંફાળું ગરમ પાણી ઉમેરી 6-7 કલાક માટે ઢાંકીને પલળવા દ્યો. ત્યારબાદ તેમાંથી પાણી કાઢી પ્રેશર કુકરમાં પલાળેલા છોલે ચણા મૂકો. તેમાં 2 ટી બેગ્સ ( ઓપ્શનલ ) મૂકો. (મેં નથી મૂકી કેમકે મને છોલે મસાલામાં ડાર્ક કલર પસંદ નથી).

હવે તેમાં ¼ ટી સ્પુન બેકિંગ પાવડર અને 1 ટી સ્પુન અથવા સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરો. તેમાં 3 ½ કપ ઉમેરી લીડ બંધ કરી, મિડિયમ ફ્લેમ પર મૂકી 5 વ્હીસલ કરીને છોલે કૂક કરો.

કુકર ઠરે એટલે તેમાં ટી બેગ્સ મૂકી હોય તો રીમુવ કરો. છોલેનો કલર ડાર્ક થઇ જશે. બેગ્સ નહી મૂકી હોય તો નેચરલ રહેશે.

છોલે ચના મસાલાના તડકા માટેની સામગ્રી :

  • 3-4 ટેબલસ્પુન ઓઇલ
  • 2 તજ પત્તના ટુકડા
  • 3 મોટી બ્લેક એલચી
  • 3 તજના ટુકડા
  • 2-3 લવીંગ
  • 1 ½ ટી સ્પુન આખુ જીરુ
  • 1 ટી સ્પુન કસુરી મેથી
  • 2 મોટી ઓનિયન બારીક સમારેલી
  • 2 ટેબલ સ્પુન જિંજર – ગાર્લિક પેસ્ટ
  • 3 કપ ગ્રાઇંડ કરેલા ટમેટા

મસાલા:

  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • 2 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર
  • 2 ટેબલ સ્પુન ધાણા જીરુ
  • 1 ટી સ્પુન સ્પુન ગરમ મસાલો
  • 1 ½ ટી સ્પુન આમચુર પાવડર અથવા ચાટ મસાલો
  • 2 લીલા મરચા બારીક સમારેલા
  • 1 ટી સ્પુન સોલ્ટ અથવા સ્વાદ મુજબ
  • 1 ટી સ્પુન લેમન જ્યુસ
  • 1 ટી સ્પુન સુગર
  • 2 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી

છોલે ચના મસાલા તડકા માટેની રીત:

એક પેન લઇ તેમાં 3-4 ટેબલસ્પુન ઓઇલ સ્લો ફ્લૈમ પર ગરમ મૂકો. ગરમ થાય એટલે તેમાં 2 તજ પત્તના ટુકડા, 3 મોટી બ્લેક એલચી, 3 તજના ટુકડા, 2-3 લવીંગ, 1 ½ ટી સ્પુન આખુ જીરુ અને 1 ટી સ્પુન કસુરી મેથી ઉમેરી સાંતળો. સરસ અરોમા આવશે.

હવે તેમાં 2 મોટી ઓનિયન બારીક સમારેલી ઉમેરો. ફ્લૈમ મિડિયમ સ્લો રાખો. હલાવતા રહી 2 મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં 2 ટેબલ સ્પુન જિંજર – ગાર્લિક પેસ્ટ ઉમેરી મિક્ષ કરી ઓનિયન પિંક થાય ત્યાંસુધી સાંતળો.

હવે તેમાં ½ ટી સ્પુન હળદર પાવડર, 2 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર, 2 ટેબલ સ્પુન ધાણા જીરુ, 1 ½ ટી સ્પુન આમચુર પાવડર અથવા ચાટ મસાલો, સ્વાદ મુજબ સોલ્ટ અને 2 લીલા મરચા બારીક સમારેલા ઉમેરો. મિક્ષ કરી 2 મિનિટ સાંતળો. એટલે બધી સામગ્રી સરસ મિક્ષ થઇ જાય. સતત હલાવતા રહી સાંતળો.

હવે આ મિશ્રણમાં 3 કપ ગ્રાઇંડ કરેલા ટમેટા ઉમેરી સ્પુન વડે હલાવી મિક્ષ કરો. 1 ટેબલ સ્પુન સુગર ઉમેરી ટમેટાની કચાશ દૂર થાય અને આ બનેલી ગ્રેવીમાંથી ઓઇલ છૂટુ પડતું લાગે ત્યાં સુધી કૂક કરો. હવે તેમાં ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરો.

હવે પ્રેશર કૂક કરેલા છોલે ચના તેમાં રહેલા પાણી સહિત ગ્રેવીમાં ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે મિડિયમ ફ્લૈમ રાખી સ્પુન વડે સતત હલાવતા રહી ગ્રેવી ઘટ્ટ થાય ત્યાંસુધી કૂક કરો.

તેમાં 1 ટીસ્પુન લેમન જ્યુસ ઉમેરી મિક્સ કરો.

છોલે ચના મસાલામાંથી ઓઇલ છુટું પડતું લાગે અને સરસ અરોમા આવવા લાગે અટલે તેમાં 2 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી ઉમેરો. ખૂબજ હેલ્ધી અને સ્વાદિષ્ટ એવા ગરમાગરમ છોલે ચના મસાલા સર્વ કરવા માટે રેડી છે.

સર્વિંગ બાઉલમાં સર્વ કરી ઓનિયન કોથમરી મરચાના પીસથી ગાર્નિશ કરી સર્વ કરો. ભતુરા, પુરી, પરાઠા, કુલચા વગેરે સાથે સર્વ કરવાથી વધારે સ્વાદિષ્ટ લાગશે. તો તમે પણ મારી આ ખૂબજ સરળ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો. નાના મોટા દરેક લોકો ને ખૂબજ સ્વાદિષ્ટ લાગશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *