ઈન્સ્ટન્ટ છૂંદો – ફક્ત 5-10 મિનિટ માં બની જાય એવો ઈન્સ્ટન્ટ છૂંદો કેવી રીતે બનાવવો

મિત્રો આ ઉનાળામાં એકવાર તમે પણ ઈન્સ્ટન્ટ ગોળ નો છૂંદો જરૂરથી બનાવજો.

• કેમ છો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું છૂંદો બનાવવાની રેસીપી. તો મિત્રો ઉનાળામાં કેરીની સીઝનમાં બધાનાં ઘરમાં છૂંદો બનતો જ હોય છે. પણ આ છૂંદો બનતા ઘણા દિવસો લાગે છે અને તડકામાં મૂકતા હોય છે. પણ આજે હું તમને ખૂબ જ ફટાફટ છૂંદો બની જાય એટલે કે ફક્ત 5-10 મિનિટ માં બની જાય એવો ઈન્સ્ટન્ટ છૂંદો કેવી રીતે બનાવવો તે બતાવીશ.

Advertisement

• જનરલી બધા છૂંદો બનાવવા માટે ખાંડ નો ઉપયોગ કરતાં હોય છે પણ આજે આપણે ગોળનો છૂંદો બનાવીશું. તો મિત્રો જે લોકોને ડાયાબિટીસ છે એ પણ આ છૂંદો હોંશે હોંશે ખાઈ શકશે. તો ચાલો જોઈએ વિડીયો રેસીપી દ્રારા કેરી ના ઈન્સ્ટન્ટ છૂંદા ની રેસીપી.

• રેસીપી પસંદ આવે અને નવી નવી રેસીપી જોવા માટે મિત્રો Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી મને સપોર્ટ કરજો જેથી મારો ઉત્સાહ વધે.

Advertisement

• સામગ્રી:-

  • • 700 ગ્રામ કાચી કેરી
  • • 700 ગ્રામ સમારેલો ગોળ
  • • સ્વાદ પ્રમાણે મીઠું
  • • 4 તજ ના ટુકડા
  • • 5 લવિંગ
  • • 1 નાની ચમચી જીરું

• રીત:-

Advertisement

• સ્ટેપ 1:-સૌપ્રથમ કાચી કેરી ને ચોખ્ખા પાણીમાં ધોઈ નાખો અને છાલ ઉતારી છીણી લેવી.

• સ્ટેપ 2:-હવે આ છીણને નોનસ્ટિક પેનમાં લો અને એમાં ગોળ ઉમેરી લો અને બરાબર મિક્ષ કરી લો. એકદમ સરસ મિક્ષ થાય ત્યાર પછી જ ગેસ ઓન કરવાનો.

Advertisement

• સ્ટેપ 3:-હવે ગેસ ઓન કરીશું અને ધીમી આંચ પર હલાવતા રહેવાનું. ગોળ સારી રીતે ઓગળી જાય ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમરેવું. અને મિક્ષ કરી લો.

• સ્ટેપ 4:-છૂંદો થોડો ઘટ્ટ થાય ત્યારે તેમાં તજ, લવિંગ અને જીરું ઉમેરી લો. અને બરાબર મિક્ષ કરી લો. અને 2-3 મિનિટ સુધી કુક થવા દો. અને હવે છૂંદો રેડી છે ગેસ બંધ કરી લો.

Advertisement

• સ્ટેપ 5:-અને ઠંડું થવા માટે મૂકો. ઠંડું થાય ત્યારે તેમાં 2 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી લો. અને બરાબર મિક્ષ કરી લો. તો છૂંદો ઠંડો થાય ત્યારે જ તેમાં મરચું ઉમેરવાનું છે. તો રેડી છે ઈન્સ્ટન્ટ છૂંદો.

વિડિઓ રેસિપી:

Advertisement


રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Advertisement

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *