ચીકું બનાના મિલ્કશેક – જો તમારા બાળકો દૂધ નથી પીતા તો આ હેલ્ધી મિલ્કશેક જરૂરથી ટ્રાય કરો.

ચીકું બનાના મિલ્કશેક:-

જો તમારા બાળકો દૂધ નથી પીતા તો આ હેલ્ધી મિલ્કશેક જરૂરથી ટ્રાય કરો.

મિત્રો આજે હું તમારા માટે ખૂબ જ હેલ્ધી મિલ્કશેક ની રેસિપી લઈને આવી છું જેનું નામ છે ચીકું બનાના મિલ્કશેક. તો મિત્રો બધાને એક પ્રશ્ન હોય છે કે બાળકો દૂધ પીવામાં ખુબ જ આનાકાની કરતા હોય છે અને બાળકો ને દૂધ નો ટેસ્ટ ભાવતો નથી તો આ રીતે જો બાળકો ને દૂધ આપવામાં આવે તો તે હોંશે હોંશે પી જશે. તો આ હેલ્ધી મિલ્કશેક નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે.

• તો ચાલો જોઈએ આ હેલ્ધી મિલ્કશેક ના ફાયદા:-

• ચીકુ:-

• પોટેશિયમ,વિટામિન એ, સી, અને બી-કોમ્પલેક્સ. – જે ખૂબ જ એન્ટિઓક્સિડન્ટ પ્રકૃતિ ધરાવે છે. – ગભૅવતી મહિલા ઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.

• દૂધ:-

વિટામીન બી-12, કેલ્સિયમ અને હાડકાં ને મજબૂત કરતું વિટામીન ડી.

• કે‌‌ળાં :-

કેળામાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે અને થાયમિન, રિબોફ્લેવિન, નિયાસિન અને ફોલિક એસિડના રૂપમાં વિટામીન એ અને વિટામિન બી પર્યાપ્ત માત્રામાં રહેલા હોય છે. આ ઉપરાંત પણ કેળા ઉર્જાનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. જો કે કેળામાં વિટામીન સી, વિટામીન એ, પોટેશીયમ અને વિટામીન બી6 હોય છે.

• તો ચાલો જોઈએ હેલ્ધી મિલ્કશેક ની રેસિપી. અને રેસિપી ગમે તો બીજી નવી નવી રેસિપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરો

સામગ્રી:-

3 સમારેલા ચીકું
1 સમારેલ કેળું
1 & ½ ગ્લાસ મિલ્ક
2 ચમચી ખાંડ
½ ચમચી ઈલાયચી પાવડર
સમારેલ બદામ

રીત:-

સ્ટેપ 1:-

સૌપ્રથમ એક બ્લેન્ડિંગ જાર માં સમારેલા ચીકું, સમારેલ કેળું, 1 & ½ ગ્લાસ મિલ્ક ,સુગર , અને ઈલાયચી પાવડર ઉમેરીને બ્લેન્ડર થી ક્રશ કરી લઈશું.

સ્ટેપ 2:-

હવે આપણે સવિઁગ ગ્લાસ ને ચોકલેટ સિરપ થી રેડી કરી લઈશું.

સ્ટેપ 3:-

હવે ચીકું બનાના મિલ્કશેક રેડી છે સવિઁગ ગ્લાસ માં સવે કરીશું.

અને ઉપરથી ચોપ કરેલી બદામ અને ચીકું ના નાના પીસ થી ગાનિઁશ કરી દો. તો રેડી છે ચીકું બનાના મિલ્કશેક.

નોંધ:-

  • • ખાંડ ને તમે વધઘટ કરી શકો છો.
  • • ઈલાયચી પાવડર ઓપ્શનલ છે.

વિડિઓ


રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *