ચીલી ચીઝ ટોસ્ટ (તવા પર) – બાળકો ની પાર્ટી હોય કે તમારા મીત્રો ને ભોજન નું આમંત્રણ , ગરમ ગરમ આ ટોસ્ટ જરૂર પીરસો…

ચીલી ચીઝ ટોસ્ટ (તવા પર)

ચીલી ચીઝ ટોસ્ટ સૌથી સરળ અને સ્વાદિષ્ટ નાસ્તો છે જે પરિવાર અને મિત્રો ને આકર્ષી શકે અને ખુશ કરી શકે. ઘર માં બાળકો ની પાર્ટી હોય કે તમારા મીત્રો ને ભોજન નું આમંત્રણ , ગરમ ગરમ આ ટોસ્ટ પીરસો ને જુઓ દરેક ના ચેહરા પર સ્મિત..

આ ટોસ્ટ માટે હજારો રીત છે, અને દરેક સાચી પણ છે. હું અહી એવી રીત ની ચર્ચા કરીશ જે સામાન્ય લોઢી માં બને અને કોઈ નવીન સામગ્રી વગર . ઘર માં જયારે ઓચિંતું કોઈ આવી જાય ત્યારે બજાર માં સામગ્રી લેવા જવી શક્ય ના બને. પણ જો ઘર માં બ્રેડ અને ચીઝ હોય તો તમે કઈ પણ બનાવી શકો ..

સામગ્રી :

અહી મેં એક પણ સામગ્રી નું માપ નથી આપ્યું , કારણ એ પૂરી રીતે તમારા ટેસ્ટ અને જરૂર મુજબ આધાર રાખે છે .

• બ્રેડ સ્લાસીસ

• બટર

• ખમણેલું ચીઝ ( અમુલ ચીઝ )

• બારીક સમારેલા કેપ્સીકમ

• ચાટ મસાલો

• મરી નો ભૂકો

• લીલા મરચા ( એકદમ બારીક સમારેલા )

• ઓરેગનો (ઇટાલિયન મસાલો )

રીત :


સૌ પ્રથમ એક non stick તવા ને ગરમ કરો . તેની ઉપર એકાદ min માટે બ્રેડ ની સ્લાઈસ ને ગરમ કરો . એને નીચે પાટલા પર લઇ લો . હવે બ્રેડ ની જે સાઈડ ને ગરમ છે એના પર જ આગળ કામ કરીશું .


પેહલા ગરમ બ્રેડ પર થોડું બટર લગાવો . એના પર થોડું ખમણેલું ચીઝ પાથરો . હવે સમાન રીતે થોડા કેપ્સીકમ પાથરો. એના ઉપર બધો મસાલો – ચાટ મસાલો , મરી નો ભૂકો , લીલા મરચા અને ઓરેગાનો ભભરાવો ..


ફરી ઉપર થોડું ચીઝ પાથરો.. હવે આ બ્રેડ ને ફરી ગરમ તવા પર મુકો એકદમ ધીમી આંચ પર . એને ઢાંકી દો અને કડક થવા દો . ૨ કે ૪ કટકા કરો અને ગરમ ગરમ પીરસો .


નોંધ :

આ ટોસ્ટ માં ખમણેલા ગાજર કે બારીક ડુંગળી કે ટામેટા પણ વાપરી શકાય .

લીલા મરચા ની જગા પર ચીલી ફ્લેક્સ પણ વાપરી શકાય.

બાળકો માટે બનાવતા હોય તો ચીલી ફ્લેક્સ કે લીલા મરચા વાપરવા નહિ .

જે મિત્રો oven માં બનવા ઈચ્છે એમને oven ને 150C પર પ્રીહીટ કરવું , પછી 180C પર ૫ min માટે બેક કરવું .

રસોઈની રાણી : રુચિ શાહ (ચેન્નાઇ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *