બ્રેડ પિઝા અને ચિલ્લી ચીઝ ટોસ્ટ – બાળકો રોજ રોજ કાંઈક નવીન ખાવાનું માંગે છે તો આપો આ વાનગી..

લોકડાઉનમાં પિઝા ખાવાનું મન થાય તો તૈયાર કરો ઓવન કે તવા પર ફક્ત ૫ જ મિનિટમાં બ્રેડ પિઝા અને ચિલ્લી ચીઝ ટોસ્ટ બનાવાની પરફેક્ટ રેસિપી એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ સોફ્ટ અને ચટાકેદાર ઘરે જ બનાવો…

સામગ્રી

  • – ૪-૫ સ્લાઈસ બ્રેડ
  • – 2 ટેબલ સ્પૂન પીઝા સોસ ( સોસ અને ચીલી સોસ )Instant pizza sause ….
  • – બાફેલા કોર્ન
  • – ચીઝ સ્પ્રેડ
  • – ૨-૩ ટેબલ સ્પૂન સમારેલી ડુંગળી
  • – ૨-૩ ટેબલ સ્પૂન સમારેલી કેપ્સીકમ
  • – ૧/૪ ચમચી સંચર પાઉડર
  • – ૧/૪ ચમચી મરી પાઉડર
  • – સેકવા માટે બટર

રીત :

1…પેહલા એક મોટા બાઉલમાં બાફેલા કોર્ન , ડુંગળી, કેપ્સીકમ, થોડું ચીઝ, મરી પાઉડર, સંચાર પાઉડર બધું વ્યવસ્થિત ઉમેરી બરાબર મિકસ કરો.

2…બ્રેડ ની સ્લાઈસ લો તેમાં પિઝા સોસ લગાવો.ત્યારબાદ તેમાં બધું મિક્સ વેજિટેબલ પાથરો. વેજિટેબલ પર થોડું ચીઝ છીની લો.( optinal )

3…હવે એક નોન સ્ટિક પેન લઈને તેમાં થોડું બટર લગાવી દો.ત્યારબાદ તેની અંદર તૈયાર કરેલા બ્રેડ પિઝા મૂકી ધાકની ઢાંકી દો. પાંચ મિનિટ માટે ધીમા ગેસ ચીઝ મેલ્ટ થઈ ત્યાં સુધી શેકવા દો.ચીઝ મેલ્ટ થઈ એટલે ગેસ બંધ કરી બ્રેડ ની સ્લાઈસ કાઢી લો. સર્વીંગ પ્લેટ માં લઇ સોસ સાથે સર્વ કરો.

4..બે બ્રેડ ની સ્લાઈસ લો તેમાં પિઝા સોસ લગાવો.ત્યારબાદ તેમાં બધું મિક્સ વેજિટેબલ પાથરો. વેજિટેબલ પર થોડું ચીઝ છીની લો.

નોંધ ;

– અહીં તમે સ્પ્રેડ ,મોઝરેલા અથવા પ્રોસેસ ચીઝ માં થી કોઈ પણ એક લઇ શકો છો …

– વેજિટેબલ તમારા chioce પ્રમાણે લઈ શકો છો …

– મેં અહીં instsnt પિઝા સૌસે બનાવ્યો છે …..


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *