ચીઝ કોફ્તા – ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી એકની એક પનીરની સબ્જી નહિ બનાવો આ નવીન વાનગી…

પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ.

હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી.

તો ઘરના લોકોને કાઇક અલગ બનાવીને ખવડાવો તો ચાલો નોટ કરી લો ફટાફટ આ રેસીપી.

ચીઝ કોફ્તા

સામગ્રી:

• ૧૦૦ ગ્રામ ચીઝ છીણેલુ

• ૨ ચમચી તપકીર

• ૭/૮ ચમચી મેંદો

• ૧ કેપ્સીકમ(જો તમારે નાખવુ હોય તો)

• ૧ મોટી ડુંગરી

• ૨ ચમચી મગતરીના બીનો ભુક્કો

• ૧ ચમચી લાલ મરચું

• ૧ ચમચી કિચન કિંગ મસાલો

• અડધી ચમચી હળદર

• મીઠું સ્વાદઅનુસાર

ગ્રેવી માટે:

• ૪ ડુંગરી

• ૨ મોટા ટમેટા

• ૨ કળી લસણ

• પા ઇંચ આદુ

વઘાર માટે:

• તેલ

• બે મોટા તજનાં ટુકડા

રીત:


૧ એક કુકરમાં ગ્રેવી ની બધી સામગ્રી નાખીને તેમા અડધી ચમચી મીઠું અને અડધો ગ્લાસ પાણી નાખીને બે સીટી કરીને બાફી લેવી.

૨ બાફેલી સામગ્રીને બ્લેન્ડર થી પીસી લેવી.

૩ ડુંગરી અને કેપ્સીકમ(ઓપ્સ્નલ)ને મોટા મોટા પીસમાં કટ કરી લેવા.

૪ છીણેલા ચીઝમાં તપકીર એડ કરી મિક્ષ કરી લેવુ.

૫ મેંદામા પાણી અને થોડુંક મીઠું નાખીને ભજીયાંના લોટ જેવુ મિશ્રણ તૈયાર કરવું.

૬ એક લોયામાં તેલ ગરમ કરી લેવુ.

૭ ચીઝના મિશ્રણના ગોળાને મેંદાના મિશ્રણમાં ડીપ કરી લેવા બટેટાવડાની જેમજ.

૮ ચીઝના મેંદાના મિશ્રણમા રગદોળેલા ગોળા ડિપફ્રાઇ કરી લેવા.

૯ એક લોયામાં થોડુંક તેલ લઇ તેમા તજના ટકડા નાખીને તજ તતડે એટલે તેમાં કેપ્સીકમ(ઓપ્સ્નલ) અને ડુંગરીના પીસ નાખી દેવા.

૧૦ કેપ્સીકમ અને ડુંગરીના પીસ લાઇટ બ્રાઉન કલરના થાય એટલે તેમા બાફેલી ગ્રેવી એડ કરવી.

૧૧ ગ્રેવી થોડી ઉકળે એટલે તેમા મીઠું,મરચું,હળદર અને કિચન કિંગ મસાલો એડ કરવા.

૧૨ મસાલા એકસરખા મિક્ષ થઇ જાય એટલે મગતરીના બીનો ભુક્કો એડ કરવો જરૂર પડે તો થોડુક પાણી નાખવું.

૧૩ લાસ્ટમાં તળેલા ચીઝના ગોળા એડ કરવા.


તેલ છુટ્ટુ પડે ત્યાં સુધી સબ્જીને ચડવા દેવી.


છીણેલા ચીઝ અને ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરીને ગરમ‍ા ગરમ પરોઠા,રોટલી અથવા નાન સાથે આ સબ્જી સર્વ કરો.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા, રાજકોટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *