ચીઝ પનીર સ્ટફ્ બન – સ્ટફ બન હવે તમે પણ ઘરે બનાવી શકશો તો એકવાર જરૂર ટ્રાય કરજો બહુ સરળ છે…

કેમ છો દોસ્તો, અત્યારે બાળકો ઘરે છે. બાળકોને રોજ નવી નવી વાનગી ખાવા જોઈતી હોય છે. એમની ડિમાન્ડ વધતી જાય છે. અને આપણને એમ થાય રોજ રોજ શું બનાવું. અત્યારે લૉકડાઉન ચાલી રહ્યું છે. તો બન નથી મળતા.

તો મને થયું કે ચાલો આજે કઈ નવું ટ્રાય કરીએ,તો મેં આજે બાળકો ની વધતી જતી ડિમાન્ડ ને લીધે ઘર માં થી જ મળતી સરળ વસ્તુ માંથી ઈસ્ટ અને ઓવન વગર ચીઝ પનીર સ્ટફ્ બન બનાવ્યા.

સામગ્રી

  • ૨ બાઉલ – મેંદો
  • ૧/૨ ચમચી મીઠું
  • ૧/૨ ચમચી દળેલી ખાંડ
  • ૧/૨ ખાવાનો સોડા
  • ૮ – ચમચી તેલ
  • એક બાઉલ – દહી
  • ૨ ઝીણા સમારેલી – ડુંગળી
  • એક બાઉલ – પનીર
  • ૨ ચમચી – મેયોનીઝ
  • એક ચમચી – તંદૂરી મેયોનીઝ
  • એક ચમચી- લસણ આદુની પેસ્ટ
  • ૧/૨ ચમચી- હળદર
  • ૧ ચમચી – ગરમ મસાલો
  • એક ચમચી – ધાણાજીરું પાવડર
  • ૧/૨ ચમચી- ચીલી ફ્લેક્સ
  • ૧/૨ ચમચી – ઓરેગાનો
  • ૨ ચમચી – દૂધ
  • ૧ ચીઝ ક્યૂબ

રીત

સૌપ્રથમ બન બનાવવા માટે એક બાઉલમાં બે નાના બાઉલ મેંદો લગભગ અઢીસો ગ્રામ જેટલો મેંદો લઈ, તેમાં અડધી ચમચી મીઠું, અડધી ચમચી દળેલી ખાંડ , અડધી ચમચી ખાવાનો સોડા, ત્રણથી ચાર ચમચી તેલ નાખો. અને એક નાનો બાઉલ દહી નાખો. ત્યારબાદ જરૂર મુજબ પાણી લઈને બન માટેનો લોટ બાંધી લો. લોટને મસળીને એકદમ મુલાયમ બાંધી લેવો. અને ત્યારબાદ લોટને એક કલાક સુધી રેસ્ટ આપો.

સ્ટફિંગ

સ્ટફિંગ માટે સૌપ્રથમ એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ મૂકી દો.તેલ ગરમ થઈ ગયા, પછી તેમાં આદુ લસણની પેસ્ટ નાખો. અડધી ચમચી હળદર નાખો , અને ઝીણી સમારેલી ડુંગળી નાખી દો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ તેની અંદર પનીર એડ કરો. અને મીઠું સ્વાદ અનુસાર નાખો.ત્યારબાદ તેમાં એક ચમચી ગરમ મસાલો નાખો. અડધી ચમચી ચીલી ફ્લેક્સ ,અડધી ચમચી ઓરેગાનો નાખો.હવે આ સ્ટફિંગ ઠંડુ થયા પછી, તેને એક બાઉલમાં કાઢીને, તેમાં બે ચમચી મેયોનીઝ, એક ચમચી તંદૂરી મેયોનીઝ એડ કરી લો.તે પછી એક ક્યુબ ચીઝ છીણી લો.

હવે તૈયાર થઈ ગયેલા લોટના સરખા પાંચ ભાગ પાડી દો. અને એ પાંચ લુવા માં સ્ટફિંગ અંદર ભરી દો અને ગોળા વાળી લેવા ત્યારબાદ તેને બેક કરવા માટે જે સાધનમાં મૂકવાનું હોય એને તેલથી ગ્રીસ કરી લેવું.

પાંચ લુવાને વચ્ચે એક મુકો,અને એની આજુબાજુ ચાર મૂકી દેવા ,અને ત્યારબાદ તેની ઉપર દૂધ થી ગ્રીસ કરી લેવું. અને તલ લગાવી દેવા.

કુકર કે કડાઈમાં નીચે મીઠાનું લેયર રાખીને ઉપર સ્ટેન્ડ મૂકીને તેને પાંચ મિનિટ પ્રી હિટ કરી લેવું. અને પછી જેની અંદર બન મૂક્યા હોય એ બાઉલ એ કુકર કે કડાઈમાં મૂકી દેવું અને તેને 30 મિનિટ ધીમા ગેસ પર રહેવા દેવું.

30 મિનિટ પછી તૈયાર છે તમારા ચીઝ પનીર સ્ટફ્ બન તેને સોસ સાથે સર્વ કરો.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *