ચીઝી વેજ સ્ટફ પરાઠા – પરાઠા એમ પણ ચીઝ વાળા બાળકોને તો આવશે જ અને પતિને પણ ખૂબ પસંદ આવશે..

દરેક મમ્મી નો એક પ્રશ્ન તો કોમન હશે કે બાળકો ને લંચબોક્સ માં શું હેલ્થી આપી શકાય. જે બાળકો ને ભાવે પણ ખરું અને હેલ્થી પણ હોય. તો આજે આપણે એવી જ એક રેસીપી જોઇશુ તે છે ચીઝી વેજ સ્ટફ પરાઠા. એમનમ બાળકો શાકભાજી ના ખાતા હોય તો આ રીતે પરાઠા બનાવી ને ખવડાવો. તો ચાલો રેસીપી જોઈ લઈએ.

સામગ્રી

સ્ટફ માટે

અડધો કપ – બાફી ને છીણેલું બટાકુ

અડધો કપ – ખમણેલું ગાજર

અડધો કપ – ખમણેલું બીટરૂટ

૧/૪ ચમચી – મરી પાવડર

મીઠું સ્વાદ મુજબ

૧.૫ ચમચી લીંબૂ નો રસ

દેશી ઘી

ચીઝ – પસંદ પ્રમાણે

પરોઠા નો લોટ બાંધવા માટે :

૨ કપ ઘઉં નો લોટ રોટલી નો

મીઠું – સ્વાદ અનુસાર

૧/૪ ચમચી – મરી પાવડર

૧ ચમચી તેલ

પાણી જરૂર મુજબ

રીત:


સૌ પ્રથમ એક બાઉલ માં લોટ લઇ તેમાં મીઠું , મરી પાવડર , તેલ નાખી બધું મિક્સ કરી લો. હવે જરૂર મુજબ પાણી નાખતા જઈ સોફ્ટ લોટ બાંધી લો. લોટ બંધાઈ જાય એટલે તેલ વાળો કરી અને ૧૦ મિનિટ માટે ઢાંકી ને રાખી દો.


હવે સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલ લો , તેમાં બટાકુ , ગાજર, બીટરૂટ , મીઠું , લીંબુ નો રસ, મરી પાવડર નાખી , ચીઝ ખમણી લો. બધું બરાબર મિક્સ કરી દો.


હવે પરોઠા નો લોટ જે આપણે બાંધેલો છે તેમાં એક સાઈઝ ના રોટલી થી થોડા મોટા લુઆ લઇ લો. અને જેમ પરોઠા માં સ્ટફિન્ગ ભરી અને પરોઠા બનાવીએ તે રીતે થોડો કોરો લોટ લેતા જઈ પરોઠું બનાવી લો. એકદમ હલકા હાથે વણવું.


પરોઠા બનાવવા માટે તવા ગરમ થાય એટલે પરોઠું મુકો , થોડું શેકાય એટલે પછી બંને બાજુ ઘી લગાવી અને બંને બાજુ બરાબર શેકી લો. ઘી ના બદલે તેલ લઇ શકો પણ ઘી થી ટેસ્ટ વધારે સરસ આવશે બસ થઇ ગયું તમારું એકદમ હેલ્થી લંચબોક્સ તૈયાર.

શાકભાજી માં તમે સાથે જીણી સમારેલી કોબી પણ નાખી શકો , પાલક પણ નાખી શકો. અથવા તો અલગ અલગ દિવસે અલગ અલગ વેજ સ્ટફ બનાવી પરોઠા બનાવી આપી શકો.


તો આ હેલ્થી રેસીપી તમારા બાળક ના લંચબોક્સ માં જરૂર થી બનાવજો અને તમારો અભિપ્રાય જણાવજો.તો ફરી મળીએ નવી રેસીપી સાથે.

Video Link :


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *