ઇન્સ્ટન્ટ ચૉકોલેટ બદામ બાસુંદી અને મસાલા પુરી…

હેલો ફ્રેન્ડઝ ,આપણા ઘરે મહેમાન આવે તો આપણે મીઠાઈ હંમેશા બહાર થી જ રેડીમેડ લાવતા હોય છે.બજાર મા મળતી બાસુંદી કે રબડી કે જે દૂધ ની બનાવટ હોય છે અને તે ભેળસેળ વાળી હોવા નો પણ ભય રહે છે ખાસ કરીને શ્રીખંડ રબડી કે બાસુંદી તો ખાસ રેડીમેડ જ લાવતા હોય છે કેમ કે બાસુંદી બનાવવા માટે કલાકો સુધી દૂધ ઉકાળવુ પડે છે આજકાલ ની ગ્રુહિણીઓ ની પાસે એટલો બધો સમય પણ નથી હોતો.

આજકાલ દરેક સ્ત્રીઓ ને ઝટપટ બનતી વાનગીઓ જ ખુબ ગમે છે તો ચાલો આજ હું તમને આ ઝટપટ અને ઈનસ્ટંટ બાસુંદી કેવી રીતે બને તે શીખવાડીશ તો ચાલો નોંધી લો સામગ્રી —

11/2 લીટર ફુલ ક્રીમ વાળુ દૂધ

3/4 કપ ખાંડ

2 tbsp કોર્નફ્લોર

ગારનીશ માટે બદામ

હર્શીશ ચોકલેટ સીરપ

રીત —


1– સૌ પ્રથમ એક જાડા તળિયા વાળુ એક વાસણ લો અને તેને ગેસ પર ગરમ કરવા માટે રાખો. હવે તેમાં 1-2 ચમચી ખાંડ ઉમેરો,અને તે જ્યાં સુધી તે ગોલ્ડન થાય ત્યાં સુધી સતત તવીથા વડે હલાવતાં રહેવુ.


2–ખાંડ નો કલર ગોલ્ડન થાય કે તુરત જ દુધ ઉમેરવુ. અને તેને ઉકાળવુ


3– ત્યાર બાદ તેમાં બાકીની ખાંડ પણ ઉમેરો આ પ્રક્રિયા કરવા થી દૂધ ને બદામી રંગ નુ કરવા માટે કલાકો સુધી ઉકાળવુ નથી પડતુ,


4–કોનૅ ફ્લોર ની સ્લરી બનાવવા માટે 1/4કપ પાણી લઇ તેમા 2 tbsp જેટલો કોનફલોર મીકસ કરી લો. જ્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે ધીમે ધીમે તેમા કોનફલોર ની સ્લરી ઉમેરો અને સતત હલાવતાં રહેવુ .. -5 મિનિટ મા દૂધ ઘટૃ થઇ અને રબડી માં ફેરવાશે.જો જરૂર પડે તો ફરી એકવાર થોડી સ્લરી ઉમેરો. એકદમ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરીદો.


5–હવે તમારી બાસુંદી તૈયાર છે .. તેને સંપૂર્ણપણે ઠંડી કરી તેને રેફ્રિજરેટરમાં 2 -3 કલાક માટે ઠંડી કરવા માટે મુકી દો. પીરસતાં સમયે ચોકલેટ સીરપ અને બદામની સ્લાઇસ નાખી ને ગરમા ગરમ મસાલા પુરી પીરસો.


ટીપ — તમે સ્ટ્રોબેરી, કેસર પિસ્તા, મેંગો, સીતાફળ,ચીકુ વગેરે જેવા વિવિધ સ્વાદવાળી બાસુંદી બનાવી શકો છો …

પુરી માટે

ઘઉંનો લોટ 2 કપ

1ટીસ્પુન હળદર,

1ટીસ્પુન મરચાંનો પાવડર,

1ટીસ્પુન ધાણા જીરૂ પાવડર,

હિંગ ચપટી.

સ્વાદ અનુસાર મીઠું

2 tsp તેલ મોયણ માટે

તળવા માટે તેલ.

**રીત —

સૌ પ્રથમ એક થાળી મા લોટ લઇ તેમા બધા મસાલા અને 2 ટીસ્પૂન તેલ નાખી ને મિકસ કરી તેમાં જરૂર પુરતુ પાણી ઉમેરીને કણક તૈયાર કરો. ઘઉંના કણકને થોડો કઠણ બાંધવો .હવે તળવા માટે માટે તેલ ગરમ કરો. અને નાની નાની પુરીઓ વણી લો અને તેને ગરમ તેલ મા તળી લો.

તૈયાર છે તમારી ગરમા ગરમ મસાલા પુરી, તેને ઠંડી ઠંડી બાસુંદી સાથે પીરસી દો.

તો ચાલો હવે બાસુંદી બનાવવા માટે કલાકો ગાળવા ની જરૂર નથી આ બાસુંદી ફકત15-20 મિનિટ મા જ તૈયાર થઈ જાય છે અને સ્વાદ મા પણ ખુબ સરસ લાગે છે.


*ધ્યાનમાં રાખવા ની બાબત –આ બાસુંદી બનાવવા માટે ફુલ ક્રીમ વાળુ દૂધ જ લેવુ.

*જે વાસણ મા દૂધઉકાળવુ હોય તે વાસણ હેવી બોટમ વાળુ જ લેવુ.

*તમારે કોઇ ફ્રુટ ફ્લેવર ની બાસુંદી બનાવવી હોય તો સ્ટેપ નંબર 1 કરવા ની જરૂર નથી, બાકી આગળ ની રીત ફોલો કરવી. આમ કરવાથી દૂધ નો મૂળભૂત રંગ જળવાઇ રહેશે.

*જે ફ્રુટ ની બાસુંદી બનાવવી હોય તે ફ્રુટ નો પ્લપ કાઢી તેને પીરસતી વખતે મીકસ કરવો.

*ખાંડ નુ પ્રમાણ તમે તમારા પસંદગી અનુરૂપ ઓછુ વધતુ કરી શકો છો.

તો તમે ચાલો બનાવો આ ઈનસ્ટંટ બાસુંદી અને હું કરુ બીજી રેસીપી ની તૈયારી અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહીં.

રસોઈની રાણી : અલ્કા જોષી (અમદાવાદ)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *