ચોકલેટ બોલ્સ – બાળકો નવીન ખાવા માટે ફરમાઈશ કરે છે? તો આજે બનાવી આપો આ સ્વીટ ચોકલેટ બોલ્સ

ચોકલેટ બોલ્સ

દોસ્તો,કેમ છો. બધા ઘરે છો ને.અત્યારે બાળકોને કોરોના વેકેશન ચાલી રહ્યું છે. જેમાં બાળકો ની ફરમાઈશ વધતી જતી હોય છે…

તો આજે હું બાળકો અને નાના મોટા સૌના ફેવરિટ ચોકલેટ બોલ્સ ની રેસીપી લઈ ને આવી છું જે એકદમ સેહલાઈ થી ઘરે બની જાય છે.

જેમાં એકદમ ઓછો ટાઈમ અને થોડીક જ સામગ્રી માં ફટાફટ બની જાય છે.

સામગ્રી

  • ૧ પારલેજી બિસ્કિટનું પેકેટ
  • ૧ ચમચી દળેલી ખાંડ
  • ૧ ચમચી ચોકલેટ પાવડર
  • ૪ ચમચી દૂધ
  • ૧ નાનો બાઉલ ડાર્ક ચોકલેટ
  • ૧ ચમચી ગોલ્ડન બોલ્સ ગાર્નિશ માટે

સૌપ્રથમ પારલે જી બિસ્કીટ ને કટકા કરી તેને મિક્સરમાં ક્રશ કરી લો.

ત્યારબાદ એક ચાળની થી બિસ્કીટ ચોકલેટ પાઉડર અને દળેલી ખાંડ ચાળી લો.

હવે એને મિક્સ કરી તેમાં દૂધ ઉમેરી લોટ બાંધી લો.

ત્યારબાદ તેના નાના બોલ્સ બનાવી લો.

હવે ડાર્ક ચોકલેટ ને સ્ટીમ થી મેલ્ટ કરી લો.

બોલ્સ ની ઉપર મેલ્ટ કરેલી ડાર્ક ચોકલેટ લગાવો.

ત્યારબાદ તેની ઉપર ગાર્નિશ માટે ગોલ્ડન બોલ્સ મુકો.

અને હવે તેને ફ્રીજ માં દસ મિનિટ સેટ થવા દો.

તો તૈયાર છે ફટાફટ થઈ જાય એવા ચોકલેટ બોલ્સ.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *