કોકો રોલ – બાળકોને બહારની ચોકલેટ નહિ ઘરે જ બનાવી આપો બહાર મળે છે એવી જ ટેસ્ટી યમ્મી ચોકલેટ રોલ…

કેમ છો મિત્રો,…

ઘણા લોકોને ગળ્યું ખુબ જ પસંદ હોય છે. એમાં પણ મિષ્ટાન્ નું નામ પડે એટલે મોં માં પાણી આવી જાય છે. આજે હું બતાવાની છું મેરી બીસ્કિટ ના કોકો રોલ..આ બિસ્કિટ દરેક દુકાનમાં મળી રહે છે. પારલે જી જેટલા લોકપ્રિય છે તેવો જ મેરી બિસ્કિટ પણ બધાયના પ્રિય થતા જાય છે.તેનો ટેસ્ટ પણ બેસ્ટ છે.. મોટા ને ભાવતા મેરી બિસ્કિટ માંથી આજે આપણે બનાવીશું એક એવી મીઠાઈ કે જેનો ટેસ્ટ મોટા સહીત બાળકો પણ ખુબ જ ભાવશે….

સાથે ચોકલેટ પાવડર અને કોકો પાવડર નાખીને આપણે રોલ બનાવીશું.. અને હા ફ્રેંડસ તમને ખબર છે ચોકલેટ પણ આપણા શરીર માટે કેટલી ફાયદામન છે .. ચોકલેટમાં રહેલા કોકો ફલેવનોલ વધતી ઉંમરના લક્ષણોને ઝડપથી આવવા દેતું નથી.

દરરોજ બે કપ હોટ ચોકલેટ પીવાથી વૃદ્ધ લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને તેમની વિચારવાની ક્ષમતા પણ સારી થાય છે. દરરોજ એક ડાર્ક ચોકલેટ ખાવાથી તનાવ ઓછો થાય છે, ચોકલેટ ખાવાથી તણાવ વધારતા હોર્મોન્સ નિયંત્રિત થાય છે. ચોકલેટ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર સંતુલિત થાય છે. કોકોમાં હાજર એન્ટિ-ઑક્સિડેન્ટ્સ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ફાયદાકારક હોય છે.

તેનું સેવન બ્લડ પ્રેશરને ઘટાડે છે. આવામાં ચોકલેટના સેવનથી હૃદયના રોગો થવાનું જોખમ ઘટે છે. ચોકોલેટનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણા મગજ માટે ખૂબ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી મૂડ સારું રહે છે. અને આ કોકો રોલ મારા દીકરા ના ફેવરીટ છે અને આજે એનો જન્મદિવસ છે તો ખાસ મેં તેના માટે બનાવ્યા છે…..

તો તમે પણ ચોક્કસ થી બનાવ જો… તો જાણી લો કોકો રોલ માટે ની સામગ્રી :-

“કોકો રોલ”

  • 1 ટેબલ સ્પૂન – કોકો પાવડર
  • 3 ટેબલ સ્પૂન – ચોકલેટ પાવડર
  • 3 ટેબલ સ્પૂન – મલાઈ
  • 4 ટેબલ સ્પૂન – મિલ્ક
  • 2 ટેબલ સ્પૂન – ઘી
  • 2 ટેબલ સ્પૂન – પીસેલી ખાંડ
  • 2 – મેરી ગોલ્ડ બિસ્કીટનો ભૂકો
  • પ્લાસ્ટિકની બે જાડી કોથળી અથવા બટર પેપર

પુરણ માટે

  • કોપરાનું છીણ – અર્ધો બાઉલ
  • 2 ટેબલ સ્પૂન – મલાઈ
  • 2 ટેબલ સ્પૂન – પીસેલું ખાંડ

રીત

સૌપ્રથમ બિસ્કિટ ને મિક્સર માં ક્રશ કરી લેવા. પછી તેમાં કોકો પાવડર, ચોકલેટ પાવડર, મલાઈ, પીસેલી ખાંડ નાખી મિક્ષ કરો અને દૂધ થી કડક લોટની કણક બાંધો.

એને લીસ્સો કરવા ધી એડ કરવું. કણક બંધાઈ જાય એટલે એને પ્લાસ્ટિકના બે કવર વચ્ચે રાખી જાડો રોટલો વણવો.

પછી ઉપરનું પ્લાસ્ટિકનું કવર કાઢી લેવું.

પછી એક વાડકીમાં કોપરાનું છીણ, મલાઇ અને પીસેલી ખાંડ મિક્ષ કરવુ.

પછી એને સ્પૂન વડે પેલા રોટલા પર જાડુ થર પાથરવું. પછી એ રોટલાનો રોલ વાળવો.

રોલ વાળીને ડિપ ફ્રીઝ માટે 15 મિનિટ માટે મુકવું. પછી એને બહાર કાઢીને એના પીસ કરીને સર્વ કરવા.

આ વસ્તુને તમે ડેઝર્ટ તરીકે પણ વાપરી શકો છો. ઉપર ચોકલેટ સોસ ઉમેરીને. આમા કોઈ પણ ડ્રાય ફ્રુટ વાપરી શકાય છે.

તમારે પુરણના બનવું હોય તો જે કણક તૈયાર કરી છે એમાં કોઈ પણ ડ્રાય ફ્રુટ નાખીને અલગ-અલગ મોલ્ડમાં મૂકીને શેપ આપવો અને સર્વ કરવું.

ઉપર ચોકલેટ સોસ પણ નાખીને સર્વ કરી શકાય છે.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *