ચોકો ડોનટ – યીસ્ટ વગરના ટેસ્ટી ચોકો ડોનટની રેસિપી, શીખો ફટાફટ…

ચોકો ડોનટ :

નાના બાળકો હોય કે યંગ્સ કે પછી મોટા લોકો હોય, બધાને ચોકો ડોનટ ખુબજ પ્રિય હોય છે.

તો આજે હું અહીં યીસ્ટ વગરના ટેસ્ટી ચોકો ડોનટની રેસિપી આપી રહી છું. ખૂબજ સરળતાથી બની જાય છે. તો તમે પણ આ ટેસ્ટમાં બેસ્ટ અને ઘરે બનાવેલા હોવાથી હેલ્ધી એવા ચોકો ડોનટની મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

ચોકો ડોનટ બનાવવા માટેની સામગ્રી :

 • 1 કપ મેંદો + 2 ટેબલ સ્પુન મેંદો
 • 1 ટેબલ સ્પુન સુગર પાવડર
 • ¼ ટી સ્પુન બેકીંગ સોડા
 • ¼ કપ ફ્રેશ કર્ડ
 • 1 ટેબલ સ્પુન મિલ્ક
 • 1 ટેબલ સ્પુન બટર
 • ડોનટ ફ્રાય કરવા માટે સ્મેલ લેસ ઓઇલ

ચોકો ડોનટ બનાવવાની રીત :

એક મિક્ષિંગ બાઉલ પર મોટી ગળણી મૂકીને 1 કપ મેંદો ચાળી લ્યો. હવે તે ગળણીમાં 1 ટેબલ સ્પુન સુગર પાવડર ઉમેરો.

હવે તેમાંજ ¼ ટી સ્પુન બેકીંગ સોડા – સોડા બાય કાર્બ ઉમેરો.

બન્નેને ચાળી લ્યો.

હવે ¼ કપ ફ્રેશ કર્ડ ઉમેરો. બધું હલકા હાથે મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન જેટલુ મિલ્ક ઉમેરી સોફ્ટ લોટ બાંધી લ્યો.

5 મિનિટ આંગળાથી ભેગો કરતા જઈ પ્રેસ કર્યા વગર જ મસળો.

હવે તેના પર 1 ટેબલ સ્પુન બટર મૂકી હલકા હાથે સરસથી તેમાં મિક્ષ કરી લ્યો.

તેમ કરવાથી સોફ્ટ ડો રેડી થશે.

જરા વેટ નેપ્કીનથી ઢાંકીને 30 મિનિટ રેસ્ટ આપો.

30 મિનિટ બાદ ફરીથી હલકા હાથે મસળીને બધા સોફ્ટ ડોનું એક મોટું લુવુ બનાવી લ્યો.

હવે એક્સટ્રા લીધેલા મેંદાના લોટમાંથી થોડો લોટ પ્લેટફોર્મ પર સ્પ્રીંકલ કરી લ્યો.

તેના ઉપર ડોનું બનાવેલું લુવુ મૂકી, તેના પર પણ થોડો લોટ સ્પ્રિંકલ કરી લ્યો.

હવે તેમાં થી 4 ડોનટ બને તેવો જાડો રોટલો વણી લ્યો.

ડોનટનો શેઇપ આપવા માટે સર્કલ કટર અથવા એક માપનો ગ્લાસ લ્યો. અને એક નાનું કટર અથવા નાનું ઢાંકણ લો. (પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે)… હવે બનાવેલા રોટલામાંથી ક્ટર કે ગ્લાસ વડે ડોનટ કટ કરો. વધારાનો લોટ આજુબાજુ માંથી કાઢી લ્યો. ડોનટ એમજ રહેવા દ્યો.

હવે ડોનટમાંથી નાના કટર કે ઢાંકણ વડે સેંટરમાંથી નાનું સર્કલ કટ કરી તેમાંથી સર્કલને કાઢી ને એક પ્લેટમાં મૂકી દ્યો. બરાબર ડોનટનો શેઇપ આવી જશે.

( ડોનટમાંથી નીકળેલા નાના નાના સર્કલને પણ ફ્રાય કરી લેવાના છે. ફ્રાય કરેલા ડોનટને ચોકોના મિશ્રણમાં ડીપ કર્યા પછી લેફ્ટ ઓવર ચોકોમાં આ ફ્રાય કરેલા નાના સર્કલ ડીપ કરવાના છે).

હવે ડોનટ ફ્રાય કરવા માટે રેડી છે.

એક પહોળા ફ્રાય પેનમાં ઓઇલ ગરમ મૂકો.

ડોનટને ફ્રેશ જ ડીપ ફ્રાય કરી લ્યો. ડ્રાય ન થવા દેવાથી સારુ રિઝલ્ટ આવશે.

તમે લીધેલું ફ્રાય પેન જેટલું પહોળું હોય તે પ્રમાણે તેમાં એકસાથે ડોનટને ફ્રાય કરવા માટે ઉમેરો.

હવે મિડિયમ હોટ ઓઇલમાં ડોનટ ફ્રાય કરવાના છે.

એક બાજુ ડોનટ ફ્રાય થતા સુધીમાં સરસ ફુલી જશે. (પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે).

ફ્રાય થઈને ડોનટ લાઈટ ગોલ્ડન કલરનું થાય એટલે ફ્લિપ કરીને બીજી બાજુ પણ લાઈટ ગોલ્ડન કલરનું થાય ત્યાંસુધી ડીપ ફ્રાય કરી લ્યો.

હવે ડોનટ્ને ફરીથી ફ્લીપ કરી બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાંસુધી ડીપ ફ્રાય કરી લ્યો. અને પ્લેટમાં ટ્રાંસ્ફર કરી લ્યો.

અંદરથી સરસ સ્પોંજી અને બહારથી ક્રીસ્પી એવા ડોનટ બનશે.

બાકીના ડોમાંથી પણ ડોનટ વણીને તૈયર કરીને, આ પ્રમાણે બાકીના ડોનટ ફ્રાય કરી લ્યો.

ડોનટ બરાબર ઠરી જય પછી જ તેને ચોકોના મિશ્રણનું ટોપિંગ કરવાનું છે.

ચોકોનું ટોપિંગ બનાવવા માટેની સામગ્રી :

 • 2 ટેબલ સ્પુન કોર્ન ફ્લોર
 • 2 ટેબલ સ્પુન સુગર પાવડર
 • ¼ કપ મિલ્ક પાવડર
 • 1 કપ મિલ્ક
 • 1 ટેબલ સ્પુન કોકો પાવડર
 • ½ ટી સ્પુન વેનિલા એસેંસ
 • ગાર્નિશિંગ માટે મલ્ટી કલર્સના સ્પ્રીંક્લર્સ

ચોકો ટોપિંગ બનાવવાની રીત :

એક પેન માં 2 ટેબલ સ્પુન કોર્ન ફ્લોર લ્યો. તેમાં 2 ટેબલ સ્પુન સુગર પાવડર ઉમેરો.

હવે તેમાં ¼ કપ મિલ્ક પાવડર ઉમેરો.

હવે બધુ ફ્લૈમ ચાલુ કર્યા વગર જ સરસથી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં 1 કપ મિલ્ક ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ લો ફ્લૈમ પર મિશ્રણને સતત હલાવતા જઇ કૂક કરો. મિશ્રણ ટોપિંગ થઈ શકે તેવું થીક થઈ જાય એટલે ફ્લૈમ બંધ કરી તેમાંથી વ્હાઇટ મિશ્રણ 1-2 ટેબલ સ્પુન જેટલું અલગ કાઢી લ્યો.

તેનાથી ડોનટના ટોપિંગ પર લાઇનિંગ કરવાની છે.

ફ્લૈમ પર રાખ્યા વગર જ બાકીના મિશ્રણમાં 1 ટેબલ સ્પુન કોકો પાવડર અને ½ ટી સ્પુન વેનિલા એસેંસ ઉમેરી એક્દમ મિક્ષ કરી લ્યો.

હવે સરસ ઘટ્ટ ચોકો ટોપિંગ રેડી છે.

હવે તેમાં ઠંડા પડી ગયેલા બધા ડોનટને ઉપરની બાજુથી ડીપ કરી ચોકોનું ટોપિંગ કરી લ્યો.

અલગ રાખેલા વ્હાઇટ ટોપિંગને પાઇપિંગ બેગમાં ભરી ડોનટ પર લાઇનીંગ કરો.

ચોકો ટોપીંગ કરેલા ડોનટ પર મલ્ટી કલર્સનાં સ્પ્રીંકલર્સ સ્પ્રીંકલ કરો.

હવે સર્વ કરો. બધાને ખૂબજ ભાવશે.


રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *