ચોકલેટ લાડું – કોઈપણ નાના મોટા પ્રસંગે કે પછી નાની મોટી પૂજા દરમિયાન જાતે જ બનાવો આ ખાસ પ્રસાદ…

મિત્રો, ચોકલેટનું નામ સાંભળતા જ નાના-મોટા સૌના મોમાં પાણી આવી જાય, તેમાંય આજ-કાલના બાળકો તો ચોકલેટના શોખીન છે. તેમજ લાડું પણ સૌ હોંશે હોંશે ખાય એવી સૌની માનીતી સ્વીટ છે. દરેક શુભ પ્રસંગોમાં અને ગણપતિઃ ના પ્રિય એવા લાડુનું આગવું સ્થાન છે. માટે જ આજે હું કોપરા અને ચોકલેટનું કોમ્બિનેશન એવી ચોકલેટ લાડું ની યુનિક રેસિપી શેર કરવા જઈ રહી છું. જે ખુબ જ ઓછા સમયમાં આસાનીથી અને માત્ર ચાર જ ઇન્ગ્રેડિયન્ટ્સથી બનતી રેસિપી છે, આઈ હોપ આપ સૌને મારી આ રેસિપી ખુબ જ પસંદ આવશે. તો ચાલો બનાવીએ ચોકલેટ લાડું

સામગ્રી :

– 1 ચમચી ઘી

– 1/2 કપ ખાંડ

– 100 ml દૂધ

– 1 ચમચી કોકો પાવડર

– 1 કપ કોકોનેટ પાવડર

– કોપરા નો પાવડર ડેકોરેશન માટે

રીત :

સ્ટેપ :1

એક પેન માં ઘી ગરમ કરી ને તેમા છીણ 2 મિનીટ માટે સાતળો. તેમા ખાંડ ઉમેરી ને બધુ બરાબર હલાવો .

સ્ટેપ :2


ત્યારબાદ તેમાં કોકો પાવડર ઉમેરો .બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં ધીરે ધીરે દૂધ ઉમેરવું . અને દૂધ બળી જાય ત્યાં સુધી હલાવી .મિશ્રણ પેન માં થી એક પ્લેટ માં કાઢી લેવું .

સ્ટેપ :3


ઠંડુ થાય એટલે તેના નાના નાના લાડવા બનાવી ને કોકોનેટ પાવડર માં રગદોડવા . સવૅ કરવા.

નોંધ :


– કોપરા નું છીણ તમારે ફ્રેશ લેવું .

– તમે સ્ટફિન્ગ માં બદામ -કાજુ ના પીસ પણ લઇ શકો છો .

– તમને ઢીલું સ્ટફિન્ગ લાગે તો કોપરા નું છીણ ઉમેરી શકો છો ..

– તમે દૂધ અને ખાંડ ની બદલે કન્ડેન્સ મિલ્ક પણ લઇ શકો છો ..

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *