ચોકલેટ મફિન્સ – બહાર મળે છે તેનાથી વધુ યમ્મી અને હાઈજેનીક રીતે ઘરે જ બનાવો મફિન્સ…

ચોકલેટ મફિન્સ :

ચોકલેટ મફિન્સ મોટાઓ તેમજ બાળકોને ખુબજ પ્રિય હોય છે. બાળકોને ચોકલેટ હોય એટલે અતિપ્રિય લાગે છે. મફિન્સમાં ચોકો ચિપ્સ ઉમેરેવાથી અને સુગર પાવડર સ્પ્રીન્કલ કરી ઉપરથી કોટિંગ કરવાથી બાળકોને વધારે ટેસ્ટી લાગે છે. ચોકલેટ મફિન્સ એ ટી સાથે બ્રેકફાસ્ટમાં અને નાસ્તા બોક્ષમાં બાળકો માટે આદર્શ નાસ્તો છે. માત્ર ૨૨ થી ૨૫ મિનીટ માં બેક થઇ જલદીથી બની જતો આ નાસ્તો ગમે ત્યારે ઘરે બનાવી શકાય છે.

હું અહી ચોકલેટ મફિન્સ ઓ ટી જી – ઓવનમાં બાનાવી રહી છું, પણ આ મફિન્સ આ જ માપ સાથે ફ્લેઈમ પર કડાઈમાં કે માઈક્રોવેવમાં બનાવી શકાય છે. પ્રોપર માપ સાથે બનાવેલા ચોકલેટ મફિન્સ ખુબજ સ્પોન્જી બને છે. તો તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને ચોક્કસથી ઘરે બનાવજો. એકવાર ઘરે બનાવ્યા પછી ચોકલેટ મફિન્સ બહારથી લાવવા નહિ જ પડે.

ચોકલેટ મફિન્સ બનાવવા માટેની સામગ્રી :

  • ૩/૪ કપ હુંફાળું મિલ્ક
  • ૧/૩ કપ વેજીટેબલ ઓઈલ ( ફ્લેવર લેસ ઓઈલ)
  • ૧ ટી સ્પુન વેનીલા એસેન્સ
  • ૧ કપ સુગર પાવડર
  • ૧ ૧/૨ કપ મેંદો
  • ૧/૨ ટી સ્પુન બેકીંગ સોડા
  • ૧/૨ ટી સ્પુન બેકીંગ પાવડર
  • ૧/૪ કપ કોકો પાવડર ( અનસ્વીટેડ)
  • ચોકો ચીપ્સ અથવા ચોકો સિક્વન્સ – જરૂર મુજબ
  • સુગર ફ્લાવર ( ઓપ્શનલ )- જરૂર મુજબ
  • ૧ ટી સ્પુન ઈન્સ્ટન્ટ કોફી પાવડર + ૧ ટેબલ સ્પુન પાણી
  • પિન્ચ સોલ્ટ
  • ૧ ટી સ્પુન વિનેગર
  • ગ્રીસિંગ માટે ઓઈલ – જરૂર મુજબ
  • કપ કેક મોલ્ડ
  • પેપર કપ

ચોકલેટ મફિન્સ બનાવવાની રીત :

ટીપ્સ – સૌ પ્રથમ એક નાના બાઉલમાં ૧ ટીસ્પુન કોફી અને ૧ ટેબલ સ્પુન પાણી લઇ મિક્ષ કરી લ્યો. હવે તેને ફ્લેઈમ પર રાખી બરાબર ડાયલ્યુટ કરી હુંફાળુ થવા દ્યો. બનેલા કોફી સિરપને એક બાજુ રાખો.

ટીપ્સ – મિલ્ક ફ્રીઝમાંથી કાઢેલું હોય તો તેને પણ હુંફાળુ કરી લ્યો.

ટીપ્સ – હુંફાળુ મિલ્ક અને હુંફાળું કોફી સીરપ ઉમેરવાથી મફિન્સ સરસ ફૂલશે.

એક બાઉલમાં ૩/૪ કપ હુંફાળું કરેલું મિલ્ક લઇ તેમાં ૧/૩ કપ વેજીટેબલ ઓઈલ ઉમેરો. સાથે તેમાં ૧ ટી સ્પુન વેનીલા એસેન્સ ઉમેરો. હવે તેમાં અગાઉ રેડી કરેલું કોફી સીરપ ઉમેરો. ત્યારબાદ વ્હીસ્કર કે સ્પુન વડે એકદમ વ્હીસ્ક કરી બધું મિશ્રણ એકરસ કરી લ્યો.

હવે તેમાં ૧ કપ પાવડર સુગર ઉમેરી તેમાં બરાબર ડાયલ્યુટ થાય ત્યાં સુધી મિક્ષ કરો. ત્યારબાદ એ મિશ્રણમાં ૧ ટીસ્પુન વિનેગર ઉમેરી મિક્ષ કરી એકદમ વ્હીસ્ક કરો.

થોડીવારમાં આ મિશ્રણ બટર મિલ્કમાં કન્વર્ટ થઇ જશે. તેને એકબાજુ રાખો.

ત્યારબાદ ડ્રાય સામગી મિક્ષ કરવા માટે બીજું બાઉલ લઇ તેનાં પર મોટી ગળણી રાખી તેમાં ૧ ૧/૨ કપ મેંદો ઉમેરો.

સાથે તેમાં ૧/૨ ટી સ્પુન બેકીંગ સોડા અને ૧/૨ ટી સ્પુન બેકીંગ પાવડર ઉમેરો. ૧/૪ કપ કોકો પાવડર અને પિન્ચ સોલ્ટ ઉમેરો. આ બધુ બાઉલમાં ચાળી લ્યો.

ટીપ્સ – ચાળ્યા પછી પણ એકવાર મિક્ષ કરી લ્યો.

ટીપ્સ – ચાળવાથી મફિન્સ સરસ સ્પોન્જી બને છે. એટલે આ સ્ટેપ ખાસ અનુસરવું.

ટીપ્સ- હવે પેપર કપને ઓઈલથી બ્રશિંગ કરી લ્યો. જેથી મફિન્સ અનમોલ્ડ કરતી વખતે તેનો શેઈપ જળવાઈ રહે.

હવે રેસ્ટ આપેલા પહેલા બાઉલમાં મિલ્કનું મિશ્રણ બટર મિલ્કમાં કન્વર્ટ થઇ ગયું હશે. તેને ફરીથી બરાબર મિક્ષ કરી લ્યો.

હવે તેમાં ધીરે ધીરે થોડા થોડા ડ્રાય મિશ્રણને ઉમેરેતા જવું અને મિક્ષ કરતા જવું.

ટીપ્સ – એકસાથે બધું મિક્ષ્ચર ઉમેરેવું નહી. જેથી લમ્સ પણ ના રહે અને સરસ મિક્ષ થાય. જેથી મફિન્સ સરસ સ્પોન્જી થશે.

ટીપ્સ – વારાફરતી બધું ડ્રાય મીક્ષ્ચર કટ એન્ડ ફોલ્ડ સ્ટાઈલથી મિક્ષ કરી લેવું. ( આડો અને ઉભો સ્પુન ફેરવી મિક્ષ કરવું- ફીણવું નહી ) જેથી મફિન્સ ફૂલશે. કડક નહિ થાય.

ટીપ્સ – જેટલું મિક્સચર લાઈટલી મિક્ષ થશે તેટલા જ મફિન્સ સ્પોન્જી બનશે.

હવે બેટર રિબન ક્ન્સીસટસીનું બની રેડી છે. કપ કેકનાં મોલ્ડમાં ઓઈલથી ગ્રીસ કરેલા પેપર કપ મૂકી તેમાં ૨/૩ કપ સુધી બેટર ભરી લ્યો. કેમકે મફિન્સને ફૂલવાની સ્પેસ મળે.- સારી રીતે ફૂલી શકે. આ બેટરમાંથી ૯-૧૦ મફિન્સ બનશે. સ્પુન કે સ્કૂપ વડે કપમાં બેટર ભરો.

હવે તેના પર થોડા ચોકો ચિપ્સ કે ચોકો સિક્વન્સ અને સુગર સ્પ્રીન્કલ મુકી ગર્નીશ કરો.

ટીપ્સ – હવે મફિન્સ મુકેલા કપ કેકના મોલ્ડને ૨-૩ વાર ટેપ કરી લ્યો. જેથી તેમાં રહેલા એર બબલ્સ નીકળી જાય.

હવે પ્રી હિટ કરેલા ઓ ટી જી ઓવનમાં કે ફ્લેઈમ પર કડાઈમાં સ્ટેન્ડ મૂકી મફિન્સનાં મોલ્ડને બેક કરવા માટે મુકો. ઓવનમાં ૧૮૦* પર ૨૨-૨૫ મિનીટ બેક કરો. મેં અહી મફિન્સ ઓ ટી જી ઓવનમાં બનાવ્યા છે. ટુથ પિકથી ચેક કરવાથી ટુથપીક ક્લીન બહાર આવે એટલે મફિન્સ બેક થઇને રેડી છે.

હવે સરસ સ્પોન્જી ટેસ્ટી ચોક્લેટ મફિન્સ રેડી છે. ઓવનમાંથી બહાર કાઢી ૫ મિનીટ રેસ્ટ આપો. ત્યારબાદ પેપર કપમાંથી અનમોલ્ડ કરી, ટી સાથે બ્રેકફાસ્ટમાં સર્વ કરો. બાળકોને નાસ્તા બોક્ષ માં આપવાથી પણ ખુબજ ભાવશે.

યંગ્સ અને બાળકોનાં હોટ ફેવરીટ ચોકલેટ મફિન્સ તમે પણ તમારા રસોડે ચોક્કસથી ટ્રાય કરો. તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને પરફેક્ટ ચોકલેટ મફિન્સ બનાવી શકશો. નાના મોટા બધાને ખુબજ ટેસ્ટી લાગશે.

વિડિઓ રેસિપી:

રસોઈની રાણી : શોભના વણપરિયા

અમારી યુટ્યુબ ચેનલ : Leena’s Recipes

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *