ચોકલેટ – નાના મોટા દરેકને ભાવતી ચોકલેટની સાવ સરળ રેસીપી લાવ્યા છે આજે અલ્કાબેન સોરઠીયા…

મિત્રો, ચોકલેટ, નામ સાંભળતા જ આપણા બધાના મૌ માં પાણી આવી જાય છે. અને આજ-કાલ તો માર્કેટમાં જાત-જાતની અને ભાત-ભાતની, નાની-મોટી, ખાટી-મીઠી એટ્રેકટીવ ચોકલેટ્સ અવેઇલેબલ છે તો બાળકો કેમ ના આવી ચોકલેટ્સથી આકર્ષાય? બાળકોને તો ચોકલેટ્સ ખાવાના બહાના જ જોઈએ. અરે બાળકો શું? ચોકલેટ્સ જોઈને મોટા ની પણ જીભ લલચાતી હોય છે. પણ આ ચોકલેટ્સ ખુબ જ મોંઘીડાઢ હોય આવે છે, માટે જ આજે હું ખુબ જ સરળ રીતથી ચોકલેટ બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું, જેથી ઘરે જ બનાવીને બાળકોને ખુશ કરી શકાય એ પણ ઓછા બજેટમાં.

સામગ્રી :

* 500 ગ્રામ ચોકો સ્લેબ ( કોઈપણ બ્રાન્ડ )

* 2 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર

* 2 ટેબલ સ્પૂન કોકોનટ પાવડર

* 2 ટેબલ સ્પૂન ખાંડ

* 2 ટેબલ સ્પૂન ઘી

* થોડા ડ્રાયફ્રૂટ્સ

તૈયારી :

# ચોલો સ્લેબનાં નાના ટુકડા કરી લેવા.

# ખાંડનો પાવડર બનાવી લેવો.

# ડ્રાયફ્રૂટ્સની કાતરી કરી લેવી.

રીત :


1) સૌ પ્રથમ એક તપેલીમાં થોડું પાણી લઇ ગરમ કરો. પાણી ઉકળી જાય એટલે તપેલી પર તેના માપનું બાઉલ મુકો. બાઉલમાં ચોકો સ્લેબનાં નાના-નાના ટુકડાઓ મુકો. સ્ટવની ફ્લેમ મીડીયમ રાખી સ્લેબને મેલ્ટ થવા દો. લગભગ વીસેક મિનિટ્સમાં સ્લેબ સરસ મેલ્ટ થઇ જાય છે.


2) ચોકો સ્લેબ મેલ્ટ થાય ત્યાં સુધીમાં મિલ્કી બોલ્સ બનાવી લેવા. બોલ્સ બનાવવા માટે સૌ પ્રથમ એક નાના બાઉલમાં મિલ્ક પાવડર, કોકોનટ પાવડર અને સુગર પાવડર નાખી બરાબર મિક્સ કરી લો.


3) તેમાં થોડું થોડું ઘી નાખી હાથેથી બોલ્સ બનાવી શકાય તેવું મિશ્રણ તૈયાર કરો. ઘી વધારે પડી ના જાય તેનું ધ્યાન રાખવું અને તેમાંથી નાના નાના બોલ્સ બનાવી લેવા.


4) સ્લેબમાંથી ધાર કરી ઢાળી શકાય તેટલી કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી સ્લેબને મેલ્ટ થવા દેવો, લમ્સ બિલકુલ ના રહેવા જોઈએ. ત્યારપછી તેને ઠંડુ પડવા દેવું.


5) માર્કેટમાં અલગ અલગ સાઈઝ અને શેઈપના ચોકલેટ મોલ્ડસ મળે છે, આપણે કોઈપણ લઇ શકીએ અને જો મોલ્ડ ના હોય તો આઈસ-ટ્રે નો ઉપયોગ મોલ્ડ તરીકે કરી શકાય. મોલ્ડમાં મેલ્ટ કરેલ સ્લેબ ભરીને સેટ કરી લો. વેરીયેશન માટે મોલ્ડમાં થોડો સ્લેબ ભરો, ઉપર મિલ્કી બોલ્સ મુકો અને ફરી ચોકો સ્લેબ નાખી બોલ્સને કવર કરી લો. આજ રીતે બોલ્સની જગ્યાએ આખા ડ્રાયફ્રૂટ્સ અથવા ડ્રાયફ્રૂટ્સની કાતરી પણ મૂકી શકાય.


6) ત્યારબાદ મોલ્ડને ફ્રીઝરમાં મૂકી 7 થી 8 મિનિટ્સ પછી ચોકલેટ મોલ્ડમાંથી ચોકલેટ અનમોલ્ડ કરી લો. તૈયાર છે નાની મોટી અલગ અલગ ચોકલેટ્સ.


ફ્રેન્ડ્સ, આ રીતે હું ઘણીવાર ચોકલેટ્સ બનવું છું, જે બધાને ખુબ જ પસંદ છે. આ રીતે ખુબજ ઓછા ખર્ચે વધુ અને વેરાયટી ઓફ ચોકલેટ્સ બનાવી શકાય છે. તમે પણ બનાવજો, ખાજો અને ખવડાવજો આવી મીઠી મીઠી ચોકલેટ્સ.

નોંધ :

* મેં અમૂલનો મિલ્કી ચોકો સ્લેબ યુઝ કર્યો છે, કોઈપણ બ્રાન્ડનો સ્લેબ લઇ શકાય.

* માર્કેટમાં વાઈટ, ડાર્ક તેમજ એક્સ્ટ્રા ડાર્ક ચોકો સ્લેબ મળે છે, કોઈપણ લઇ શકાય તેમજ બે ફ્લેવર મિક્સ કરીને પણ બનાવી શકાય.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસીપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *