ચોકલેટ પુડિંગ – બહુ જ ઓછી સામગ્રીમાં તૈયાર થઇ જતી આ વાનગી ઘરમાં બધાને પસંદ આવશે..

ચોકલેટ પુડિંગ

આજે યુરોપથી કરિશ્માબેન આપણા માટે લાવ્યા છે ચોકલેટ પુડિંગ બનાવવા માટેની સરળ અને ડિટેલમાં રેસિપી. ચોકલેટ એક એવી વસ્તુ છે જે નાના બાળકોથી લઈને મોટા સુધી દરેકને પસંદ આવતી હોય છે. આપણે ચોકલેટ ફ્લેવરનો આઈસ્ક્રીમ, કેક, કોકો, મિલ્કશેક અને બીજી અનેક વાનગીઓ બનાવતા હોઈએ છીએ પણ આજે હું તમારા માટે લાવી છું એક નવીન અને યમ્મી ચોકલેટી રેસિપી એ પણ પુડિંગ બનાવવા માટેની તો ચાલો ફટાફટ શીખી લઈએ ચોકલેટ પુડિંગ.

સામગ્રી:

  • ૨ ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર
  • ૪ ટેબલ સ્પૂન ખાંડ
  • ૨ ટેબલ સ્પૂન કોકો પાવડર
  • ૨ કપ દૂધ
  • ૧૦૦ ગ્રામ કુકીંગ ચોકલેટ
  • ૧/૨ ટી સ્પૂન વેનીલા એસેન્સ
  • ૨ ટેબલ સ્પૂન ફ્રેશ ક્રીમ
  • ૧/૨ ટી સ્પૂન બટર
  • રીત :

    ૧. એક વાસણ માં ગેસ ચાલુ કર્યા વગર પેહલા કોર્ન ફ્લોર, કોકો પાવડર અને ખાંડ ને બરોબર મિક્સ કરી દો.

    ૨. હવે આ મિશ્રણ માં દૂધ ધીમે ધીમે મિક્સ કરી દો. જોવો કે એમાં કોઈ ગાંઠ ના રહે.

    ૩. હવે ગેસ ચાલુ કરી ને મિશ્રણ ને હલાવતા રહો જ્યાં સુધી રંગ બદલવા માંડે.

    ૪. હવે એમાં ૫૦ ગ્રામ કુકીંગ ચોકલેટ ને નાના ટુકડા કરી ઉમેરી દેવી.

    ૫. ૫ મિનિટ પછી જેવું આ મિશ્રણ જાડું થવા માંડે એટલે એમાં ફ્રેશ ક્રીમ, બટર અને વેનીલા એસેન્સ ઉમેરી દેવું.

    ૬. ૭ મિનિટ પછી ગેસ બંધ કરી ને આ મિશ્રણ ને ઠંડુ થવા દો.

    ૭. મિશ્રણ ઠંડુ થાય ત્યારે પણ એને વચ્ચે હલાવતા રેહવું જેથી કરી ને કોઈ ગાંઠ ના પડે.

    ૮. મિશ્રણ ઠંડુ થાય એટલે એને નાના નાના ગ્લાસ માં કે બાઉલ માં સર્વ કરી, ઉપર થી છીણેલી ચોકલેટ ઉમેરી ને ૭ થી ૮ કલાક ફ્રિજ ઠંડુ થવા દો.

    ૯. આને ઠંડુ ઠંડુ જ સર્વ કરો.

    વિડિઓ રેસિપી :


    રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

    Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

    મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

    દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

    Leave a comment

    Your email address will not be published. Required fields are marked *