ચોકલેટ ફજ – આજે બનાવતા શીખો લોનાવાલાની પ્રખ્યાત સ્વીટ…

જમ્યા પછી ડેઝર્ટ ખાવાની મજા આવી જાય નઇકે?

ડેઝર્ટમાં આઇસક્રીમ અને સ્વીટ તો તમે બધાજ ખાતાજ હશો પણ આજ હું લાવી છું લોનાવાલાનું પ્રખ્યાત ડેઝર્ટ તો ચાલો બનાવીએ,

ચોકલેટ ફજ

મે અહીં ચાર વ્યક્તિ માટેની સામગ્રી લીધી છે.

સામગ્રી:

• ૨૦૦ ગ્રામ કન્ડેસ્ડ મિલ્ક

• ૮૦ ગ્રામ ડાર્ક ચોકલેટ

• ૧ ચમચી અખરોટ અધકચરા

• ૨૫ ગ્રામ માખણ

• ચપટી મીઠું

રીત:


૧ એક પેલાથી ગરમ કરેલા લોયામાં કન્ડેસ્ડ મિલ્ક નાખવું.

૨ કન્ડેસ્ડ મિલ્ક સ્હેજ ગરમ થાય એટલે ડાર્ક ચોકલેટનાં કટકા અને અધકચરી અખરોટ નાખવી(મે અહીં અખરોટ વાળીજ ડાર્ક ચોકલેટ લીધી છે)

૩ આ મિશ્રણ ઘટ્ટ થાવા લાગે એટલે તેમા બટર એડ કરવું.

૪ બધું મિશ્રણ એક સાથે થઇ જાય એટલે એક ગ્રીસ કરેલી ટ્રેમાં કાઢી લેવું.


રૂમ ટેમ્પરેચર ઉપર આવે એટલે ચપ્પુથી પીસ કરવા.

લ્યો તૈયાર છે આપણુ ફજ કિડ્સને તો આ રેસીપી ખુબજ ભાવસે તો તમે પણ બનાવો અને પરીવાર સાથે તમે પણ ફજનો આનંદ લ્યો.

* ફજ ને બહુ કડકના બનાવવુ

* ફજ ફ્રિઝમાં ઠંડુ કરીને પણ ખાવામાં ખુબજ સરસ લાગે છે.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *